ગુજરાત વિધાનસભા ચૂંટણી: શું પતિ રવિન્દ્ર જાડેજાના કારણે BJPએ રિવાબાને ટિકીટ આપી?
Gujarat assembly election: આગામી વિધાનસભા ચૂંટણીને (Assembly election 2022) હવે ગણતરીના દિવસો છે. ત્યારે આ ચૂંટણી માટે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું 89 બેઠક માટે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 92 બેઠક માટે મતદાન થશે. આ વખતે ભાજપે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો ભાગ રવિન્દ્ર જાડેજાની (Ravindra jadeja`) પત્ની રિવાબા જાડેજાને (Rivaba jadeja) પ્રથમવાર ટિકીટ આપી છે.
ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી (Gujarat Election) માટે રિવાબા જાડેજાને (Rivaba Jadeja) ટિકીટ આપી મેદાને ઉતારી છે. બીજેપીએ(BJP) રિવાબાને જામનગર નોર્થથી ઉમેદવાર બનાવ્યા છે. મહત્વનું છે કે, રિવાબા ટીમ ઇન્ડિયાના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની અર્ધાંગિની છે. (Photo: Rivaba Jadeja Facebook)
પત્રકાર રાજદીપ સરદેસાઇના સવાલનો જવાબ રિવાબાએ વિનમ્રતા સાથે જવાબ આપ્યો હતો. રિવાબાએ કહ્યું કે, મને ગર્વ છે કે, મારી સાથે મારા પતિનું નામ જોડેયેલું છે. જો કોઇ એવી વાત કરે છે કે તેના નામના કારણે મને ટિકીટ મળી છે તો તે ખરું છે.
રિવાબાએ આ વાતચીત આગળ વધારતા કહ્યું હતુ કે, આ વખતે તેને રવિન્દ્ર જાડેજાની પત્નીના નામ પર ટિકટ મળી છે, પરંતુ તે બીજેપી નેતૃત્વની ઉમ્મીદ પર ખરી ઉતરશે તેમજ હવે પછી ટિકીટ મળશે તો કોઇની પત્નીના રૂપમાં નહીં પણ રિવાબા જાડેજાના રૂપમાં મળશે.
ઉલ્લેખનીય છે કે, રિવાબા જાડેજા વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલા બીજેપી સાથે તેને રાજકીય સફરની શરીઆત કરી હતી. ત્યારે રિવાબા પ્રથમ વાર ચૂંટણીમાં ભાગ લઇ રહી છે. ત્યારે જોઇ લોકો રિવાબાને મોકો આપે છે કે નહીં. (Photo: Rivaba Jadeja Facebook)