Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/sabarmati-riverfront-night.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/jadeshwar-van.jpg)
જડેશ્વર વન અમદાવાદનો સૌથી મોટો પાર્ક છે. અમદાવાદા ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન 8.55 હેક્ટરમાં બનેલો સુંદર પાર્ક છે. જડેશ્વર વનમાં વિવિધ પ્રકારના વૃક્ષો અને ઔષધિય છોડ છે. જડેશ્વર વનમાં 2.5 લાખથી વધારે ફુલછોડ અને વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાં ઋતુ અનુસાર ફુલ આપતા સુંદર છોડ છે. રંગબેરંગી ફુલ જડેશ્વર વનને વધુ સુંદર બનાવે છે. આ પાર્કમાં એક નાનું તળાવ પણ છે અને તેની ઉપર નાનો પુલ છે, જે જડેશ્વરની સુંદરમાં ચાર ચાંદ લગાવે છે. 1 કિમ લાંબો વોકિંગ ટ્રેક અને જોગિંગ ટ્રેકની સુવિધા પણ છે. (Photo - Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/sabarmati-riverfront.jpg)
સાબરમતી રિવરફ્રન્ટને અમદાવાદની શાન ગણાવામાં આવે છે. સાબરમતી રિવરફ્રન્ટ નાના બાળકોથી લઇ મોટા વ્યક્તિઓ માટે ફરવા માટે ફેરવિટ સ્થળ છે. નદી કિનારે ઠંડા પવન, વહેતું પાણી, સાંજનું નયનરમ્ય દ્રશ્ય આંખોને ઠંડક આપે છે. સાબરમતીમાં બોટિંગની મજા માણી શકો છો. તો સાબરમતી નદીમાં બે માળની ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં જમવાનો અનુભવ યાદગાર બની રહે આવે છે. અટક બ્રિજ, નાના બાળકો માટે પણ સાઇકલિંગથી લઇ નદીમાં એર બલૂનમાં જમ્પિંગ જેવી વિવિધ એક્ટિવિટીની પણ સુવિધા છે. રિવરફ્રન્ટ પર બનેલા સુંદર ગાર્ડનમાં પાર્ટનર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી શકો છો. ટુંકમાં કહીયે તો પાર્ટનર, ફેમિલી કે મિત્રો સાથે રિવરફ્રન્ટ વિકેન્ડમાં ફરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ શ્રેષ્ઠ સ્થળ છે. (Photo - Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/science-city-ahmedabad.jpg)
જો તમને અને તમારા બાળકને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ છે તો સાયન્સ સિટીની મુલાકાત લેવી જોઇએ. સાયન્સ સિટીમાં વિજ્ઞાનના રહસ્યોને મનોરંજન સાથે સરળ ભાષામાં સમજી શકાય તેવા સુવિધાઓ છે. 107 હેક્ટર વિસ્તારમાં બનેલી સાયન્સ સિટી હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ, લાઇફ સાયન્સ પાર્ક, ઈલેક્ટ્રોડ્રોમ, પ્લેનેટ અર્થ, 3-ડી આઈમેક્સ થિયેટર, ડાન્સિંગ ફાઉન્ટેન, એનર્જી પાર્ક, સ્ટીમ્યુલેશન રાઈડો, એમ્ફી થિયેટર, માછલી ઘર સહિત ઘણુ બધુ જોવાલાયક છે. એક ખાસ વાત સાયન્સ સિટીમાં એન્ટ્રી ફ્રી છે. (Photo - Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Kankaria-Lake.jpg)
કાંકરિયા અમદાવાદનું સૌથી જૂનું અને પ્રખ્યાત ફરવાનું સ્થળ છે. કાંકરિયા તળાવની પાળે બેસી સુંદર સૂર્યાસ્તને નિહાળવું, પ્રાણી સંગ્રહાલયમાં વિવિધ પ્રાણી - પક્ષીઓ જોવા, નોકટરલ ઝુ, અટલ ટ્રેનમાં મુસાફરીની મજા તમારા વિકેન્ડને યાદગાર બનાવશે. કાંકરિયા તળાવની વચ્ચે આવલી નગીના વાડીમાં ડાન્સિંગ ફાઉન્ટેન અને લેસર શો જોવાનું ચૂકશો નહીં. પ્રાણી સંગ્રહાલયમા વિવિધ પક્ષીઓ, પશુઓ, સિંહ, વાઘ, ચિત્તો જેવા હિંસક પ્રાણીઓ જવાની બળકોને બહુ મજા પડશે. (Photo - Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/parimal-garden-ahmedabad.jpg)
પરિમલ ગાર્ડન અને લો ગાર્ડન અમદાવાદના પ્રખ્યાત બગીચા છે. બનંને બગીચા થોડાંક અંતરે આવેલા છે. આથી તમે સરળતાથી એક સાથે બંને ગાર્ડનની મુલાકાત લઇ શકો છો. પરિમલ ગાર્ડનમાં સુંદર કમલ ખીલેલા પાણીનું કુંડ, લીલાછમ ઉંચા વૃક્ષો, શાંત વાતાવરણ તમને તમામ ચિંતા અને તણાવમાં રાહત આપશે. લો ગાર્ડનમાં નિરાંતે બેસવાની અને લટાર મારવાની મજા પડશે. લો ગાર્ડનની બહાર ટ્રેડિશનલ ચીજ વસ્તુઓના માર્કેટમાંથી શોપિંગ કરો અને પછી બાજુની હેપ્પી સ્ટ્રીટમાં જઇ મનપસંદ વાનગી જમીને તમારી ભૂખને શાંત કરો. ઉનાળામાં અમદાવાદના આ 5 સ્થળોનો પ્રવાસ યાદગાર રહેશે. (Photo - Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us