Big Accident in Ahmedabad, SG highway iskcon bridge accident updates : બુધવારે મોડી રાત્રે અમદાવાદના એસજી હાઈવે પર ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાતના સમયે અકસ્માત જોવા માટે ઇસ્કોન બ્રિજ લોકોનું ટોળું અકસ્માત જોવા માટે ઊભું હતું. આ સમયે રાજપથ ક્લબ તરફથી ફૂલ સ્પીડમાં આવી રહેલી લક્ઝરીયસ કારે ટોળાને અડફેટે લીધું હતું.
અમદાવાદઃ અમદાવાદમાં પોશ ગણાતો એસજી હાઈવે અકસ્માતો માટે જાણીતો છે. હીટ એન્ડ રન જેવી ઘટનાઓ અહીં છાસવારે બનતી રહી છે. ત્યારે બુધવારે મોડી રાત્રે અમદાવાદના એસજી હાઈવે પર ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાતના સમયે અકસ્માત જોવા માટે ઇસ્કોન બ્રિજ લોકોનું ટોળું અકસ્માત જોવા માટે ઊભું હતું. આ ટોળામાં એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડ પણ હતા. (Express photo by Nirmal Harindran)
આ સમયે કર્ણાવતી ક્લબ તરફથી ફૂલ સ્પીડમાં આવી રહેલી લક્ઝરીયસ કારે ટોળાને અડફેટે લીધું હતું. જેના પગલે કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત કુલ 9 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. (Express photo by Nirmal Harindran)
અકસ્માત એટલો ભયાનક હતો કે આ ગોઝારો અકસ્માત અમદાવાદનો સૌથી મોટો અકસ્માત માનવામાં આવી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના એસજી હાઈવે પર ઇસ્કોન બ્રિજ પર રાતના સમયે ડમ્પરની પાછળના ભાગે મહિન્દ્રા થાર જીપ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. (Express photo by Nirmal Harindran)
અકસ્માતને જોવા માટે લોકોનું ટોળું એકઠું થયું હતું. અકસ્માત જોઈ રહેલા લોકો પૈકી કેટલાક કમનસિબ લોકોને ખબર ન્હોતી કે એક કાર મોતનો બનીને તેમના ઉપરથી ફરી વળશે. (Express photo by Nirmal Harindran)
લોકોનું ટોળું અકસ્માત જોઈ રહ્યું હતું ત્યારે કર્ણાટવતી ક્લબ તરફથી આશરે 150થી વધારે સ્પીડમાં આવી રહેલી એક જેગુઆર કારે ટોળાને અડફેટે લીધી હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. (Express photo by Nirmal Harindran)
આ અકસ્માત એટલો ભયાનક હતો કે લોકો 25-30 ફૂટ ફંગોળાયા હતા. અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અન્ય 10 જેટલા લોકોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. (Express photo by Nirmal Harindran)
જ્યાં બીજા ત્રણ લોકોના પણ મોત થયાના સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માતમાં કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન સહિત કુલ નવ લોકોના મોત થયાનું સૂત્રો જણાવી રહ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે નજરે જોનારા લોકો હચમચી ઉઠ્યા હતા. (Express photo by Nirmal Harindran)
અમદાવાદનો સૌથી મોટો અકસ્માત ગણી શકાય તેવા અકસ્માત બાદ રસ્તા પર ચારે તરફ લોહીના ખાબોચિયા ભરાયા હતા. પોલીસ ઇજાગ્રસ્તોની મદદમાં હતી તે દરમિયાન વરસાદ શરૂ થઈ ગયો હતો અને રસ્તા પર લોહી ફેલાઈ રહ્યું હતું જે ખૂબ જ બિહામણું દ્રશ્ય હતું. (Express photo by Nirmal Harindran)
જે લોકોના આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા તેમાં ઘણા લોકોના ફોન રસ્તા પર પડ્યા હતા તેમના ચપ્પલ કપડા આમ તેમ રસ્તા પર વિખરાયેલા પડે છે આ એક બિહામણું દ્રશ્ય ઇસ્કોન બ્રિજ ઉપર ઉભું થયું હતું. તેનાથી વધુ ગંભીર સ્થિતિ સોલા સિવિલ હોસ્પિટલમાં જોવા મળી જ્યાં મૃતકોના સ્વજનો કરૂણ આક્રંદ કરી રહ્યા છે. (Express photo by Nirmal Harindran)