5 Tops Cheapest Bike With Highest Mileage In India : ભારતમાં ટુ-વ્હીલર ચાલકો માટે માઇલેજ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. હોન્ડા, બજાજ, ટીવીએસ અને હીરો જેવી કંપનીઓ દેશમાં ઘણી બાઇક વેચી રહી છે જે સારી માઇલેજ આપે છે, જેનાથી ઇંધણનો ખર્ચ ઓછો આવે છે. અહીં ટોપ 5 માઇલેજ બાઈક વિશે જાણકારી છે, જેની કિંમત 1 લાખ રૂપિયાથી ઓછી છે અને રોજિંદા વપરાશ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે. ચાલો જાણીએ ભારતમાં 5 સૌથી વધુ માઇલેજ આપતી સસ્તી બાઈક વિશે (Photo: Freepik)
TVS Sport – 80 kmpl : ટીવીએસ સ્પોર્ટ - 80 કિમી પ્રતિ લિટર સુધી માઇલેજ ટીવીએસ સ્પોર્ટ ભારતની સૌથી વધુ માઇલેજ બાઈક પૈકીની એક છે. તેની કિંમત 59,881 રૂપિયાથી શરૂ થાય છે અને 71,383 રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. તેમાં 109.7 સીસી સિંગલ સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન મળે છે, જે 8.08 એચપી પાવર અને 8.7 એનએમ ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં ડ્રમ બ્રેક્સ, ટેલિસ્કોપિક ફોર્ક્સ અને ફ્રન્ટ અને રિયર બંને પર એડજસ્ટેબલ રિયર સસ્પેન્શન આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે આ બાઇક 80 કિમી પ્રતિ લિટર સુધીની માઇલેજ આપે છે. (Photo: TVS)
Bajaj CT 110X : પાવરફુલ પર્ફોર્મન્સ અને 70 કિમી પ્રતિ લિટર માઇલેજ બજાજ સીટી 110 એક્સ બાઈકની કિંમત 70,176 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. તેમાં 115 સીસી સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે, જે 8.48 એચપી પાવર અને 9.81 એનએમ ટોર્ક જનરેટ કરે છે. ફોર-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલી આ બાઇક રફ રસ્તાઓ પર પણ આરામદાયક સવારી પ્રદાન કરે છે. તેની માઇલેજ 70 કિમી પ્રતિલિટર છે, જે ARAI દ્વારા પ્રમાણિત છે. (Photo: Bajaj)
Hero HF Deluxe : હીરો એચએફ ડિલક્સ વિશ્વાસપાત્ર અને સસ્તો વિકલ્પ હીરો એચએફ ડિલક્સની કિંમત 59,998 રૂપિયાથી 69,018 રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે. તે 97.2 સીસી એન્જિન દ્વારા સંચાલિત છે જે 7.91 એચપી પાવર અને 8.05 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. આ બાઇક તેના વિશ્વાસપાત્ર પ્રદર્શન અને ઓછા મેઇન્ટેનન્સ ખર્ચ માટે લોકપ્રિય છે. તેની પ્રમાણિત ARAI માઇલેજ 70 કિમી પ્રતિ લિટર છે. (Photo: Hero)
TVS Radeon : ટીવીએસ રેડિયોન, આકર્ષૂક લુકઅને વધુ આરામદાયક ટીવીએસ રેડિયોનની કિંમત 59,880 રૂપિયાથી શરૂ થાય છે અને 81,394 રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. તેમાં 109.7cc૭ સીસી એન્જિન છે જે 8.08hp પાવર અને 8.7Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક 68.6 kmpl માઇલેજ આપે છે અને તેની સીટ કમ્ફર્ટ અને સસ્પેન્શન સેટઅપ તેને લાંબી મુસાફરી માટે યોગ્ય બનાવે છે. (Photo: TVS)
Bajaj Platina 100 : બજાજ પ્લેટિના 100, આરામદાયક મુસાફરી અને માઇલેજ 75 kmpl સુધી બજાજ પ્લેટિના 100 ભારતની સૌથી લોકપ્રિય માઇલેજ બાઇક માનવામાં આવે છે. તેની કિંમત 66,053 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. તે 102 સીસી એન્જિન દ્વારા સંચાલિત છે જે 7.9 પીએસ પાવર અને 8.34 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. બાઇકની માઇલેજ 70-75 કિમી પ્રતિ લિટર સુધી છે. તેનું લો-વાઇબ્રેશન એન્જિન અને સોફ્ટ સીટ તેને લાંબી મુસાફરી માટે આરામદાયક બનાવે છે. (Photo : Bajaj)