DGCA તરફથી આપેલી જાણકારી પ્રમાણે એર ઈન્ડિયાના B787 વિમાન VT-ANB, અમદાવાદથી ટેકઓફ થયા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ પ્લેનમાં 242 લોકો સવાર હતા. જેમાં 2 પાયલટ અને 10 કેબિન ક્રૂ સામેલ હતા. વિમાનની કમાન કેપ્ટન સુમીત સભરવાલ પાસથી અને તેમની સાથે ઓફિસર ફ્લાઈવ કુંદર હતા.(Express photo by Bhupedra Rana)
ઘટના સ્થળે એમ્બ્યુલન્સો અને ફાયર બ્રિગેડની ગાડીઓનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. (Express photo by Bhupedra Rana)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અમદાવાદ આવવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે 1988માં અમદાવાદમાં આ પ્રકારની મોટી ઘટના ઘટી હતી. (Express photo by Bhupedra Rana)
મળતી માહિતી પ્રમાણે ગુજરાતના મંત્રીઓ અને મોટા નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સિવિલ હોસ્પિટલ આવી ચૂક્યા છે. સ્થિતિનું અવલોકન કરી રહ્યા છે. (Express photo by Bhupedra Rana)
એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી. અમદાવાદથી બપોરે 13.38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. (Express photo by Bhupedra Rana)
આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે.(Express photo by Bhupedra Rana)
વધુ માહિતી પૂરી પાડવા માટે અમે એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર 1800 5691 444 પણ સ્થાપિત કર્યો છે. એર ઇન્ડિયા આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે. (Express photo by Ajay saroya)