Kutch Tourist Places: કચ્છના ફરવા લાયક 7 સ્થળ, યે નહીં દેખા તો કુછ નહીં દેખા
Best 7 Tourist Places In Kutch: ગુજરાતના કચ્છમાં ફરવા લાયક ઘણા સ્થળો આવેલા છે. અહીં રણોત્સવ, કોટેશ્વર મહાદેવ મંદિર થી લઇ આઈના મહેલ સહિત કચ્છના સૌથી પ્રખ્યાત 7 સ્થળ વિશે માહિતી આપી છે.
Kutch Tourist Places : કચ્છના ફરવા લાયક સ્થળ કચ્છ ગુજરાતના પશ્ચિમ દિશામાં આવેલું રણ વિસ્તાર છે. કચ્છ વિશિષ્ઠ ભૌગોલિક સંરચનાના કારણે જોવાલાયક છે. અહીં કચ્છના ફરવા લાયક સ્થળો વિશે જાણકારી આપવામાં આવી છે. (Photo: Gujarat Tourism)
Kalo Dungar : કાળો ડુંગળ કાળો ડુંગળ કચ્છનું સૌથી વધુ ઉંચાઇ 462 મીટર પર આવેલું સ્થળ છે. અહીં ટેકરી પર ભગવાન દત્તાત્રેયનું 400 વર્ષ જૂનું મંદિર છે. પાકિસ્તાનથી માત્ર 40 કિમી દૂર આવલું હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ કાળો ડુંગળ ભારત માટે મહત્વપૂર્ણ સ્થળ છે. અહીં ચોમાસા બાદ ઉંચા ડુંગળ, લીલાછમ પહાડ, સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોઇ પ્રવાસઓ આનંદિત થાય છે. (Photo: Gujarat Tourism)
Chhari Dhand Wetland Reserve : છારી ઢંઢ વેટલેન્ડ રિઝર્વ કચ્છ જિલ્લામાં શુષ્ક બન્ની ઘાસના મેદાનો અને રણના ભેજવાળી મીઠાની સપાટ જમીન પર છારી ઢંઢ વેટલેન્ડ રિઝર્વ ભારતના એક સંરક્ષિત જંગલ છે. કચ્છી ભાષામાં છારીનો અર્થ ખારી અને ઢંઢનો અર્થ છીછરી ભીની જમીન થાય છે. આ મોસમી રણની ભેજનવાળી જમીન ચોમાસાની ઋતુ દરમિયાન ભેજવાળી બની જાય છે અને ઉત્તર તરફ વહેતી નદીઓ અને આસપાસની ટેકરીઓ તેને ભીની કરે છે. પક્ષી પ્રેમીઓમાટે આ સ્થાન સ્વર્ગ સમાન છે. ચોમાસા અને શિયાળામાં અહીં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. ઉપરાંત અહીં ચિંકારા, વરુ, કારાકલ, રણની બિલાડીઓ અને રણના શિયાળ પણ જોવા મળે છે. (Photo: Gujarat Tourism)
Koteshwar Mahadev Temple : કોટેશ્વર મહાદેવ મંદિર કોટેશ્વર મહાદેવ મંદિર કચ્છના રણ વિસ્તારમાં આવેલું પ્રસિદ્ધ શિવ મંદિર છે. કોટેશ્વર મંદિરની કથા રાવણ સાથે સંકળાયેલી છે. એક બાજુ રણ અને બીજી બાજુ દરિયા કિનારે જોઇ પ્રવાસીઓ આનંદિત થાય છે. મુલાકાતીઓ કોટેશ્વર મંદિરમાં દર્શન કરી બીચ પર ચાલી શકે છે અને રાત્રે આકાશમાં તારાઓ અને પાકિસ્તાનના કરાચીથી આવતો પ્રકાશ પણ જોઈ શકે છે. (Photo: Gujarat Tourism)
