ATM Card Fee Insurance Cover: એટીએમ કાર્ડ પર મળે છે 20 લાખ સુધીનો મફત વીમો, જાણો નિયમ અને શરતો
Insurance Cover On ATM Card: એટીએમ કાર્ડ પર મફત ઇન્સ્યોરન્સ કવર વિશે બહુ ઓછા લોકો જાણે છે. ચાલો જાણીયે એટીએમ કાર્ડ ક્યા સંજોગોમાં કેટલો ઇન્સ્યોરન્સ કવર મળે છે.
એટીએમ કાર્ડ પર મફત ઇન્સ્યોરન્સ કવર (Insurance Cover On ATM Card) એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ આપણે બધા વપરાય છે. જો કે બહુ ઓછા લોકોને એટીએમ કાર્ડ પર ઉપલબ્ધ વીમા કવચ વિશે જાણકારી હશે. જી હાં, આપણે જે એટીએમ કાર્ડ વાપરીયે છે તેના પર કોઇ પણ પ્રકારનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ચૂકવ્યા વગર મફત વીમા કવચ મળે છે. જો કે એટીએમ પર ઇન્સ્યોરન્સ પોલીસ બેંક અને કાર્ડ મુજબ અલગ અલગ હોઇ શકે છે. (Photo: Freepik)
જાણકારી ના અભાવે લાભથી વંચિત એટીએમ કાર્ડ બધા વાપરે છે પરંતુ બહુ ઓછો લોકોને એટીએમ પર મળતા ઇન્સ્યોરન્સ વિશે જાણકારી હોય છે. બેંક તરફથી એટીએમ કાર્ડ ઇસ્યુ કર્યા બાદ તરત જ કાર્ડધારકને એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ અને કસમય મૃત્યુનું ઇન્સ્યોરન્સ મળે છે. દેશમાં મોટાભાગના લોકો એ વાતથી અજાણ છે કે તેમના ડેબિટ કાર્ડ - એટીએમ કાર્ડ પર પણ લાઈફ ઇન્સ્યોરન્સ કવર મળે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઇટ મુજબ પર્સનલ એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ (મૃત્યુ) નો એર ઇન્સ્યોરન્સ ડેબિટ કાર્ડધારકને કસમય મૃત્યુના કિસ્સામાં વીમા ઉપલબ્ધ કરાવે છે. (Photo: Canva)
એટીએમ કાર્ડ પર મફત જીવન વીમા કોઇ પણ બેંકના એટીએમ કાર્ડનો 45 દિવસથી વધુ દિવસ સુધી ઉપયોગ કર્યો છે તો મફત જીવન વીમા સુવિધા ઉપલબ્ધ થઇ શકે છે. તેમાં અકસ્માત વીમો અને જીવન વીમો બંને સામેલ છે. એટીએમ કાર્ડધારક બંને સ્થિતિમાં ઇન્સ્યોરન્સ ક્લેમ કરી શકે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, એટીએમ કાર્ડ પર ઈન્સ્યોરન્સ પોલિસી માટે બેંક તરફથી કોઇ મફત આપવામાં આવે છે. (Photo: Freepik)
એસબીઆઈ એટીએમ કાર્ડ પર મફત વીમા કવચ એટીએમ કાર્ડની કેટેગરી અનુસાર જીવન વીમાની રકમ નક્કી થાય છે. એસબીઆઈ પોતાના ગોલ્ડ એટીએમ કાર્ડધારકને પર્સનલ એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ કવર પર (Death On Non Air) 2 લાખ રૂપિયાનું વીમા કવચ ઉપલબ્ધ કરાવે છે. તો પ્રીમિયમ માસ્ટર કાર્ડધારકને 5 લાખ, એસબીઆઈ પ્રાઇડ (બિઝનેસ ડેબિટ કાર્ડ) પર 2 લાખ રૂપિયા, એસબીઆઈ પ્રીમિયમ (બિઝનેસ ડેબિટ કાર્ડ) પર 5 લાખ રૂપિયા અને એસબીઆઈ વીઝા સિગ્નેચર ડેબિટ કાર્ડ પર 10 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર મળે છે. તો પર્સનલ એર એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ કવર પર ઉપરોક્ત કરતા ઇન્સ્યોરન્સ કવર બમણું થઇ જાય છે. તમામ સરકારી અને ખાનગી બેંક તેના ડેબિટ કાર્ડ - એટીએમ કાર્ડ પર અલગ અલગ જીવન વીમા પોલિસી આપે છે. (Photo: Freepik)
એટીએમ કાર્ડ ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી એટીએમ કાર્ડ પર બેંક મફત વીમા પોલિસી આપે છે, જો કે તેની માટે પણ કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. એટીએમ કાર્ડ પર ઈન્સ્યોરન્સ પોલિસીનો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે ચોક્કસ સમયગાળા દરમિયાન તે એટીએમ કાર્ડ વડે ટ્રાન્ઝેક્શન થયા હોય. આ સમયગાળો બેંક અનુસાર અલગ અલગ હોઇ શકે છે. (Photo: Freepik)
એટીએમ કાર્ડ પર ઇન્સ્યોરન્સ પોલિસીનો ફાયદો ઉઠાવવા માટે કાર્ડધારકે 30 દિવસની અંદર ઓછામાં ઓછા વખત એટીએમ ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી હોય છે. તો અમુક એટીએમ કાર્ડ પર ઇન્સ્યોરન્સ કવર એક્ટિવેટ કરવા માટે 90 દિવસની અંદર એક વખત ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી હોય છે. (Photo: Freepik)