ઉનાળામાં એસી આપશે જબરદસ્ત કુલિંગ, આ બાબતોનું હંમેશા રાખો ધ્યાન, વીજળીની પણ થશે બચત
AC Cooling Trips And Tricks In Summer : ઉનાળામાં એસીનો ઉપયોગ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેનાથી એસી બરાબર કુલિંગ તો આપશે સાથે સાથે લાઈટબીલ પણ ઓછું આવશે.
ઉનાળામાં ગરમીથી બચવા લોકો એસી અને કુલરનો ઉપયોગ કરે છે. એર કન્ડિશન (એસી) ગરમીમાં ઠંડો ઠંડો અહેસાસ કરાવે છે. ઘણી વખત એસી બરાબર કુલિંગ આપતું નથી, તે પાછળ ઘણા કારણ હોય છે. જરૂરી નથી કે જો એસી કુલિંગ નથી આપી રહ્યુ તો, તે એસીના મેન્ટેનન્સ કરાવવું જોઇએ. જો તમે અમુક વાતનું ધ્યાન રાખો તો એસીનું કુલિંગ વધારી શકો છો. ચાલો જાણીયે એસીના ઉપયોગની અમુક સરળ ટીપ્સ અને ટ્રિક્સ (Photo - Freepik)
AC Cooling Trips And Tricks In Summer : ઉનાળામાં એસીનો ઉપયોગ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેનાથી એસી બરાબર કુલિંગ તો આપશે સાથે સાથે લાઈટબીલ પણ ઓછું આવશે.
એસી ચાલુ હોય ત્યારે બારી દરવાજા બંધ રાખો જે રૂમમાં એસી ચાલુ હોય તેના બારી દરવાજા બરાબર બંધ હોય તેનું ધ્યાન રાખો. જો બારી કે દરવાજા ખુલ્લા હશે તો બહારની ગરમ હવા રૂમમાં આવશે અને બરાબર કુલિંગ થશે નહીં. (Photo - Freepik)
એસીની સાથે પંખો ચાલુ રાખો જે રૂમમાં એસી ચાલુ હોય ત્યાં પંખો ચલાવવો. એસી સાથે પંખો ચલાવવાથી રૂમ ઝડપથી ઠંડો થઇ જાય છે. આમ કરવાથી એસી વધારે સમય સુધી ચાલુ રાખવાની જરૂર પડતી નથી અને લાંલા સમય સુધી રૂમમાં કુલિંગ રહે છે. (Photo - Freepik)
ટેમ્પરેચર કન્ટ્રોલનો ઉપયોગ કરો જો તમારા એસીમાં ટેમ્પરેચર કન્ટ્રોલ માટે ખાસ ફીચર છે, તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઇએ. જેમ કે ઇન્સ્ટન્ટ કુલિંગ, કન્ટ્રોલ પેનલ અને સમય પર બંધ કરવા માટે પ્રોગ્રામેબલ ટાઇમર જેવા ફીચરનો ઉપયોગ કરો. (Photo - Freepik)
એસીનું મેન્ટેનન્સ કરાવો એસીનું મેન્ટેનન્સ કરાવવું જરૂરી છે. નિયમિત એસીની સાફ સફાઇ અને યોગ્ય રીતે મેન્ટેનન્સ કરવું જોઇએ. એસીના ફિલ્ટરને સાફ રાખો, કુલિંગ કોઇલ્સને સાફ કરો અને જો જરૂરી હોય તો નિયમિત રીતે એસીની સર્વિસ કરાવવી જોઇએ. (Photo - Freepik)
એસીનો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ કરો એસીનો યોગ્ય રીતે અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ. એસીની જરૂર હોય ત્યારે જ ઉપયોગ કરો. રૂમમાં કોઇ ન હોય તો એસી બંધ રાખો. વિવિધ પ્રકારના એસીના ઉપયોગ કરવાની માર્ગદર્શિકાનું પાલન કરો. (Photo - Freepik)