-
ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો. જેના પગલે અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં ધુમ્મસની ચાદર છવાઈ હતી. અમદાવાદનો માહોલ પણ માઉન્ટ આબુ જેવો બની ગયો હતો. (Express photo by Nirmal Harindran)
-
અમદાવાદ શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે ઝીરો વિઝિબિલિટી થઈ હતી. અમદાવાદ શહેરમાં પહાડી વિસ્તારમાં છવાય એવો અદભૂત માહોલ સર્જાયો હતો. શહેરમાં જ માઉન્ટ આબુ જેવો માહોલ સર્જાયો હતો. (Express photo by Nirmal Harindran)
-
અમદાવાદ શહેરમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. જેના પગલે ઠંડીનો ચમકારો ઓછો થયો હતો. (Express photo by Nirmal Harindran)
-
અમદાવાદ શહેરમાં ઠંડીની વાત કરીએ તો મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. (Express photo by Nirmal Harindran)
-
ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી ઓછું તાપમાન હતું. જ્યારે સુરત 21.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું.(Express photo by Nirmal Harindran)
-
હવામાન વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં બે દિવસમાં 2-5 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. હવામાન વિભાગે આજે સોમવાર સવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી.
