દરરોજ માત્ર 30 મિનિટ ચાલો, ઘણી બીમારીઓ થશે દૂર, અન્ય ચમત્કારિક ફાયદા જાણો
રનિંગ કરવું (Running) કે જીમમાં જવું એ દરેકને પસંદ નથી, પરંતુ દરરોજ ફક્ત 30 મિનિટ ચાલવાથી (30 minutes of walking) તમારા જીવનમાં ઘણો ફરક પડી શકે છે. ચાલવું એ માત્ર એક સરળ કસરત નથી, પરંતુ તે શરીર અને મન બંનેને પણ ફાયદો પહોંચાડે છે. અહીં જાણો દરરોજ 30 મિનિટ ચાલવાના 8 મહત્વપૂર્ણ ફાયદા (benefits of walking 30 minutes every day)

હૃદય સ્વસ્થ રહે : નિયમિત ચાલવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે, બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે અને હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. હૃદયને સ્વસ્થ રાખવાનો આ એક સરળ અને અસરકારક રસ્તો છે.
વજન કંટ્રોલમાં રહે : ચાલવાથી કેલરી બળે છે, જે વજન ઘટાડવામાં અથવા નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા સ્થૂળતા સંબંધિત રોગોને અટકાવે છે.