અવનીત કૌર ફેસ્ટિવલ લુક | બોલિવૂડ અભિનેત્રી અવનીત કૌર (Avneet Kaur) તેની ફિલ્મો કરતાં ફેશન સેન્સ માટે વધુ સમાચારમાં છે. આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે જ્યાં તે દરરોજ ચાહકોને વિઝ્યુઅલ ટ્રીટ આપતી રહે છે. અભિનેત્રીએ તેના તાજેતરના ફોટોશૂટના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
festival look 2025 | બોલિવૂડ અભિનેત્રી અવનીત કૌર (Avneet Kaur) તેની ફિલ્મો કરતાં ફેશન સેન્સ માટે વધુ સમાચારમાં છે. આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે જ્યાં તે દરરોજ ચાહકોને વિઝ્યુઅલ ટ્રીટ આપતી રહે છે. અભિનેત્રીએ તેના તાજેતરના ફોટોશૂટના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
તાજતેરની તસવીરોમાં, અવનીત કૌર ફેસ્ટિવલ આઉટફિટમાં જોવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અવનીત કૌરે ભરતકામ કરેલો હેવી યેલો કલરનું સિલ્ક ફેબ્રિકમાં લોન્ગ કુર્તા સૂટ પહેર્યું છે જેના પર ડીટેલ્ડ સિક્વન્સ વર્ક જોવા મળે છે.
અભિનેત્રીએ તેની સાથે મેચિંગ દુપટ્ટો રાખ્યો છે. તેણે ગોલ્ડન કલરમાં ખૂબ જ સ્ટાઇલિશ પોઇન્ટેડ મોજડી પસંદ કરી છે તેણે આઉટફિટ સાથે કોન્ટ્રાસ્ટ કરવાનો ટ્રાય કર્યો છે જે ખુબજ યુનિક ટચ આપે છે. એકટ્રેસે અલગ અલગ પોઝમાં ફોટો શેર કર્યા હતા.
અવનીત કૌર હેરસ્ટાઇલ : અવનીત કૌર ગોલ્ડન કલર આઉટફિટમાં સિમ્પલ બન હેરસ્ટાઇલ સાથે લુક કંપ્લીટ કર્યો છે જેમાં તેણે વાઈટ ગજરો લગાવ્યો છે, જે આઉટફિટ સાથે કોન્ટ્રાસ્ટ ટચ આપે છે અને ગ્લેમરસ લુક લાગે છે.
અવનીત કૌર મેકઅપ : અવનીત કૌરે ગ્લેમ મેકઅપ, ઇયરિંગ્સ, ફ્લોરલ ગજરો અને ગ્લોસી લિપસ્ટિકથી પોતાનો લુક પૂર્ણ કર્યો છે. આ ફેસ્ટિવલ લુકમાં, અવનીત કૌર એક પછી એક સિઝલિંગ લુક આપતી જોવા મળી રહી છે. તમે પણ તહેવારમાં અવનીત કૌરનો આ લુક કોપી કરી શકો છે, જે ખુબજ સ્ટાઈલિશ લાગશે.
હવે તહેવાર સીઝન શરૂ થઇ ગઈ છે, નવરાત્રી બાદ દશેરા, દિવાળી, ભાઈ બીજ વગેરે તહેવાર આવશે, ત્યારે બધાથી લેગ દેખાવમાં માટે અવનિત કૌરનો આ યુનિક, ગ્લેમરસ અને સ્ટાઈલિશ લુક તમે અપનાવી શકો છો, જેમાં તમે ખૂબ જ સુંદર દેખાશો.