Great Rann Of Kutch : કચ્છ રણોત્સવ કચ્છ રણોત્સવ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ ધરાવે છે. રણ વિસ્તારમાં દરિયાના પાણી સુકાઇ ગયા બાદ સફેદ મીઠાની રજકણના કારણે આ વિસ્તારની જમીન રાત્રે ચંદ્ર જેવી સફેદ દેખાય છે. અહીં દર વર્ષે રણોત્સવ ઉજવાય છે, જેમા લાખો પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિ માણે છે. અહીં પ્રવાસીઓ નળાકાર માટીના ભૂંગામાં રહે છે, કચ્છનું દેશી ભોજનનો સ્વાદ માણે છે, હસ્તશૈલી જોઇ આશ્ચર્યચકિત થઇ જાય છે. નજીકમાં કચ્છનું નાનું રણ છે, જ્યાં જગંલી ગધેડા, કાળિયાર અને ચિંકારા જેવા પ્રાણીઓ જોવાનો આનંદ માણે છે. (Photo: Gujarat Tourism)
Lakhpat Fort : લખપત કિલ્લો લખપત કિલ્લો નારાયણ સરોવરની ઉત્તરે માત્ર 33 કિમી દૂર આવેલું ઐતિહાસિક સ્થળ છે. 18મી સદીમાં આ શહેર એક મહત્વપૂર્ણ દરિયાઇ વેપાર નોડ હતું. કોરી ખાડીના મુખ પર, કિલ્લાની વિશાળ દિવાલો હજુ પણ ટૂંકા પરંતુ ભવ્ય ભૂતકાળની સાક્ષી આપે છે. તમે કિલ્લાના રેમ્પાર્ટ પર ચઢી શકો છો, જે કિલ્લાનું એકમાત્ર બાકી માળખું છે, અને શાંત સમુદ્રને જોઈ શકાય છે. આ સ્થળ ખાસ કરીને સૂર્યાસ્ત સમયે અદભૂત હોય છે. કિલ્લાની દિવાલોની અંદર, 16મી સદીનો ગુરુદ્વારા પણ આવેલું છે. એવું માનવામાં આવે છે કે ગુરુ નાનક તેમની યાત્રા દરમિયાન બે વાર અહીં રોકાયા હતા. (Photo: Gujarat Tourism)
Aina Mahal : આઈના મહેલ આઈના મહેલ કચ્છના ભૂજમાં સ્થિત સુંદર ઐતિહાસિક ઈમારત છે. વર્ષ 1752માં નિર્મિત આઈના મહેલના ઉપરના ભાગને વર્ષ 2001માં આવેલા ભૂકંપથી નુકસાન પહોંચ્યુ હતું પરંતુ નીચેનો માળ પ્રવાસીઓ માટે ખુલ્લો છે, જેમાં કચ્છ રાજ્યની શોભાયાત્રા દર્શાવતી અદભૂત 15.2 મીટર સ્ક્રોલ છે. અહીના મ્યુઝિયમમાં કચ્છના ઘરેણાં, શસ્ત્રો અને કલાનું શાહી પ્રદર્શન જોવાલાયક છે. (Photo: Gujarat Tourism)
Dholavira : ધોળાવીરા કચ્છનું ધોળાવીરા યુનેસ્કની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ છે. ધોળાવીરા સિંધુ ખીણ અને હડપ્પન સંસ્કૃતિના બે સૌથી નોંધપાત્ર ખોદકામમાં સૌથી મોટું છે, જે 4500 વર્ષ પહેલાંનું છે. ધોળાવીરામાં દુનિયાનું પ્રથમ સાઇન બોર્ડ છે, જે સિંધુ લિપિમાં લખાયેલું છે. ઈતિહાસ પ્રેમીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. અહીં ખોદકામમાં નીકળેલી ઐતિહાસિક ચીજવસ્તુઓનું એક સંગ્રહાલય પણ જોવાલાયક છે. (Photo: Gujarat Tourism)