Monsoon Trip Plan: ચોમાસામાં ગુજરાત નજીક આ મનમોહક સ્થળ જોઇ મંત્રમુગ્ઘ થઇ જશો
Top 5 Tourist Places In Maharashtra In Monsoon Trip: ચોમાસાના વરસાદમાં ફરવા માટે ગુજરાતની આસપાસ ઘણા સ્થળો છે. આ સ્થળો પર પ્રાસીઓ રોમાન્સ કરવા, શાંતિ મેળવવા અને એડવેન્ચર એક્ટિવિટીનો રોમાંચ માણે છે.
Monsoon Trip Plan: ચોમાસામાં ફરવાના સ્થળો ચોમાસાના વરસાદમાં ફરવાની મજા જ અલગ હોય છે. વરસાદ અને વાદળ, નદી અને ઝરણાં, ઠંડી હવા અને ધુમ્મસ હોય તેવા સ્થલો પર ફરવાનું કોને ન ગમે? ગુજરાતના પડોશી રાજ્યમાં ઓછા જાણીતા પણ કુદરતી સૌંદર્યથી ભરપૂર આ 5 સ્થળો ચોમાસાના વરસાદમાં સોળે કાળે ખીલી ઉઠે છે. આ સ્થળો પર જૂન થી સપ્ટેમ્બર દરમિયાન ગમે ત્યારે ફરવા જઇ શકાય છે. (Photo: Social Media)
લવાસા / Lavasa લવાસા પુણે નજીક આવેલું એક હિલ સ્ટેશન છે, જેની ડિઝાઇન ઇટાલીના શહેર પોર્ટોફિનોથી પ્રેરિત છે. પરંતુ અહીંનો રસ્તો અને સુંદર સવાર-સાંજ જોઈને તમારું મન પ્રસન્ન થઈ જશે. આ સિવાય તમે અહીં ઘણી એક્ટિવિટી કરી શકો છો. જો તમે વરસાદની ઋતુમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ જગ્યાઓ પસંદ કરી શકો છો. (Photo: Social Media)
પંચગની / Panchgani પાર્ટનર સાથે રોમાન્સ માટે જવાનું હોય, શાંતિ અને એડવેન્ચર માટે જવું હોય તો પંચગની જઈ શકાય છે. અહીં સિડની પોઇન્ટ, ટેબલ લેન્ડ, રાજપુરી ગુફાઓ અને ધોમ ડેમ જેવા ઘણા સ્થળો જોવાલાયક છે. અહીંનું સુખદ હવામાન અને હરિયાળી તમારા મનને ખુશ કરી દે છે. (Photo: Social Media)
અંબોલી / Amboli મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાનું અંબોલી હિલ સ્ટેશન પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. પશ્ચિમ ઘાટની સહ્યાદ્રી પર્વતમાળામાં વસેલું અંબોલી ગાઢ જંગલો, ધુમ્મસવાળી ખીણો અને સુંદર વનસ્પતિઓનું ઘર છે. અહીં તમે અંબોલી વોટરફોલ, અંબોલી ફોરેસ્ટ અને શ્રી હિરણ્યકેશી મંદિરની મુલાકાત લઇ શકો છો. અહીં લોકો દૂર દૂરથી સનસેટ પોઇન્ટ જોવા માટે આવે છે. (Photo: Social Media)
લોનાવાલા / Lonavala મહારાષ્ટ્રનું પ્રખ્યાત હિલ સ્ટેશન લોનાવાલા ગુફાઓનું શહેર અને સહ્યાદ્રીઓનું ઘરેણું કહેવાય છે. કારણ કે આ હિલ સ્ટેશનના જોવાલાયક સ્થળોમાં લીલીછમ ખીણો, ગુફાઓ અને શાંત તળાવોનું શહેર છે. વરસાદની ઋતુમાં અહીંની કુદરતા સુંદરતા જોઇને પ્રવાસીઓ મંત્રમુગ્ઘ થઇ જાય છે. (Photo: Social Media)