Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Haflong-Hill-Station.jpg)
હિલ સ્ટેશન માટે ઉત્તરાખંડ અને હિમચાલ પ્રદેશ પ્રખ્યાત છે. અહીં સૌથી વધુ હિલ સ્ટેશન આવેલા છે. ગુજરાત જેમ આસામમાં પણ માત્ર એક હિલ સ્ટેશન છે, તે કુદરતી સૌંદર્યના મામલે જરાય કમ નથી. અહીં આસામના એક માત્ર હાફલોંગ હિલ સ્ટેશન અને આસપાસના જોવાલાયક સ્થળો વિશે જાણકારી આપી છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/hill-station-trip.jpg)
હાફલોંગ હિલ સ્ટેશન આસામનું એક ગીરીમથક છે, જે હસાઓ જિલ્લામાં એક પહાડી વિસ્તાર છે. હાફલોંગ હિલ સ્ટેશન દરિયાની સપાટીથી 3000 ફિટથી વધુ ઉંચાઇ પર આવેલું છે. હફલોંગને આસામના લોકો પૂર્વનું મિની સ્વિત્ઝરલેન્ડ કહે છે. ઉપરાંત વ્હાઇટ એટ હિલોક નામથી પણ ઓળખાય છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/haflong-hill-station-assam-.jpg)
આસામનું હાફલોંગ હિલ સ્ટેશન, ઉંચા પહાડ, ગાઢ જંગલ, તળાવ ઝરણાં માટે પ્રખ્યાત છે. ખાસ કરીને પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે. અહીંનું શાંત અને શુદ્ધ વાતાવરણ પ્રવાસીઓના મને શાંતિ આપે છે. હાફલોંગ થી હિમાલય પર્વતનો સુંદર નજારો પણ જોવા મળે છે. ચોમાસામાં હાફલોંગ સોળે કળાએ ખીલી ઉઠે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/haflong-Lake.jpg)
હાફલોંગ તળાવ આ હિલ સ્ટેશનનું સૌથી સુંદર જોવાલાયક સ્થળ છે. આ તળાવ ઉંચા ઉંચા પહાડ અને ગાઢ જંગલ વચ્ચે આવેલું છે. આ તળાવની આસપાસની હરિયાળી પ્રવાસીઓને આકર્ષિત કરે છે. તળાવના કિનારે બેસી કુદરતી સૌંદર્ય જોવાનો અનુભવ યાદગાર રહે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/panimur-waterfall.jpg)
આસામના દીમા હસાઓ જિલ્લામાં આવેલું પાનીમુર વોટરફોલ એક સુંદર અને લોકપ્રિય પ્રવાસ સ્થળ છે. આ ઝરણું તેના આસમાની પાણી માટે પ્રસિદ્ધ છે. પાનીમુર વોટરફોલ પ્રકૃતિ પ્રેમી અને ફોટોગ્રાફર માટે જન્નત સમાન છે. હાફલોગ હિલ સ્ટેશન પર હાફલોંગ તળાવ અને પાનીપુર વોટરફોલ ઉપરાંત ઓર્કિડ ગાર્ડન હાફલોંગ, જતિંગા ગામ અને હાફલોંગ વ્યૂ પોઇન્ટ જેવા આકર્ષક સ્થળોની પણ મુલાકાત લેવી જોઇએ. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Haflong-Hill-Station-Tour.jpg)
હાફલોંગ પહોંચવું સરળ છે. હાફલોંગ બસ, ટ્રેન અને વિમાન માર્ગે પહોંચી શકાય છે. હાફલોંગ હિલ સ્ટેશનની સૌથી નજીક સિલચર એરપોર્ટ છે, જે લગભગ 106 કિમી દૂર છે. ઉપરાંત આસામના કોઇ પણ શહેરથી હાફલોંગ રેલવે સ્ટેશન પહોંચી હાફલોંગ હિલ સ્ટેશન ફરવા જઇ શકાય છે. હાફલોંગ હિલ સ્ટેશન આસામના પાટનગર ગોવાહાટીથી 320 કિમી દૂર છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us