Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/ac-buying-guide.jpg)
એસી એટલે કે એર કન્ડિશનર ઉનાળાની ગરમીથી બચાવે છે. જો તમે નવું એસી ખરીદવાના છો તો આ સમાચાર તમને મમદરૂપ થશે. એસી ખરીદતી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવાથી AC ચલાવતી વખતે વીજળીનો બિલ પણ ઓછું આવશે અને સારુ ક્વોલિટીનું એસી ખરીદ શકશો. ઉપરાંત તમે લાંબા સમય સુધી એસીનો ઉપયોગ કરી શકશો. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/air-conditioner-2.jpg)
એસી હંમેશા તમારા રૂમ કે ઘર મુજબ કરવી જોઇએ. વિન્ડો એસીની કિંમત ઓછી હોય છે પરંતુ તે વધારે અવાજ કરે છે. વિન્ડો એસી વજનદાર હોય છે. જો તમે તમારા ઘરમાં મોટી બારી નથી, તો સ્પિલ્ટ એસી ખરીદવી જોઇએ. સ્પિલ્ટ એસીમાં ઇનડોર અને આઉટડોર બે યુનિટ હોય છે. સ્પિલ્ટ એસી લગાવવાથી રૂમ સુંદર દેખાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/ac-buying-tips.jpg)
એસી ખરીદતી વખતે તે કેટલા ટનનું છે જાણી લેવું જોઇએ. કોઇ પણ એસીનું ટન તેની કુલિંગ ક્ષમતાને દર્શાવે છે. જો રૂમ કે ઓફિસ મોટી હોય તો વધારે ટન વાળું એસી લગાવવું જોઇએ. હવે સવાલ એ છે કેટલી સાઇઝના રૂમ માટે કેટલા ટનનું એસી યોગ્ય રહેશે? તો તમને જણાવી દઇયે કે, 120 વર્ગ ફુટના રૂમ માટે 1 ટન વાળું એસી સારું રહેશે. 180 વર્ગ ફુટના રૂમ માટે 1.5 ટન અને 250 વર્ગ ફુટના રૂમમાં 2 ટન વાળું એસી લગાવવું જોઇએ. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/ac-buying-.jpg)
સ્ટાર રેટિંગ મુજબ એસીની કિંમત નક્કી થાય છે. સ્ટાર રેટિંગ જેટલા વધારે હશે એસી એટલું મોંઘુ થશે, કારણ કે તેમા ઓછી વીજળી વપરાય છે. જો તમારે દર વર્ષે 4 થી 5 મહિના સુધી દરરોજ 7 થી 8 કલાક એસી ચલાવવાનું હોય તો, 5 સ્ટાર રેટિંગ વાળું જ એસી ખરીદવું જોઇએ. જો દિવસમાં 2 થી 3 કલાક એસી ચલાવતા હોય તો 3 સ્ટાર રેટિંગ વાળું એર કન્ડિશનલ સારું રહેશે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/ac-compressor.jpg)
ઇન્વર્ટર ટેકનોલોજી સામાન્ય રીતે સ્પ્લિટ એસી સાથે જોડાયેલી હોય છે, પરંતુ તે અમુક વિન્ડો એસીમાં પણ મળી શકે છે. સરળ શબ્દોમાં કહીયે તો ઇન્વર્ટર એસી વધારે કુશળ કુલિંગ સાથે ઓછી વીજળીનો વપરાશ કરે છે, પરંતુ કિંમત વધારે હોય છે. જો તમારે આખો દિવસ એસી ચલાવવાનું હોય તો ઇન્વર્ટર એસી ખરીદવું જોઇએ. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/ac-service-maintenance-cost.jpg)
એસી ખરીદતી વખતે વોરંટીનું ધ્યાન રાખવું જોઇએ. ઘણા લોકો વોરંટી જેવી મહત્વપૂર્ણ બાબતને નજરઅંદાજ કરે છે. સાથે જ સર્વિસ સેન્ટરની સર્વિસ અને રિટર્ન પોલિસી વિશે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઇએ. જેથી એસી ખરીદ્યા બાદ તરત જ કોઇ સમસ્યા સર્જાય તો સરળતાથી સમાધાન થઇ જાય. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us