Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Household-Electricity-bill-reduce-tips.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/saving-energy-tips-for-households.jpg)
5 સ્ટાર બીઇઇ રેટિંગ વાળા ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ અને હોમ એપ્લાયન્સિસ ખરીદો. અહીં બીઇઇનો અર્થ બ્યૂરો ઓફ એનર્જી એનિફિશિયંસી છે. ઘરમાં સીએફએલ કે બલ્બને બદલે એલઇડી લાઇટનો ઉપયોગ કરો. (Photo - Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/how-to-reduce-electricity-bill-in-summer-1.jpg)
જો તમે ઘરે સામાન્ય પંખાનો ઉપયોગ કરો છો, તો તમે તેમાં ફેરફાર કરી શકો છો. ઉનાળામા વીજળીનું બિલ ઘટાડવા માટે, તમે સામાન્ય પંખાને બદલે BLDC એટલે કે બ્રશલેસ ડાયરેક્ટ કરંટ ઇલેક્ટ્રિસિટી ફેન્સ (BLDC Fans) નો ઉપયોગ કરી શકો છો. (Photo - Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Power-Saving-Tips.jpg)
વીજળીના ખર્ચમાંથી રાહત મેળવવા માટે તમે તમારા ઘરમાં સોલાર પાવર સિસ્ટમ લગાવી શકો છો. સોલાર સિસ્ટમમાં એક વખત રોકાણ કરીને તમે માસિક વીજ બીલમાં મોટી બચત કરી શકો છો. તમારી બાલ્કની અને બગીચામાં સોલાર પંખા તેમજ આઉટડોર સોલર લાઇટ્સ ઇન્સ્ટોલ કરવાથી નજીવી કિંમતે તમારા વીજળીના બિલમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. ઉપરાંત રોજિંદા વપરાશ માટે સોલાર પંપનો ઉપયોગ કરવાથી વીજળીની બચત કરી શકાય છે. (Photo - Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/ac-tips-to-reduce-electricity-bill.jpg)
ઉનાળામાં તમારા એસીનું ટેમ્પરેચર 24 ડિગ્રી સેલ્સિયસ સેટ કરી રાખો. ઉપરાંત ઓટોમેટિક એસી ઑપરેશનને માટે ટાઈમરનો ઉપયોગ કરો અને ઘરમાં 5 સ્ટાર બીઇઇ રેટિંગવાળા એસીનો ઉપયોગ કરીને વીજ વપરાશ ઘટાડી શકાય છે. (Photo - Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Electricity-Bill-Reduce-Tips.jpg)
બજારમાં ઘણા એડવાન્સ સ્માર્ટ એનર્જી મીટર ઉપલબ્ધ છે. આ મીટર સામાન્ય રીતે ઘરની અંદર વીજળી કુલ એકંદર વપરાશને મોનિટર કરવા અને વપરાશ પેટર્નનું રીઅલ-ટાઇમ વિશ્લેષણ કરવા માટે વાઇ ફાઇ કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે. ઉપરાંત તેઓ પાવર લિક શોધી શકે છે અને વધુ ઉર્જા વપરાશ ધરાવતા ઉપકરણોને ઓળખી શકે છે. વાઇ ફાઇ એલઇડી બલ્બ વીજળીનો વપરાશ ઘટાડવા માટે વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. (Photo - Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/light-bill-reduce-tips.jpg)
જો તમારી પાસે બહુવિધ ઈલેક્ટ્રોનિક ઉપકરણો હોય જેને સમાન ઈલેક્ટ્રિક આઉટલેટમાં પ્લગ કરવાની જરૂર હોય તો પાવર સ્ટ્રીપ ઈન્સ્ટોલ કરો. આ તમને એક જ સમયે તમામ ઉપકરણોને સરળતાથી બંધ કરવાની મંજૂરી આપે છે. (Photo - Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Electricity-Bill-tips-for-households.jpg)
લાઇટ બિલ ઘટાડવાનો સીધો અને સરળ ઉપાય છે વીજળીનો બિન જરૂરી વપરાશ બંધ કરવો. જો ઘર કે ઓફિસમાં જ્યાં જેટલી જરૂર હોય ત્યાં એટલી જ વીજળીનો વપરાશ કરવો. પંખા, એસી, કુલર અને લાઇટનો બિન જરૂરી વપરાશ કરવો નહીં. (Photo - Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us