/indian-express-gujarati/media/media_files/2026/01/25/national-tourism-day-2026-01-25-14-36-03.jpg)
National Tourism Day 2026 : ભારતમાં 25 જાન્યુઆરી રાષ્ટ્રીય પ્રવાસ દિવસ તરીકે ઉજવાય છે. Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2026/01/25/national-tourism-day-2026-2026-01-25-14-36-25.jpg)
Rashtriya Paryatan Divas 2026: રાષ્ટ્રીય પ્રવાસન દિવસ
રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરીએ ઉજવાય છે. પ્રવાસન માત્ર દેશને આર્થિક તાકાત જ નથી આપતું પરંતુ તેની સાંસ્કૃતિક અને સામાજિક તાકાત પણ દર્શાવે છે. ભારતમાં ફરવા માટે ઘણા સુંદર આકર્ષક સ્થળો છે, જ્યાં દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ ફરવા આવે છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/25/rashtriya-paryatan-divas-2026-2026-01-25-14-36-46.jpg)
રાષ્ટ્રીય પ્રવાસન દિવસનું મહત્વ
રાષ્ટ્રીય પ્રવાસ દિવસ 2026ની થીમ 'ગ્રામીણ અને સમુદાય કેન્દ્રિત પ્રવાસન' (Rural and Community Centric Tourism) છે. દેશમાં પ્રવાસન દિવસનો પાયો 1948માં નંખાયો હતો, જ્યારે ટુરિઝમ ટ્રાફિક કમિટીની રચના કરવામાં આવી હતી. વર્ષ 1998માં, પ્રવાસન અને સંચાર મંત્રીની આગેવાની હેઠળ પ્રવાસન વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. આ પછી, 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. અહીં અમે તમને ભારતમાં આવા 4 સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં દેશ વિદેશમાંથી પ્રવાસીઓ ફરવા આવે છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/25/rajasthan-tourist-places-1-2026-01-25-14-37-07.jpg)
રાજસ્થાન
રાજસ્થાન પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ જ પ્રિય સ્થળ છે. દેશભરમાંથી લોકો રાજાશાહી મહેલ, કિલ્લાઓ અને ઐતિહાસિક સ્મારકો જોવા આવે છે. અહીંની સુંદરતા વિદેશના પ્રવાસીઓને પણ આકર્ષિત કરે છે. અહીંની કળા અને સંસ્કૃતિની સાથે જ અડિકમ કિલ્લાઓ પ્રવાસીઓને રાજસ્થાન ખેંચી લાવે છે. રાજસ્થાનના પ્રખ્યાત પ્રવાસન સ્થળોમાં ઉદયપુર, જયપુર, જેસલમેર, બાડમેર, જોધપુર, ચિત્તોડગઢ, માઉન્ટ આબુ સૌથી ખાસ છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/25/tajmahal-agra-2026-01-25-14-37-42.jpg)
તાજમહેલ, આગ્રા
આગ્રાનું તાજમેહલ દુનિયાની 7 અજાયબીમાં સ્થાન ધરાવે છે. સંગેમરમર માંથી બનેલું સુંદર આગ્રાનું તાજમહેલ મુઘલ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ અને પ્રેમનું પ્રતિક છે. તાજમહેલ જોવા દર વર્ષે લાખો પ્રવાસીઓ આગ્રા આવે છે. તાજમહેલ ઉપરાંત આગ્રામાં ફતેહપુર સિકરી, અકબરનો મકબરો અને સિકંદર કિલ્લો જોવાલાયક છે. તાજમહેલની વેબસાઈટ અનુસાર, દર વર્ષે 7 થી 8 મિલિયન પ્રવાસીઓ તાજમહેલની મુલાકાત લે છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/25/delhi-tourist-places-2026-01-25-14-38-07.jpg)
દિલ્હી
ભારતની રાજધાની નવી દિલ્હીમાં પણ ઐતિહાસિક શહેર છે, જેની મુલાકાત લેવા દર વર્ષે મોટી સંખ્યામાં આવે છે. દિલ્હીનો લાલ કિલ્લો, ઈન્ડિયા ગેટ, હુમાયુ મકબરો, કુતુબ મિનાર અને રાષ્ટ્રપતિ ભવન જેવા ઘણા સુંદર સ્થળો છે. આ સ્થળો વિદેશી નાગરિકોને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/25/haridwar-rishikesh-1-2026-01-25-14-38-29.jpg)
હરિદ્વાર ઋષિકેશ
હરિદ્વાર ઋષિકેશ એક ધાર્મિક સ્થળ છે. અહીં દર વર્ષે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં લોકો યોગની રાજધાની ઋષિકેશ આવે છે. અહીનું દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ મુલાકાતીઓના મનને શાંતી આપે છે. ઋષિકેશ યોગ નગર તરીકે પ્રખ્યાત છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો યોગનું જ્ઞાન લેવા આવે છે. ગંગા આરતી, પ્રાચીન મંદિરો, આશ્રમો આકર્ષણનું કેન્દ્ર છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/25/kashmir-tourist-places-2026-01-25-14-38-50.jpg)
કાશ્મીર
કાશ્મીર ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે. કાશ્મીરમાં બરફથી ઢંકાયેલા ઉંચા પહાડ, ઉંડી ખીણ અને સુખદ વાતાવરણ પ્રવાસીઓને અદભૂત આનંદ આપે છે. કાશ્મીરમાં ગુલમર્ગ, દાલ સરોવર, પરી મહેલ, પહેલગામ અને નાગિન તળાવની સુંદરતા જોવા લાયક છે. કાશ્મીરનું અદભૂત કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષિત કરે છે. હિમવર્ષા દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ કાશ્મીર આવે છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/25/ladakh-tourist-places-2026-01-25-14-41-54.jpg)
લદ્દાખ
લદ્દાખને ધરતીની છત કહેવામાં આવે છે. વિશિષ્ટ ભૌગોલિક સંરચનાને કારણે લદ્દાખ દુનિયાભરમાં પ્રખ્યાત છે. લદ્દાના બૌદ્ધ મઠો, ગામડાંઓ, ખીણો અને હિમનદીઓ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે. પશ્ચિમી દેશોના પ્રવાસીઓ અને પૂર્વીય દેશોના આધ્યાત્મિક પ્રવાસીઓમાં લદ્દાખ આકર્ષણનું કેન્દ્ર છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/25/kerala-tourist-places-2026-01-25-14-42-17.jpg)
કેરળ
કુદરતી સૌંદર્યથી ભરપૂર કેરળ દેવતાઓની ભૂમિ કહેવાય છે. વાદળ સાથે વાતો કરતા ઉંચા પહાડ, લીલીછમ ખીણ, ઝરણાં, નારિયેળની વૃક્ષો, ચાના બગીચા, સુંદર મંદિરો અને દરિયા કિનારો કેરળ આવવા પ્રવાસીઓને આકર્ષિક કરે છે. કેરળમાં વાયનાડ, કુર્ગ, મુન્નાર, કોવાલમ, કોઝીકોડ, વકલ્લ, તિરુવંતપુરમ સહિત ઘણા સુંદર ફરવાલાયક સ્થળો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us