બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કોણ છે? બાબ કેવી રીતે બન્યા? પરિવારમાં કોણ-કોણ? જુઓ તમામ વિગત
Bageshwar Dham Baba Dhirendra Shastri Gujarat Visit : બાગેશ્વર ધામ બાબા ધિરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં અંબાજી (Ambaji) અને અમદાવાદ (Ahmedabad) ના પ્રવાસે છે, તેઓ નવરાત્રી (Navratri) સ્પેશ્યલ કથા કરી રહ્યા છે. તો જોઈએ તેઓ કોણ છે? સાચુ નામ શું છે? તેમનો પરિચય? સહિતની તમામ માહિતી એક જ ક્લિકમાં.
bageshwar dham baba dhirendra shastri Gujarat : બાગેશ્વર ધામ સરકાર બાબા ધિરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર આજે ચાર-પાંચ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ આજે અંબાજીમાં ત્રણ દિવસ નવરાત્રી સ્પેશ્યલ કથા કરી રહ્યા છે, જ્યારે ત્યારબાદ અમદાવાદમાં પણ કથા કરવાના છે. બાગેશ્વર બાબા 15થી 17 અંબાજીમાં અને 18 થી 20 અમદાવાદમાં કથા કરશે. તો તમને આજે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો પરિચય કરાવીએ, તેઓ કોણ છે? તેમના પરિવારમાં કોણ છે?, બાબા કેવી રીતે બન્યા ? જેવી તમામ માહિતી.
બાગેશ્વર ધામમાં સન્યાસી બાબા કોણ છે? બાગેશ્વર ધામના સન્યાસી બાબા કોણ હતા? બાગેશ્વર ધામ સાથે સંકળાયેલા લોકોના મતે સન્યાસી બાબા દાદા ગુરૂજી મહારાજ વાસ્તવમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પરદાદા હતા. કહેવાય છે કે, તેમણે 300 વર્ષ પહેલા બાગેશ્વર ધામ બાલાજીનું મંદિર બનાવ્યું હતું. આસપાસના વિસ્તારોમાં તેની વિશેષ ઓળખ હતી, તે સમસ્યાઓનું નિદાન પણ કરતા હતા
બાગેશ્વર બાબાનું સાચું નામ શું છે? ધીરેન્દ્ર કૃષ્ણ ગર્ગ, બાગેશ્વર ધામ સરકાર/મહારાજ તરીકે વધુ જાણીતા, એક ભારતીય વાર્તાકાર છે. શાસ્ત્રી બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ છે, જે ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લાના ગાહા ગામનું પ્રખ્યાત ધાર્મિક તીર્થસ્થાન છે.
કોણ છે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી? ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં એક પ્રખ્યાત ધાર્મિક યાત્રાધામ બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર છે. તે એક સાદા પરિવારમાંથી આવે છે. 14 જૂન 2022ના રોજ લંડનની સંસદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું
બાગેશ્વર બાબાના માતા-પિતા કોણ છે? છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના પરિવારમાં કુલ 5 સભ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના પિતા શ્રી રામ કરપાલ ગર્ગ અને માતા સરોજ ગર્ગ છે. તેમના દાદા શ્રી ભગવાન દાસ ગર્ગ છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને એક નાનો ભાઈ શાલિગ્રામ ગર્ગ અને એક બહેન રીટા ગર્ગ છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો પરિચય 4 જુલાઈ, 1996 ના રોજ, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગાડા ગામમાં સરયુપરિયા બ્રાહ્મણ પરિવારમાં પિતા શ્રી રામકૃપાલજી મહારાજ અને ભક્ત માતા સરોજના ઘરે ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ થયો હતો. બાગેશ્વર ધામની વેબસાઈટ અનુસાર, બાળપણ ગરીબી અને દુઃખમાં વિત્યું હતું. તેમનો પરિવાર કર્મકાંડ બ્રાહ્મણોનો પરિવાર હતો, જે પૂજા પાઠમાં મળેલી દક્ષિણા સાથે 5 લોકોનો પરિવાર ચાલતો હતો. આવી સ્થિતિમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમનું શિક્ષણ અધૂરું છોડવું પડ્યું. ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા, ગુરુદેવનું આખું બાળપણ તેમના પરિવારના ભરણપોષણની વ્યવસ્થા કરવામાં જ વીત્યું.
કેવી રીતે ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર બાબા બન્યા? પરંતુ એક દિવસ બાલાજી મહારાજની આજ્ઞા અને કૃપાથી તેમને તેમના દાદા શ્રી 1008 દાદા ગુરુજી મહારાજનો સંગાથ મળ્યો અને દાદા ગુરુના આશીર્વાદ અને આજ્ઞાથી ધીરેન્દ્ર શાસ્ત્રી બાલાજી મહારાજની સેવામાં લાગી ગયા. સન્યાસી બાબા અને આ ધામનો મહિમા આખી દુનિયામાં ફેલાવ્યો અને આજે તેનું પરિણામ એ છે કે દર મંગળવાર અને શનિવારે લાખો ભક્તોની ભીડ ધામમાં પહોંચે છે.
બાગેશ્વર ધામમાં પ્રાર્થના કેવી રીતે થાય છે? બાગેશ્વર ધામમાં જ્યારે કોઈની અરજી કરવામાં આવે છે, ત્યારે તે ભક્તે હાજર થવું પડે છે. દરેક ભક્તને ઓછામાં ઓછા 5 મંગળવાર હાજરી આપવાનો આદેશ આપવામાં આવે છે. આ સિવાય ભક્તોની પોતાની આસ્થા હોય છે.
ભક્તો અનુસાર બાગેશ્વર ધામનું વાસ્તવિક સત્ય? કહેવાય છે કે, બાગેશ્વર ધામના મહારાજને બાલાજીના આશીર્વાદ છે, જેના કારણે મહારાજ આ બધું સરળતાથી કરી શકે છે. મહારાજે તેની પાછળ કહ્યું કે, આ અમારી મહેનત છે. અને આ છે બાગેશ્વર ધામનું સત્ય. બાગેશ્વર ધામનો ઈતિહાસ ઘણો જૂનો છે
બાગેશ્વર મહારાજની ઉંમર કેટલી છે? માહિતી અનુસાર, બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો જન્મ 4 જુલાઈ, 1996ના રોજ છતરપુરના ગઢા ગામમાં થયો હતો અને તેમની હાલની ઉંમર 27 વર્ષ છે. બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બીએ સુધીનો અભ્યાસ કર્યો છે
બાગેશ્વર ધામનો ભક્તો સંપર્ક કેવી રીતે કરે છે? બાગેશ્વર ધામની વેબસાઈટ https://bageshwardham.co.in/ અનુસાર, જ્યાંથી તમને બાગેશ્વર ધામનો અધિકૃત મોબાઇલ નંબર પણ મળે છે, જે 81205 92371 છે. જો તમે આ નંબર પર કૉલ કરશો, તો ત્યાંથી સંપૂર્ણ માહિતી મળી જશે (તમામ ફોટો સોર્સ ક્રેડિટ - બાગેશ્વર ધામ)