Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Bajaj-Pulsar-N125-.jpg)
બજાજ પલ્સર એન125 લોન્ચ થઇ છે. બજાજ ઓટો દ્વારા નવી મોટરસાઈકલ બજાજ પલ્સર એન125 બે વેરિયન્ટ સાથે બજારમાં રજૂ કરવામાં આવી છે. પ્રથમ વેરિઅન્ટ એલઇડી ડિસ્ક છે અને બીજો વેરિઅન્ટ બ્લૂટૂથ સાથે એલઇડી ડિસ્ક છે. આ બાઇકની કિંમત અનુક્રમે 94707 રૂપિયા અને 98707 રૂપિયા (બંને એક્સ શોરૂમ) છે. ક્લાસિક પલ્સર 125 અને પલ્સર એનએસ 125 પછી બજાજ લાઇનઅપમાં તે ત્રીજું 125સીસી પલ્સર છે. (Photo: @_bajaj_auto_ltd)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Bajaj-Pulsar-N125-Launched-.jpg)
બજાજ પલ્સર એન125 સ્પોર્ટી કમ્યુટર બાઇક કુલ 7 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે - બેઝ વેરિઅન્ટ પર્લ મેટાલિક વ્હાઇટ, ઇબોની બ્લેક, કોકટેલ વાઇન અને કેરેબિયન બ્લુમાં ઉપલબ્ધ છે. જ્યારે ટોપ-સ્પેક ટ્રિમ 3 ડ્યુઅલ-ટોન શેડ્સ વિકલ્પો સાથે આવે છે - કોકટેલ વાઇડ રેડ સાથે ઇબોની બ્લેક, સાઇટ્રસ રશ સાથે પ્યુટર ગ્રે, પર્પલ ફ્યુરી સાથે ઇબોની બ્લેક. (Photo: @_bajaj_auto_ltd)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Bajaj-Pulsar-N125-Speed.jpeg)
બજાર પલ્સર એન125ના લુક વિશે વાત કરીયે તો એન125 પલ્સર એન રેન્જ જેવી જ ડિઝાઇન ધરાવે છે, જેમાં વી શેપર્ડ એલઇડી ક્લસ્ટર, વિસ્તૃત ટેન્ક શ્રાઉડ સાથે મસ્કુલર ફ્યૂઅલ ટેન્ક અને ફોક્સ કાર્બન ફાઇબર બોડી પેનલ્સના પ્રતાપે સ્ટાઇલિશ લુક ધરાવે છે. અન્ય વિઝ્યુઅલ હાઇલાઇટ્સમાં સ્પ્લિટ સીટ, સિગ્નેચર સ્પ્લિટ હેડલેમ્પ્સ, અંડરબેલી એક્ઝોસ્ટ અને રિયર ટાયરના વિશાળર્સનો સમાવેશ થાય છે. (Photo: @_bajaj_auto_ltd)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Bajaj-Pulsar-N125-Price.jpeg)
બજાજ પલ્સર એન125 ના ફીચર્સની વાત કરીએ તો તેમાં એલસીડી ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ, એલઈડી હેડલાઈટ્સ અને ટેલ લાઈટ્સ અને યુએસબી ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યું છે. ટોપ-સ્પેક ટ્રિમમાં ઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર પણ મળે છે, જેમાં કોલ અને ટેક્સ્ટ એલર્ટ માટે ઓટોમેટિક સ્ટાર્ટ સિસ્ટમ અને સાઇલન્ટ ઇગ્નિશન અને બ્લૂટૂથ કનેક્ટિવિટી આપવામાં આવી છે. (Photo: @_bajaj_auto_ltd)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Bajaj-Pulsar-N125-Launched-1.jpg)
હાર્ડવેર સેટઅપમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ, રિયર મોનો-શોક, 240 એમએમ ફ્રન્ટ ડિસ્ક બ્રેક્સ, 130 એમએમ રિયર ડ્રમ બ્રેક્સ અને કોમ્બી બ્રેક સિસ્ટમનો સમાવેશ થાય છે. પલ્સર એન125માં 198 એમએમનું ક્લાસ-લીડિંગ ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. બાઇકની સેડલની હાઇટ 795 મિમી છે અને તેનું વજન 125 કિલો (કર્બ) છે. (Photo: @_bajaj_auto_ltd)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Bajaj-Pulsar-N125-Features.jpg)
બજાજ પલ્સર એન125ને પાવર આપતું એન્જિન 124.6 સીસી સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન છે, જે 8,500 આરપીએમ પર 11.8 બીએચપી અને 6,000 આરપીએમ પર 11 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન ડ્યુટી 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ દ્વારા કરવામાં આવે છે. (Photo: @_bajaj_auto_ltd)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Bajaj-Pulsar-N125-Bike.jpg)
બજાજ પલ્સર એન125 ની તુલનામાં અન્ય સ્પોર્ટ્ી 125 સીસી કમ્પ્યુટર બાઈક જેવી ટીવીએસ રાઈડર (રૂ. 97,709), હીરો એક્સ્ટ્રીમ 125R (રૂ. 95,000) અને હોન્ડા એસપી125 (રૂ. 88,343) (તમામ કિંમતો એક્સ-શોરૂમ છે) સાથે સ્પર્ધા કરે છે. (Photo: @_bajaj_auto_ltd)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us