Best Smartphones Under ₹ 20000 : ભારતમાં 20000 થી ઓછી કિંમતના ટોપ 5 સ્માર્ટફોન, 108 એમપી કેમેરા અને 6000mAh બેટરી, જુઓ યાદી
Best Budget Smartphones Under ₹ 20000 : સ્માર્ટફોન દરરોજ નવા અપડેટ અને લૂક્સ સાથે લોન્ચ કરવાામાં આવે છે. અહીં ભારતમાં 20000 થી ઓછી કિંમતમાં ઉપલબ્ધ શાનદાર અને પાવરફુલ ટોપ 5 બજેટ સ્માર્ટફોનની યાદી રજૂ કરવામાં આવી છે.
ભારતમાં 20000 થી ઓછી કિંમતના બેસ્ટ બજેટ 5જી સ્માર્ટફોન સ્માર્ટફોન જીવન જરૂરિયાત વસ્તુ બની ગઇ છે. ફોન પર વાત કરવાથી લઇ શોપિંગ કે બેંક સહિત મહત્વપૂર્ણ કામકાજ ઘરે બેઠા સ્માર્ટફોન વડે સરળતાથી પતાવી શકાય છે. હાલ બજારમાં દરરોજ નવા સ્માર્ટફોન લોન્ચ થયા કરે છે. ટેકનલોજી સાથે મોબાઇલ ફોન વધુ સ્માર્ટ થઇ રહ્યા છે. એક સમયે સામાન્ય એલસીડી સ્ક્રીન, બેઝિક કેમેરા અને બેટરી, આ ડિવાઇસમાં હવે સુપર એમોલેડ સ્ક્રીન, 200MP સુધીનો કેમેરા અને 6000mAh સુધીની બેટરી જેવા ફીચર્સ આવી ગયા છે. (Photo: Freepik)
Best Budget Phones Under ₹ 20000 In India બજેટ સ્માર્ટફોન અને મિડ રેન્જ સ્માર્ટફોનમાં એવા ફીચર્સ છે તે તેમા તફાવત પાડવો મુશ્કેલ બની ગયો છે. સ્માર્ટફોન ઉત્પાદકો દર અઠવાડિયે નવા ડિવાઇસ લોન્ચ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, નવો પરફેક્ટ ફોન ખરીદવો અને શોધવો એ કોઈ પડકારથી ઓછું નથી. આજે અમે તમને 20000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ ટોપ 5 સ્માર્ટફોન વિશે જણાવીશું જે શાનદાર સ્પેસિફિકેશન્સ ફીચર્સ સાથે આવે છે. ચાલો રિયલમી, રેડમી, સેમસંગ, સીએમએફ અને iQOO કંપનીના પસંદગીના સ્માર્ટફોન વિશે જાણીયે (Photo: Freepik)
રિયલમી નાર્ઝો 70 (Realme Narzo 70) રિયાલિટી નાર્ઝો 70 સ્માર્ટફોનની કિંમત 15000 રૂપિયાથી પણ છે. આ સ્માર્ટફોનનો લુક અને પરફોર્મન્સ શાનદાર છે. રિયલમી નાર્ઝો 70 માં મીડિયાટેક ડિમેન્સિટી 7050 ચિપસેટ છે. આ સ્માર્ટફોનમાં 6.67 ઇંચની 120હર્ટ્ઝ એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે, જેની બ્રાઇટનેસ 600 નિટ્સ સુધી હોઇ શકે છે. રિયાલિટીનો આ ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ટ રિયલમી UI 5.0 પર ચાલે છે. હેન્ડસેટમાં 8 જીબી સુધીની રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યા છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 45W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ રિયલમી સ્માર્ટફોન બ્લૂ અને ગ્રીન કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. રિયલમીનો આ ફોન 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે અને ફોનને એમેઝોનથી 13999 રૂપિયામાં ખરીદી શકાય છે. (Photo: @realmenarzoIN)
સીએમએફ ફોન 1 (CMF Phone 1) સીએમએફ ફોન 1 ડિવાઇસ 20000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. આ કેટેગરીમાં આવતો સૌથી ફાસ્ટ કે બેસ્ટ ફોન ભલે ન હોય, પરંતુ મેટ બેક પેનલ અને મોડ્યુલર ડિઝાઇન તેને ખૂબ જ ખાસ બનાવે છે. આ સીએમએફ હેન્ડસેટમાં ડિમેન્સિટી 7300 ચિપસેટ છે. આ સ્માર્ટફોનમાં 6.67 ઇંચની 120હર્ટ્ઝ એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. હેન્ડસેટમાં 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ આપવામાં આવ્યો છે. સીએમએફ ફોન 1 માં 5000mAh બેટરી આપવામાં આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. હેન્ડસેટના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15999 રૂપિયા છે. હેન્ડસેટમાં એન્ડ્રોઇડ 14 બેઝ્ડ નથિંગ OS 2.5 આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલની ડેપ્થ સેન્સર સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. હેન્ડસેટમાં 16 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે. (Image credit: Anuj Bhatia/The Indian Express)
