Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Waterproof-Smartphones.jpg)
જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ એક હાઇ એન્ડ બ્રાન્ડેડ ડિવાઇસ ઇચ્છો છો જેમાં વોટર રેઝિસ્ટન્ટ ફીચર પણ છે? તમને જણાવી દઈએ કે, હવે બજારમાં ઘણા વોટર-રેઝિસ્ટન્ટ સ્માર્ટફોન ઉપલબ્ધ છે. જો કે, આ સ્માર્ટફોન સંપૂર્ણપણે વોટરપ્રૂફ કહી શકાય નહીં પરંતુ તેમાં IP67 કે IP68 રેટિંગ મળે છે. એટલે કે વરસાદમાં ભીંજાઈ જાય, છાંટા પડે કે પૂલમાં પડી જાય ત્યારે તેને નુકસાન થતું નથી. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/waterproof-smartphones-List.jpg)
તમને જણાવી દઇયે કે, આઇપી68 રેટિંગ સાથે ઉપલબ્ધ બંને મોબાઇ ફોન પાણી સામે અલગ અલગ રેઝિસ્ટન્ટ ધરાવતા હોઇ શકે છે. જેમ કે, IP68 રેટિંગવાળો iPhone 15 સ્માર્ટફોન 30 મિનિટ સુધી 6 મીટર ઊંડા પાણીમાં રહી શકે છે જ્યારે ગેલેક્સી S24 30 મિનિટ સુધી માત્ર દોઢ મીટર ઊંડા પાણીમાં રહી શકે છે. એટલે કે આઇફોન 15 ગેલેક્સી S24 કરતા વધારે વોટર રેઝિસ્ટન્ટ છે. આ ઉપરાંત, આ બાબત પણ ધ્યાનમાં રાખો કે આ ડિવાઇસ તાજા પાણી માટે રેઝિસ્ટન્ટ ક્ષમતા ધરાવે છે, ખારા અથવા દરિયાઇ પાણી માટે નહીં. ઉપરાંત કોઇ અન્ય લિક્વિડ જેમ કે, કોલ્ડ ડ્રિંક કે આલ્કોહોલ માટે પણ રેઝિસ્ટન્ટ નથી. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/OPPO-F27-Pro-Best-waterproof-smartphones.jpg)
જો તમે વોટરપ્રૂફ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ બજેટ 30000 રૂપિયાથી ઓછું છે, તો ઓપ્પો એફ 27 પ્રો + તમારા માટે એક પરફેક્ટ ચોઇસ છે. આ એકમાત્ર સ્માર્ટફોન છે જે બજારમાં IP69 રેટિંગ સાથે આવે છે. આ ફોન માત્ર પાણીમાં જ કામ નથી કરતો પરંતુ હાઈ-પ્રેશર, હાઈ-ટેમ્પરેચર જેવી સ્થિતિમાં 30 મિનિટ સુધી આરામથી રહી શકે છે. (Image credit: Oppo)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Motorola-Edge-50-Best-waterproof-smartphones.jpg)
બીજો સસ્તો ફોન જે આઈપી68 રેટિંગ સાથે આવે છે તે મોટોરોલા એજ 50 સ્માર્ટફોન છે. મિલિટરી ગ્રેડ એમઆઇએલ 810 એચ સર્ટિફિકેશન સાથે આવતો આ સૌથી સ્લીમ અને લાઈટ ફોન છે. ટકાઉ હોવાની સાથે સાથે, તે એક શાનદાર કેમેરો, વીગન લેધર ફિનિશ, મેટલ બોડી સાથે પ્રીમિયમ ડિઝાઇન સાથે આવે છે. સ્માર્ટફોનમાં આગળના ભાગમાં 120 હર્ટ્ઝ કર્વ્ડ એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. (Image credit: Vivek Umashankar/The Indian Express)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Vivo-V40-Pro-Best-waterproof-smartphones.jpg)
જો તમે 50000 રૂપિયાથી ઓછી કિંમતમાં હાઇ-પરફોર્મન્સ કેમેરા-કેન્દ્રિત સ્માર્ટફોન મેળવવાનું વિચારી રહ્યા છો, તો વીવોનો વોટરપ્રૂફ સ્માર્ટફોન લઈ શકાય છે. Vivo V40 Pro IP68 રેટિંગ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેની સાથે ઝીસ બ્રાન્ડિંગ પણ છે. ડિવાઇસમાં 9200+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. (Express Photo)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Apple-iPhone-15-Best-waterproof-smartphones.jpg)
2016 થી લોન્ચ થયેલા તમામ આઇફોનમાં આઇપી68 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ રેટિંગ આવે છે. iPhone 15માં IP68 રેટિંગ આપવામાં આવ્યું છે, જેના કારણે આ ફોન 30 મિનિટ સુધી ઉંચા પાણીમાં હશે તો પણ તેને નુકસાન નહીં થાય. આઇફોન 15 પ્રો, આઇફોન 14 અને આઇફોન 13 પણ IP68 રેટિંગ સાથે આવે છે. (Express Photo)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Samsung-Galaxy-S24-Best-waterproof-smartphones.jpg)
સેમસંગની લેટેસ્ટ ગેલેક્સી S24 સિરીઝ એટલે કે S24 અને S24 અલ્ટ્રાને IP68 રેટિંગ આપવામાં આવ્યું છે. આ રેટિંગ સાથે સેમસંગના આ બંને ફોન વોટર અને ડસ્ટ-રેઝિસ્ટન્ટ રહે છે. (Image: Zohaib Ahmed/The Indian Express)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Samsung-Galaxy-Z-Fold6-Best-waterproof-smartphones.jpg)
જો તમે ફોલ્ડેબલ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો જે વોટરપ્રૂફ પણ હોય, તો તમે સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 સ્માર્ટફોન વિશે વિચારી શકો છો. અગાઉના ગેલેક્સી ઝેડફોલ્ડ 5થી વિપરીત, નવા ફોલ્ડ6 ને IP68 રેટિંગ મળે છે. એટલે કે સેમસંગનો નવો ફોલ્ડેબલ ફોન ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્ટ છે. (Image credit: Nandagopal Rajan/The Indian Express)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us