Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Small-Saving-Scheme-Interest-Rate.jpg)
બચત અને રોકાણ ફાઈનાન્સિયલ પ્લાનિંગનો મુખ્ય અંગ છે. દરેક વ્યક્તિ બચાવેલા નાણાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનું વિચારી છે. જેમા તેણે રોકાલા પૈસા સુરક્ષિત રહે અને ઉંચું વળતર પણ મળે. અહીં બચતનું રોકાણ કરવા માટે 7 વિવિધ યોજના વિશે જણાવી રહ્યા છે, જ્યાં તમારા પૈસા ક્યારે ડુબશે નહીં. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Bank-FD-Rate.jpg)
બેંક ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી રોકાણ કરવા માટે ભારતીયોનો લોકપ્રિય પરંપરાગત વિકલ્પ છે. બેંક એફડીમાં પાકતી મુદ્દત નિર્ધારિત વળતર સાથે રકમ પરત મળે છે. શેર અને ડિજિટલ કરન્સીના સમયમાં પણ ભારતીયો રોકાણ માટે બેંક એફડીને સુરક્ષિત વિકલ્પ માને છે. સૌથી ખાસ વાત એ છે કે, બેંકમાં જમા 5 લાખ રૂપિયા સુધીની થાપણ પર સરકારી ગેરંટી મળે છે, જેનાથી એફડીમાં રોકાણ વધુ બનાવે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Small-Saving-Tips.jpg)
રિકરિંગ ડિપોઝિટમાં નિયમિત અને થોડાક થોડાક પૈસા જમા કરી આકર્ષક વળતર મેળવી શકાય છે. તેમા સામાન્ય બચત ખાતાની તુલનાએ થોડુક ઉંચુ વ્યાજ મળે છે. રિકરિંગ ડિપોઝિટ થી બચત કરવાની ટેવ પડે છે અને આકર્ષક રિટર્ન મળી શકાય છે. થોડા પૈસાથી પણ રિકરિંગ ડિપોઝિટ શરૂ કરી શકાતી હોવાથી ઓછી આવક ધરાવતા વ્યક્તિ માટે પણ બચત કરવું સરળ બની જાય છે. તે રોકાણ માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઇ શકે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Investment-Tips-2.jpg)
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ લાંબા ગાળાની બચત યોજના છે. પીપીએફનો મેચ્યોરિટી પીરિયડ સામાન્ય રીતે 15 વર્ષનો હોય છે, જેને 5 - 5 વર્ષના અંતરે વધારી શકાય છે. હાલ પીપીએફમાં રોકાણ પર વાર્ષિક 7 ટકાથી વધુ વ્યાજ મળી રહ્યું છે. પીપીએફમાં રોકાણ કર મુક્તિ છે અને મેચ્યોરિટી પર મળતા રકમ પર કોઇ ટેક્સ ચૂકવવો પડતો નથી. આથી રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે પીપીએફ એક ઉત્તમ વિકલ્પ છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/interest-rate-On-Investment.jpg)
પોસ્ટ ઓફિસ નેશનલ સેવિગ મંથલી ઇન્કમ એકાઉન્ટ (POMIS) મારફતે માસિક આવકની વ્યવસ્થા કરી શકાય છે. તેમા અમુક લઘુતમ રકમ જમા કરવાની હોય છે અને તેના પર 7.4 ટકા જેટલું વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસની આ બચત યોજના એવા વ્યક્તિ માટે ઉત્તમ વિકલ્પ છે જઓ પૈસા સુરક્ષિત રાખવાની સાથે આકર્ષક વ્યાજ મેળવવા ઇચ્છે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Investment-interest-rate.jpg)
આરબીઆઈ ફ્લોટિંગ રેટ સેવિંગ બોન્ડ ની મેન્ચ્યોરિટી 7 વર્ષમાં થાય છે. હાલ તેમા રોકાણ પર 8 ટકાની આસપાસ વ્યાજ મળે છે. તેમા 1 હજાર રૂપિયની ન્યુનત્તમ રકમસાથે રોકાણ શરૂ કરી શકાય છે અને મહત્તમ રોકાણની રકમ પર કોઇ મર્યાદા નથી. તેમાં આરબીઆઈના રિટેલ ડાયરેક્ટ પોર્ટલ મારફતે પણ રોકાણ શરૂ કરી શકાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Investment-Saving-Tips.jpg)
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. તેના પર હાલ 7.7 ટકાના દરે વ્યાજ મળે છે અને કલમ 80સી હેઠલ કર કપાતનો લાભ મળે છે. આ સર્ટિફિકેટનો મેચ્યોરિટી પિરિયડ નિર્ધારિત હોય છે અને રિટર્ન પણ નક્કી હોય છે. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us