Alia Bhatt | આલિયા ભટ્ટએ તાજતેરમાં વાઈટ ફ્લોરલ સાડીમાં લેટેસ્ટ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જે ખુબજ એલિગન્ટ છે અને 90 ટીઝના રેટ્રો લુકની યાદ અપાવે છે.
આલિયા ભટ્ટ : આલિયા ભટ્ટ બોલીવુડની જાણીતી એકટ્રેસ માંથી એક છે, તેણે બોલીવુડ સ્ટાર રણબીર કપૂર સાથે લગ્ન કર્યા છે. તેમની એક ક્યૂટ દીકરી રાહા પણ છે. એકટ્રેસ તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બન્ને લીધે લાઈમલાઈટમાં રહે છે. તેણે ગંગુબાઈ કાઠિયાવાડી થી લઈને ડાર્લિંગ જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે, એકટિંગ સિવાય તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે.
આલિયા ભટ્ટ ફેશન : આલિયા ભટ્ટએ વાઈટ ફ્લોરલ પ્રિન્ટેડ સાડીમાં સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે વાઈટ લવન્ડર પાતળી બોર્ડર વાળી લવન્ડર અને લાઈટ પિન્ક ફ્લોરલ પ્રિન્ટેડ સાડીમાં છે જેના પર તેણે એલ્બો લેન્થ ડીપ વી શેપ્ડ નેકલાઇન વાળો બ્લાઉઝ પસંદ કર્યો છે.
આલિયા ભટ્ટ ફેશન : આલિયા ભટ્ટની આ સાડીનું ફેબ્રિક સિલ્ક છે, તેણે સાડીને દક્ષણી રીતે પહેરી છે અને પલ્લું ઢળતો રાખ્યો છે, જે સાડીની ફ્લોરલ ડિઝાઇનને વધુ વાઇબિંગ બનાવે છે અને તેના રેટ્રો લુકમાં યુનિક ટચ આપે છે.
આલિયા ભટ્ટ ફેશન : આલિયા ભટ્ટે આ ટ્રેડિશનલ લુકમાં અલગ અલગ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું છે, તેણે સાડી સાથે મેચિંગ વાઈટ રોઝ સાથે પણ ફોટો શેર કર્યા છે જે સાબિત કરે છે બધા કલરમાં વાઈટ કલર સૌથી બેસ્ટ છે.
આલિયા ભટ્ટ : આલિયા ભટ્ટે આ લુકમાં ખાસ પર્લ મોતી નેકલેસ સાથે સિમ્પલ લુક રાખ્યો છે જેને તેણે મિનિમલિસ્ટિક મેકઅપ સાથે કમ્પ્લીટ કર્યો છે, જેમાં તેણે ન્યૂડ લિપસ્ટિક અને હાઈલાઈટર સાથે લુક એલિગન્ટ ટચ આપી છે.