Bajaj Freedom 125 Launch Price And Mileage: બજાજા ઓટો દ્વારા દુનિયાનું પ્રથમ સીએનજી બાઈક ફ્રીડમ 125 લોન્ચ કરવામાં આવ્યું છે. આ 3 વેરિયન્ટમાં ઉપલબ્ધ સીએનજી બાઈક શાનદાર ફીચર્સ સાથે આવે છે. જાણો 1 કિમી સીએનજીમાં કેટલી માઈલેજ આપશે.
બજાજ ફ્રીડમ 125 : દુનિયાનું પ્રથમ CNG બાઈક બજાજ સીએનજી બાઈક ફ્રીડમ 125 (Bajaj CNG Bike Freedom 125) લોન્ચ થયું છે, જે દુનિયાનું પ્રથમ સીએનજી બાઈક છે. બજાજ સીએનજી ફ્રીડમ બાઈક 3 વેરિયન્ટમાં શાનદાર ફીચર્સ અને પાવરફુલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે. બજાજ ફ્રીડમ 125 બાઈક સીએનજી ઉપરાંત પેટ્રોલ વડે પણ ચાલશે. બજાજ સીએનજી બાઈક લોન્ચ કાર્યક્રમ દરમિયાન બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજની સાથે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. (Photo: Social Media)
બજાજ સીએનજી ફ્રીડમ 125 બાઈક લોન્ચ બજાજ સીએનજી ફ્રીડમ 125 બાઈક મહારાષ્ટ્રના પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન લોન્ચ કરવામાં આવી હતી. સૌથી ખાસ વાત એ છે કે, બજાજ ફ્રીડમ બાઈકમાં સીએનજી અને પેટ્રોલ માટે એક જ સ્વિચ આપવામાં આવી છે, એટલે કે પેટ્રોલ માંથી સીએનજી કે સીએનજી માંથી પેટ્રોલમાં શિફ્ટ કરવા માટે બાઈકનું રોકવાની જરૂર પડશે નહીં. જાણો બજાજ સીએનજી ફ્રીડમ 125 બાઈકની કિંમત, સ્પીડ અને ફીચર્સ સહિત તમામ વિગત (Photo: Social Media)
બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઈક 3 વેરિઅન્ટમાં લોન્ચ બજાજ ઓટો દ્વારા દુનિયાની પ્રથમ સીએનજી બાઈકનું નામ બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઇક રાખ્યું છે. આ સીએનજી બાઈક 3 વેરિએન્ટ સાથે લોન્ચ કરી છે. પહેલું વેરિઅન્ટ ડ્રમ છે, બીજું ડ્રમ એલઇડી અને ત્રીજું ડિસ્ક એલઇડી વેરિઅન્ટ છે. (Photo: Social Media)
બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઈક એન્જિન સ્પેસિફિકેશન્સ બજાજ ફ્રીડમ 125 સીએનજીમાં 125 સીસી સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે પેટ્રોલ અને સીએનજી બંને પર ચાલી શકે છે. સીએનજી ટેન્ક સીટની નીચે સુવ્યવસ્થિત રીતે મૂકવામાં આવી છે. બાઈકમાં 2 કિલોગ્રામની સીએનજી ટેન્ક અને 2 લીટરની જ પેટ્રોલ ફ્યૂઅલ ટેન્ક પણ આપવામાં આવી છે. (Photo: Social Media)
બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઈક માઈલેજ બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઈકમાં 2 કિમીની સીએનજી ટેન્ક અને 2 લિટરની પેટ્રોલ ટેન્ક આપવામાં આવી છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ બાઈક 1 કિમી સીએનજીમાં 102 કિમી માઈલેજ આપે છે. તો બાઈક 1 લિટર પેટ્રોલમાં 67 કિમી દોડશે. આમ સીએનજી અને પેટ્રોલ બંને ટેન્ક ફુલ હશે તો બજાજ ફ્રીડમ 125 બાઈક કૂલ 330 કિમી માઈલેજ આપશે. 8000 RPM પર આ બાઈક 9.5 પીએસના મેક્સિમમ પાવર અને 6000 RPM પર 9.7 ન્યૂટન મીટરનું ટોર્ક જનરેટ કરે છે. (Photo: Social Media)
બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઈક ફીચર્સ બજાજ ઓટોએ સીએનજી બાઈકમાં લિંક્ડ મોનોશોક આપ્યું છે, જે વધારે સ્ટેબિલિટી આપે છે. રાઈડિંગ ડાયનેમિક્સ સુધારે છે અને વધારે પર્ફોર્મન્સનો વાયદો કરે છે. ઉપરાંત કંપનીએ સેફ્ટીનું પણ ધ્યાન રાખ્યું છે. સીએનજી બાઈકની ચારે બાજુ પ્રોટેક્ટિવ કેજ આપ્યા છે. અન્ય ફીચર્સની વાત કરીયે તો તેમાં 780 એમએમ લાંબી સીટ આપી છે, આથી આ બાઈક પર બે વ્યક્તિ આરામથી સવારી કરી શકે છે. સીએનજી ટેન્કનું વજન 16 કિલો છે અને 2 કિમી સીએનજી ભરાવ્યા બાદ વજન 18 કિમી થાય છે. બજાજ ફ્રીડમ 125 બાઈકનું કુલ વજન 147 કિલો છે, જે CT125Xના મતે લગભગ 16 કિગ્રા વધારે છે. (Photo: Social Media)
બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઈક કિંમત બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઈક 3 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. આ સીએનજી બાઈકના ત્રણેય વેરિયન્ટની કિંમત અલગ અલગ છે. સીએનજી બાઈકની પ્રારંભિક કિંમત 95000 રૂપિયા એક્સ-શોરૂમ છે. બેઝ ડ્રમ વેરિઅન્ટની કિંમત 95000 રૂપિયાથી શરૂ થાય છે. તો ડ્રમ એલઇડી વેરિયન્ટની કિંમત 1.05 લાખ રૂપિયા અને ડિસ્ક એલઇડી વેરિયન્ટની કિંમત 1.10 લાખ રૂપિયાથી શરૂ થાય છે. અહીં જણાવેલી ત્રણેય કિંમતો એક્સ-શોરૂમ છે. (Photo: Social Media)
બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઈક બુકિંગ બજાજા ઓટો કંપની દ્વારા ફ્રીડમ 125 સીએનજી બાઈકનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તબક્કાવાર દેશના અલગ અળગ શહેરોમાં ઉપલબ્ધ થશે. નોંધનિય છે કે, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા શહેરોમાં બજાજ સીએનજી 125 બાઈક NGO4 Disc LED ની ડિલિવરી શરૂ થઇ જશે પરંતુ અન્ય બે વેરિયન્ટની ડિલિવરી ધીમે ધીમે શરૂ થશે. (Photo: Social Media)