AMTS Bus Accident Photos : અમદાવાદ માં AMTS બસ ચાલકે આઠ વાહનોને લીધા અડફેટે, પાંચ ઈજાગ્રસ્ત
Ahmedabad Amts Bus Accident Jodhpur Star Bazar : અમદાવાદ જોધપુર ચાર રસ્તા નજીક સ્ટાર બજાર પાસે એએમટીએસ બસે આઠ વાહનોને અડફેટે લીધા, પાંચ વાહનોને ભારે નુકશાન. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
Ahmedabad Amts Bus Accident Jodhpur Cross Roads : રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે સતત વધી રહી છે. વધતી જતી વાહનોની સંખ્યા અને ટ્રાફિકની સમસ્યાથી પરેશાન અમદાવાદીઓ જીવ હથેળી પર લઈ વાહન ચલાવવા મજબુર બન્યા છે. ત્યારે ગત રાત્રે રવિવારે એક એએમટીએસ બસે જોધપુર સ્ટાર બજાર પાસે આઠ વાહનોને અડફેટે લીધા હતા. (ફોટો - સોશિયલ મીડિયા)
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના જોધપુર ચાર રસ્તા નજીક રવિવારે રાત્રે 9 વાગ્યા આસપાસ એએમટીએસ બસની ટક્કરથી આઠ વાહનોને ભારે નુકશાન પહોંચ્યું હતુ, આ અકસ્માતમાં પાંચ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.(ફોટો - સોશિયલ મીડિયા)
ઘટનાની જાણ થતા જ સેટેલાઈટ પોલીસ અને એન ટ્રાફિક ડિવિઝનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મામલો હાથ પર લઈ ટ્રાફિક સમસ્યાનું મહામહેનતે નિવારણ લા્યું હતુ, અને તપાસ શરૂ કરી હતી. (ફોટો - સોશિયલ મીડિયા)
તમને જણાવી દઈએ કે, બસ ઈસ્કોન તરફથી આવી રહી હતી, ત્યારે સિગ્નલ બંધ હતુ, પરંતુ બસ ઉભી જ ન રહી હતી આઠ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ કાર, બે રિક્ષા અને બે ટુવ્હીલરને ભારે નુકશાન પહોંચ્યું છે. (ફોટો - સોશિયલ મીડિયા)
અકસ્માતના ફોટામાં જોઈ શકાય છે કે, બે કાર અને એક રીક્ષાનો તો કચ્ચરઘાણ થઈ ગયો છે. આ ફોટા જોઈ સમજી શકાય છે કે, અકસ્માત કેટલો ગંભીર હશે. જોકે, સદનશીબે કોઈ જાનને હાની પહોંચી નથી. (ફોટો - સોશિયલ મીડિયા)
આ મામલે ટ્રાફિક પોલીસે મીડિયાને જણાવ્યું કે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો, અને ટ્રાફિક સમસ્યા, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા સહિતની કામગીરી હાથ પર લઈ પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો, પ્રાથમિક તપાસમાં એએમટીએસ બસની બ્રેક ફેઈલ થઈ જતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. (ફોટો - સોશિયલ મીડિયા)