Hill Station: દિલ્હી નજીક 5 હિડન હિલ સ્ટેશન, ઉનાળા વેકેશનમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ
Best Hill Station For Summer Vacation Near Delhi: હિલ સ્ટેશન ઉનાળામાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીં દિલ્હી નજીક આવેલા 5 હિડન હિલ સ્ટેશન કુદરતી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. આ હિલ સ્ટેશન પર પ્રવાસીઓ ફરવાની સાથે સાથે એડવેન્ચર એક્ટિવિટીની મજા માણી શકે છે.
Best Hill Station For Summer Vacation : ઉનાળામાં ફરવા માટે શ્રેષ્ઠ હિલ સ્ટેશન ઉનાળામાં હિલ સ્ટેશન ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. જો તમે ઉનાળામાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો દિલ્હી નજીક આવેલા 5 હિલ સ્ટેશનની મુલાકાત લઇ શકો છો. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના આ હિલ સ્ટેશન પર પ્રવાસીઓ ફરવાની સાથે સાથે એડવેન્ચર એક્ટિવિટીની મજા માણી શકે છે. (Photo: Freepik)
Dhanaulti : ધનોલ્ટી ઉત્તરાખંડની મનમોહક વાતાવરણમાં વસેલું હિલ સ્ટેશન ધનોલ્ટી ઉનાળામાં ફરવા માટે ફેમસ સ્થળ છે. ધનોલ્ટી દરિયાની સપાટીથી 2286 મીટરની ઉંચાઇ પર આવેલું હોવાથી ઉનાળામાં પણ અહીં ઠંડું વાતાવરણ હોય છે. અહીં આકર્ષક કુદરતી સૌંદર્ય જોવા મળે છે. હિમાલયની પર્વતમાળાનો નજારો જોવા લાયક હોય છે. અહીં મિત્રો અને પરિવાર સાથે આવી શકાય છે. (Photo: Freepik)
Auli : ઔલી ઔલી હિમાચલ પ્રદેશનું આકર્ષક હિલ સ્ટેશન છે. ઔલી સફરજનના બગીચા, દેવદાના ઝાડ અને ઉંચા પહાડો માટે પ્રખ્યાત છે. સૌથી ખાસ એ છે કે, દુનિયાનું સૌથી વધુ ઉંચાઇ પર આવેલું સરોવર પર ઔલીમાં આવેલું છે. અહીં સ્કાઇંગ અને ટ્રેકિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીની મજા માણી શકાય છે. બરફથી ઢંકાયેલા પહાડ જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. (Photo: Freepik)
McLeod Ganj Hill Station : મેકલોડગંજ હિલ સ્ટેશન કુદરતી સૌદર્યથી ભરપૂર મેકલોડગંજ હિમાચલ પ્રદેશનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. તેને લિટિલ લ્હાસા નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં તિબતના આધ્યાત્મિક નેતા દલાઇ લામાનું ઘર છે, જેના લીધે આ સ્થળ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. માર્ચ મહિના કે ઉનાળાના વેકેશનમાં ફરવા માટે આવી શકાય છે. (Photo: Freepik)
Kufri : કુફરી હિલ સ્ટેશન પર ફરવા જવાનું વિચારો છો તો દિલ્હી નજીક આવેલું કુફરી પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. કુફરી શિમલાથી માત્ર 16 કિમી દૂર આવેલું છે. બફરથી ઢંકાયેલા પહાડ માટે આ સ્થળ પ્રખ્યાત છે. કુફરી જવા માટે ચાલીને જવું પડે છે. આ સ્થળ મિત્રો સાથે ફરવા માટે એકદમ શ્રેષ્ઠ છે. (Photo: Freepik)
Kasol : કસોલ દિલ્હી નજીક સ્થિત સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન કસોલનું કુદરતી સૌંદર્ય જોઇ પ્રવાસીઓ અભિભૂત થઇ જાય છે. પ્રવાસીઓને કસોલથી પરત જવાની ઇચ્છા નથી થતી. આ સ્થળ કુદરતી સૌંદર્ય માટે સ્વર્ગ સમાન છે. અહીં આવેલું નાનકડું ગામ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. (Photo: Freepik)