Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/hill-station-12.jpg)
ફરવા માટે માર્ચ મહિનો શ્રેષ્ઠ હોય છે. શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત પહેલા જો તમને બરફ જોવાની અને તેમા રમાવાની ઇચ્છા છો આ સ્થળોની મુલાકાત લેવી જોઇએ. અહીં માર્ચમાં ફરવા લાયક 5 સ્થળો વિશે જાણકારી આપી છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/hill-station-14.jpg)
હિમાચલ પ્રદેશનું કેલાંગ ઓછું જાણીતું પણ સુંદર હિલ સ્ટેશન છે. લાહોલ સ્પીતિ જિલ્લામાં આવેલા કેલાંગનો પ્રવાસ યાદગાર રહે છે. દરિયાની સપાટીથી 10 હજાર ફુટથી વધુ ઉંચાઇએ પર આવેલા કેલાંગમાં માર્ચ મહિનામાં બરફ જોવા મળશે. કેલાંગમાં કરદાંગ મઠ, બોદ્ધ ગુફા, પાંગી ઘાટી, શશૂર મઠ, ભાગા ઘાટી અને સ્થાનિક બજારોની મુલાકાત લેવી જોઇએ. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/hill-station-15.jpg)
કાશ્મીર ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે. કાશ્મીર ફરવા માટે માર્ચ મહિનો શ્રેષ્ઠ સમય છે. શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતના સમયમાં અહીં તાપમાન અનુકુળ હોય છે. કાશ્મીરમાં માર્ચ મહિનામાં પણ બરફ જોવા મળે છે. કાશ્મીરમાં સોનમર્ગ, ગુલબર્ગ, શ્રીનગર, ડાલ લેક સહિત ઘણા જોવાલાયક સ્થળો છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/hill-station-16.jpg)
ઉનાળાની શરૂઆત એટલે કે માર્ચમાં ફરવા માટે સિક્કમ પણ શ્રેષ્ઠ સ્થળ છે. સિક્કિમ પૂર્વમાં વાદળો સાથે વાતો કરતા અને બરફથી ઢંકાયેલા ઉંચા પહાડ, ગાઢ લીલાછમ જંગલ, તળાવ અને ઝરણા સિક્કમના કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવે છે. તો નોર્થ સિક્કિમમાં માર્ચમાં પણ બરફ જોવા મળશે. સિકિમમાં ત્સોમો લેક, ચોપતા ઘાટી, યમથાંગ ઘાટી, લાચુંગ ગામ અને નાથુલા પાસ જેવા આકર્ષક સ્થળોની મુલાકાત લઇ શકાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/hill-station-13.jpg)
માર્ચમાં ફરવા માટે કેરળનું મુન્નાર હિલ સ્ટેશન શ્રેષ્ઠ સ્થળ છે. અહીં રોઝ ગાર્ડન, ઇકો પોઇન્ટ, અનામુડી પીક અને લક્કમ વોટરફોલ જેવા આકર્ષક સ્થળોની મુલાકાત લેવી જોઇએ. મુન્નારમાં પ્રવાસીઓ એડવેન્ચર એક્ટિવિટીની પણ મજા માણી શકાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/hill-station-17.jpg)
મહાબળેશ્વરનું મહારાષ્ટ્રનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. હનિમૂન માટે પ્રખ્યાત હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં ઉંચા ઉંચા પહાડ, ગાઢ જંગલ, ઠંડી હવા અને તળવા ઝરણાં પ્રવાસીઓને આકર્ષિત કરે છે. પ્રવાસીઓ ટ્રેકિંગ, હાઇકિંગ અને કેમ્પિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો રોમાંચ પણ માણે છે. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us