Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Anil-Net-Worth.jpg)
અનિલ અંબાણી એક સમયે વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ હતા. ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીએ પોતાની કારકિર્દી અને જીવન દરમિયાન અનેક ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. વર્ષ 2020માં નાદાર જાહેર થયા હોવા છતાં અનિલ અને તેની પત્ની અને બોલીવૂડ અભિનેત્રી ટીના અંબાણી વૈભવી જીવન જીવી રહ્યા છે. આજે આપણે વાત કરીશું અનિલ અંબાણી અને ટીના અંબાણીની લક્ઝુરિયસ લાઈફસ્ટાઇલ, હજારો કરોડનો બંગલો, પ્રાઈવેટ જેટ, ક્રિયા કાર કલેક્શન અને નેટવર્થ વિશે. (Image: @tinaambaniofficial)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/anil-ambani-With-sister.jpg)
અનિલ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઇ અંબાણીના નાના પુત્ર છે. ધીરુભાઈ અંબાણીને 2 પુત્ર અને 2 પુત્રી કુલ 4 સંતાન છે. જેમના નામ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, નીના કોઠારી અને દીપ્તિ સાલગાઓકર છે. (Image: @ tinaambaniofficial)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Anil-Ambani-With-Family.jpg)
અનિલ અંબાણી ઉદ્યોગપતિ છે. અનિલ અંબણીએ બોલીવુડ અભિનેત્રી ટીના અંબાણી સાથે લગ્ન કર્યા છે. તેમને બે પુત્ર છે - જય અનમોલ અંબાણી અને જય અનશુલ અંબાણી. જેમા મોટા પુત્ર જય અનમોલના કૃશા શાહ સાથે લગ્ન થયા છે. (Image: @tinaambaniofficial)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Anil-Ambani-With-Sons.jpg)
મુંબઈના સૌથી પોશ વિસ્તાર ગણાતા પાલી હિલ વિસ્તારમાં આવેલા અનિલ અંબાણીના 17 માળના મકાનનું નામ Abode છે. આ ઘર 16000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. વર્ષ 2000ની આસપાસ આ મોંઘી અને આલીશાન પ્રોપર્ટી રિલાયન્સે ખરીદી હતી. આ બિલ્ડિંગમાં રૂફટોપ હેલિપેડ છે, જેના પર ઘણા હેલિકોપ્ટર એકસાથે ઉતરી શકે છે. 66 મીટર ઊંચા આ ઘરમાં ઓપન સ્વિમિંગ પૂલ, વિશાળ ટેરેસ ગાર્ડન, મલ્ટીપલ જીમ અને ગેરેજ છે. અનિલ અંબાણીના દરેક સભ્ય માટે એક ફ્લોર છે અને તે મુંબઈની સ્કાયલાઇનનો એક સરસ નજારો આપે છે. ઘરનું ઇન્ટિરિયર ઇન્ટરનેશનલ આર્કિટેક્ટ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઉપરાંત આ આલીશાન ઘરમાં આરામદાયક રેકલાઈનર્સ, મોંઘાદાટ સોફા સેટ અને શાહી ગ્લાસ વિંડો છે. અનિલ અને ટીના અંબાણી આ ઘરમાં તેમના બે પુત્રો અને પુત્રવધૂ કુશા શાહ સાથે રહે છે. (Image: @tinaambaniofficial)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/private-jet.jpg)
અનિલ અંબાણી પરિવાર પાસે પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે. અલ્ટ્રા-લોંગ જેટ બોમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ એક્સઆરએસની કિંમત 311 કરોડ રૂપિયા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર આ લક્ઝુરિયસ પ્રાઇવેટ જેટમાં 3 કેબિન ઝોન છે. 6390 નોટિકલ માઇલની રેન્જ ઓફર કરતા આ પ્રાઇવેટ જેટમાં અંબાણી પરિવાર આરામથી પ્રવાસ કરે છે. (Image: @tinaambaniofficial)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Anil-AmBani-Car-Collection.jpg)
અંબાણી પરિવારના ગેરેજમાં ઘણી મોંઘી લક્ઝુરિયસ કાર છે. જેમા
રોલ્સ રોયસ ફેન્ટમઃ 3.5 કરોડ રૂપિયા
ઓડી Q7: 88-97 લાખ રૂપિયા
મર્સિડીઝ જીએલકે350: 77 લાખ રૂપિયા
આ ઉપરાંત અંબાણી પરિવાર પાસે મોંઘી લેક્સસ એક્સયુવી કાર પણ છે. (Image: @tinaambaniofficial)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Anil-Ambani.jpg)
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર બિઝનેસમાં જંગી નુકસાન અને દેવું તેમજ નાદાર થવા છતાં અનિલ અંબાણી કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે. અનિલ અંબાણી પાસે લગભગ 2.99 કરોડ ડોલર એટલે અંદાજે 249 કરોડ રૂપિયા રૂપિયાની નેટવર્થ છે. જીક્યૂ અનુસાર તેમની કંપનીની માર્કેટ વેલ્યૂ લગભગ 10,759 કરોડ રૂપિયા છે. (Image: @tinaambaniofficial)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Anil-Ambani-With-With-Tina-Ambani.jpg)
ન્યુઝ18ના એક રિપોર્ટ્સ અનુસાર ટીના અંબાણીની નેટવર્થ લગભગ 2331 કરોડ રૂપિયા છે. આમ ટીના અને અનિલ અંબાણીની કુલ સંયુક્ત સંપત્તિ 2500 કરોડ રૂપિયાથી વધુ થાય છે. પોતાની કારકિર્દી અને બિઝનેસમાં નુકસાન અને અનેક પડકારો છતાં અનિલ અને ટીના અંબાણી વૈભવી અને લક્ઝુરિયસ જિંદગી જીવે છે. અને આ બાબત તેમની લાઇફસ્ટાઇલ, આલિશાન ઘર અને મોંઘીદાર કારમાં પ્રતિબિંબિત થાય છે. (Image: @tinaambaniofficial)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us