health Tips: બજારમાં વેચાય છે નકલી બદામ, કેવી રીતે ઓળખવી? આ સરળ રીતે ચકાસો
Real Or Adulteraded Almonds Identify Tips: બદામ શરીર માટે ફાયદાકારક હોય છે. બજારમાં હાલ નકલી બદામ પણ વેચાય છે. અહી અમુક ટીપ્સ આપવામાં આવી છે તેના વડે તમે બદામ અસલી છે કે નકલી તે સરળતાથી તપાસી શકો છો.
બદામ પોષક તત્વોથી ભરપૂર બદામ ફાઈબર, પ્રોટીન, આયર્ન અને મેગ્નેશિયમ જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર ખાસ ડ્રાયફૂટ્સ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બદામના નિયમિત સેવનથી યાદશક્તિ વધે છે. તે ડાયાબિટીસ, સ્કીન થી લઈ હાડકાં માટે ફાયદાકારક છે. પરંતુ હવે નકલી બદામ પણ બજારમાં આવવા લાગી છે. આવી સ્થિતિમાં, તમે અહીં જણાવેલી અમુક સરળ ટીપ્સ અપનાવી બદામ અસલી છે કે નકલી ઓળખી શકો છો. (Photo: Freepik)
બદામ ખરીદતી વખતે સાવધાની રાખો ખરેખર, દિવાળી આવવાની છે અને આ તહેવારના અવસર પર ડ્રાયફ્રૂટ્સનો વપરાશ પણ વધી જાય છે. ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ ઘણી બધી વાનગીઓ બનાવવામાં થાય છે. આવી સ્થિતિમાં અસલી બદામની સાથે નકલી પણ વેચાય છે. (Photo: Freepik)
નકલી બદામ શેમાંથી બને છે? નકલી બદામ બનાવવામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અને બ્લીચિંગ જેવા હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જ્યારે અસલી બદામનું સેવન પેટ સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક છે. નકલી બદામ પેટ અને આંતરડા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. (Photo: Freepik)
નકલી બદામ ખાવાથી બીમારી થવાનું જોખમ નકલી બદામ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એટલું જ નહીં તેનાથી કેન્સર થઈ શકે છે પરંતુ ભેળસેળવાળી બદામના સેવનથી શરીરમાં ઝેરી તત્વો વધી શકે છે અને હોર્મોનલ સંતુલન પણ ખોરવાઈ શકે છે. જેના કારણે કેન્સર થવાનો ખતરો પણ ઘણી હદે વધી જાય છે. આ ઉપરાંત, તે કિડની અને લીવર માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. (Photo: Freepik)
બદામ નો રંગ અસલી અને નકલી બદામના રંગમાં ઘણો તફાવત હોય છે . વાસ્તવિક બદામ આછા ભૂરા રંગની હોય છે જ્યારે નકલી બદામ ઘેરા બદામી રંગની હોય છે. (Photo: Freepik)
પાણી વડે ચકાસો એક ગ્લાસ પાણીમાં થોડી બદામ નાખો, જો તે થોડા સમય પછી ડૂબી જાય તો તે બદાલ અસલી છે. જ્યારે ભેળસેળવાળી બદામ પાણીમાં ઉપર તરતી રહે છે. (Photo: Freepik)
કાગળનો ઉપયોગ કરો કાગળ વડે પણ બદામ અને નકલી ઓળખવા માટે કરી શકાય છે . આ માટે બદામને કાગળમાં લપેટીને ઘસો. જો બદામ અસલી હશે તો તેમાંથી તેલ નીકળશે જે કાગળ પર દેખાશે. જ્યારે નકલી બદામ માંથી તેલ નીકળતું નથી. (Photo: Freepik)
બદામનો સ્વાદ અને સુગંધ અસલી બદામ તોડવામાં આવે છે ત્યારે સુંગધ આવે છે. જ્યારે નકલી બદામમાં કોઈ સુગંધ હોતી નથી અથવા ખરાબ ગંધ આવે છે. આ સાથે અસલી બદામનો સ્વાદ થોડો મીઠો હોય જ્યારે નકલી બદામનો સ્વાદ કડવો લાગે છે. (Photo: Freepik)
અસલી અને નકલી બદામને ઓળખવાની સૌથી સરળ રીત રાત્રે એક વાટલીમાં પાણી ભરો અને તેમા મુઠ્ઠીભર બદામ નાખો. હવે સવારે પાણી માંથી બદાલ કાઢી તેની છાલ ઉતારી લો. નેચરલ બદામની છાલ સરળતાથી નીકળી જાય છે અને સ્વચ્છ સફેદ બદામ દેખાશે. (Photo: Freepik)
પાણીનો રંગ કેવો છે? હવે જે પાણીમાં બગામ પલાળેલી હતી તે પાણી ચેક કરો. જો પાણીનો રંગ સ્વચ્છ હશે તો તે અસલી બદામ છે. પરંતુ જો પાણી બ્રાઉન થઈ ગયું હોય તો બદામમાં કેમિકલ ઉમેરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી આ માહિતી વાસ્તવિક હોવાનો દાવો કરતું નથી. આ માહિતી ઈન્ટરનેટના આધારે આપવામાં આવી છે. કોઇ પણ રીતે તેનો ઉપયોગ કરવાની પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી. (Photo: Freepik)