BAPS Karyakar Suvarna Mahotsav : વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજાયો. આ મહોત્સવમાં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS એક લાખ કાર્યકરો ઉપસ્થિત રહ્યા
BAPS Karyakar Suvarna Mahotsav : વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજાયો હતો. આ મહોત્સવમાં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS એક લાખ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. (EXPRESS PHOTO BY BHUPENDRA RANA)
સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમથી સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. (EXPRESS PHOTO BY BHUPENDRA RANA)
રંગબેરંગી આકર્ષક લાઇટિંગની સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યકરોએ હાથમાં રિસ્ટ બેન્ડ પહેર્યા હતા. ત્રણ થીમ બીજ, વૃક્ષ અને ફળ પર કાર્યક્રમ યોજાયો હતો. (EXPRESS PHOTO BY BHUPENDRA RANA)
આ ઐતિહાસિક કાર્યક્રમમાં અમદાવાદ-ગાંધીનગરના 30 હજાર, વડોદરાના 10 હજાર, સુરતના 4 હજાર, રાજકોટના 2600 અને અન્ય રાજ્યો સહિત વિદેશથી 1 લાખ કાર્યકરો અમદાવાદ પહોંચ્યા હતા. (EXPRESS PHOTO BY BHUPENDRA RANA)
આ કાર્યક્રમમાં મહંત સ્વામી મહારાજ, ભારતના ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ, મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. (EXPRESS PHOTO BY BHUPENDRA RANA)