રેડમી નોટ 13 (Redmi Note 13) રેડમી નોટ 13 સ્માર્ટફોન ચાલુ વર્ષે લોન્ચ છે. રેડમી નોટ 13માં 6.7 ઇંચની 120હર્ટ્ઝ એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. હેન્ડસેટમાં મીડિયાટેક ડિમેન્સિટી 6080 ચિપસેટ છે. રેડમી નોટ 13માં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ સેન્સર અને 2 મેગાપિક્સલનું મેક્રો સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 12 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. આ ડિવાઇસને એમેઝોન ઇન્ડિયાથી 16999 રૂપિયામાં ખરીદી શકાય છે. (Photo: Vivek Umashankar/The Indian Express)
સેમસંગ ગેલેક્સી એમ35 (Samsung Galaxy M35) સેમસંગ ગેલેક્સી એમ 35 બજારમાં ઉપલબ્ધ બેસ્ટ બજેટ સ્માર્ટફોન પૈકીનો એક છે. આ સ્માર્ટફોનમાં 6.6 ઇંચની 120Hz એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં કંપનીની xynos 1380 ચિપસેટ આવે છે. એન્ડ્રોઇડ 14 બેઝ્ડ One UI 6.1 સાથે આવતા આ બજેટ સેમસંગ સ્માર્ટફોનમાં 4 વર્ષના એન્ડ્રોઇડ અપડેટ અને 5 વર્ષના સિક્યોરિટી પેચ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. ફોનમાં 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. સેમસંગના આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર આપવામાં આવ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે 6000mAhની બેટરી આપવામાં આવી છે, જે 25W ચાર્જિંગને સપોર્ટ કરે છે. સેમસંગ ગેલેક્સી એમ 35 સ્માર્ટફોન એમેઝોન પર 19999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનને 1000 રૂપિયાના કૂપન ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. (Photo: Social Media)
આઇક્યુ ઝેડ9એસ (iQOO Z9s) તાજેતરમાં લોન્ચ થયેલો iQOO Z9s સ્માર્ટફોન 20 હજાર રૂપિયાથી પણ ઓછા સમયમાં આવતો બેસ્ટ લુકિંગ સ્માર્ટફોન છે. તેમાં મીડિયાટેક ડિમેન્સિટી 7300 ચિપસેટ સાથે આવે છે. iQOO Z9Sમાં 6.7 ઇંચની 120Hz 3D કર્વ્ડ AMOLED સ્ક્રીન આપવામાં આવી છે. iQOO Z9S માં IP64 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 50 એમપીનો સોની આઇએમએક્સ882 પ્રાઇમરી કેમેરા અને 2 મેગાપિક્સલનો ડીપ સેન્સર આપવામાં આવ્યો છે. આઇક્યુ ઝેડ9એસ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ ફન્ટચ ઓએસ 14 સાથે આવે છે. આ હેન્ડસેટ 2 વર્ષ સુધી એન્ડ્રોઇડ સિક્યોરિટી પેચ અપડેટ મેળવવાનું વચન આપે છે. આ ફોનમાં 12 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનને પાવર આપવા માટે 5500mAhની બેટરી આપવામાં આવી છે, જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આઇક્યુ ઝેડ9એસ સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજવાળુ વેરિયન્ટ 19999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનનું વેચાણ 29 ઓગસ્ટથી શરૂ થશે. (Photo: @IqooInd)