Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Ahmedabad-Rath-Yatra-2024-2.jpg)
અમદાવાદમાં 147મી રથયાત્રા 7 જુલાઇ, 2024ના રોજ યોજાશે. જો કે અમદાવાદના જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરનો ઇતિહાસ રથયાત્રા કરતા પણ જુનો છે. અમદાવાદના જગન્નાથ મંદિરનો ઇતિહાસ લગભગ 460 વર્ષ જુનો છે. દર વર્ષ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો- ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. (Photo: jagannathjiahd.org)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Ahmedabad-Jagannath-Mandir-.jpg)
એવું કહેવાય છે કે, 460 વર્ષ પહેલાં અમદાવાદમાં જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે, તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું. હનુમાનદાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમણે ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની તેમની એક મુલાકાત દરમિયાન તેમણે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર (ગુજરાતમાં બલદેવ તરીકે ઓળખાય છે), અને બહેન સુભદ્રાની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરાવી હતી. (Photo: jagannathjiahd.org)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/ahmedabad-rath-yatra-route-2024-jay-jagannath.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/rath-name-of-jagannath-balaram-subhadra.jpg)
વર્ષ 1878માં મહંત નરસિંહદાસજી મંદિરના ચોથા મહારાજ બન્યા. તેમને એક દિવસ સપનામાં ભગવાન જગન્નાથજીના દર્શન થયા. તેમણે પુરીની તર્જ પર અમદવાદમાં રથયાત્રાની શરૂઆત કરવામાં હતી. આમ 2 જુલાઈ 1878ના રોજ અમદાવાદ સૌ પ્રથમ રથયાત્રા નીકળી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નિકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નિકળી નગરજનોને દર્શન આપે છે. (Photo: jagannathjiahd.org)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Ahmedabad-Rath-Yatra-Pahind-Vidhi-.jpg)
અમદાવાદની રથયાત્રામાં પુરીના જગન્નાથ મંદિરની પરંપરા અનુસરવામાં આવે છે. પુરીના જગન્નાથ મંદિરની જેમ અમદાવાદની રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી પહિંદ વિધિ કરે છે. પહિંદ વિધિમાં મુખ્યમંત્રી સોનાની સાવરણી વડે ભગવાનના રથનો રસ્તો સાફ કરે છે. આ વખતે પહિંદ વિધિ સીએમ ભૂપેન્દ્ર પટેલ કરવાના છે. (Photo: jagannathjiahd.org)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Ahmedabad-Jagannath-Rath.jpg)
અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ તેમના મોટાભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળે છે. ત્રણેય ભગવાન અલગ અલગ 3 રથમાં બિરાજમાન થાય છે. ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદીધોષ છે. તેવી જ રીતે બલરામજીના રથને તાલધ્વજ અને બહેન સુભદ્રાજીના રથને પદ્માધ્વજ કહેવામાં આવે છે. ત્રણેય રથનો રંગ પણ અલગ અલગ હોય છે. (Photo: jagannathjiahd.org)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/ahmedabad-jagannath-mandir-1.jpg)
અમદાવાદ રથયાત્રાનો રૂટ 16 કિમી લાંબો છે. સવારે ભગવાન જગન્નાથ જમાલપુર સ્થિત મંદિરમાંથી પ્રસ્થાન થાય છે - ખમાસા આસ્ટોડિયા -રાયપુર -સારંગપુર અને કાલુપુર બ્રીજ થઇ બપોરે 11.30 વાગે આસપાસ સરસપુર મોસાળ પહોંચે છે. સરસપુરમાં ભગવાનનું મામેરું થાય છે અને પ્રસાદ ભોગ ધરાવવામાં આવે છે. ત્યારબાદ 1 વાગે ત્રણેય રથ નીજ મંદિર પરત આવવા નીકળે છે.(Photo: jagannathjiahd.org)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Jagannath-Lord-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Ahmedabad-Jagannath-Temple.jpg)
અમદાવાદ રથયાત્રામાં ઘણી ધાર્મિક વિધિ કરવામાં આવે છે. જેમાા જળયાત્રા અને નેત્રોત્સવ વિધિ સૌથી મહત્વપૂર્ણ છે. જેઠ અમાસના દિવસે ભગવાન જગન્નાથજી, બલરામ અને બહેન સુભદ્રાની આંખે બાંધેલા પાટા ખોલવામાં આવે છે, જેને નેત્રોત્સવ વિધિ કહેવાય છે. (Photo: jagannathjiahd.org)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Ahmedabad-Rath-Yatra-Madal.jpg)
અમદાવાદ રથયાત્રા ધાર્મિક તહેવારની સાથે સાથે ભક્તિ, આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ હોય છે. મોટી સંખ્યામાં શણગારેલા ટ્રક, ભજન મંડળીઓ, અખાડાના કુસ્તીબાજો રથયાત્રામાં જોડાય છે. (Photo: jagannathjiahd.org)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Ahmedabad-Rath-Yatra-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Ahmedabad-Rath-Yatra-jagannath-Mameru.jpg)
અમદાવાદનું સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ છે. રથયાત્રાના દિવસે સરસપુરમાં ધામધુમથી ભગવાન ભગવાનના મામેરાની વિધિ કરવામાં આવે છે. મામેરામાં ભગવાનને સુંદર વાધા અને દાગીના ભેટ ધરવામાં આવે છે. ઉપરાંત રથયાત્રામાં આવેલા સંત - ભક્તો અને ભજન મંડળીના લોકો માટે સરસપુરની પોળમાં જમણવારનું આયોજન કરવામાં આવે છે. જેમા મોટી સંખ્યામા ભક્તો પ્રસાદ ગ્રહણ ધન્યતા અનુભવે છે. (Photo: jagannathjiahd.org)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Ahmedabad-Rath-Yatra-1-1.jpg)
અમદાવાદ રથયાત્રા કોમી એખલાસ અને સૌહાર્દનું પ્રતિક માનવામાં આવે છે. અમદાવાદની રથયાત્રાનો કુલ રૂટ 16 કિમી લાંબો છે. રૂટ દરમિયાન ઘણા મુસ્લિમ વિસ્તાર માંથી રથયાત્રા પસાર થાય છે. જો કે રથયાત્રા દરમિયાન કેટલીક વખત અનિચ્છનિય ઘટના બની છે. વર્ષ 1946માં બે સમુદાયો વચ્ચે કોમી રમખાણ થયા. કોમી રમખાણ રોકવામાં બે હિન્દુ - મુસ્લિમ મિત્ર વસંતરાવ હેગિષ્ટે અને રજબ અલી લાખાણીએ શહીદી વહોરી હતી. વર્ષ 1985માં તત્કાલિન સરકારે રથયાત્રા યોજવા મંજૂરી આપી નહીં જો કે સરજુપ્રસાદ નામના હાથીએ આડશ માટે મૂકેલી પોલીસવાન સૂંઢ વડે ધક્કો મારી હટાવી દીધી હતી. તો 1993માં રથયાત્રા પર હોઇ ગોળીબાર ન કરે તેની માટે બુલેટપ્રુફ કાચ લગાડવામાં આવ્યા હતા. (Photo: jagannathjiahd.org)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us