Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/bharela-karela-nu-shaak-.jpg)
કારેલા સ્વાદમાં કડવા પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. કારેલાનું વિવિધ રીતે સેવન કરવામાં આવે છે. કારેલાનો રસ, કારેલાનું શાક, ભરેલા કારેલા, કારેલાની ચીપ્સ વગેરે બનાવી શકાય છે. કારેલા કડવા હોવાથી ઘણા લોકો કારેલાનું શાક ખાવાનું ટાળે છે. વિટામિન, મિનરલ્સ અને પોષક તત્વોથી ભરપૂર આ શાક સામાન્ય રીતે દરેક ઘરમાં બનાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય પંજાબી સ્ટાઇલમાં ભરેલા કારેલાનુ શાક બનાવ્યું છે? તે માત્ર ખાવામાં જ અત્યંત સ્વાદિષ્ટ નથી હોતું, તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. ચાલો જાણીયે પંજાબી સ્ટાઇલ ભરેલા કારેલાનું શાક બનાવવાની રેસીપી (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/karela-Sabji-recipe.jpg)
કારેલા 5-6 નંગ, 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી, 1 ચમચી આમચુર પાવડર, 1 ચમચી શેકેલું જીરું પાવડર, 1 ચમચી વરિયાળી પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, શેકેલી સીંગનો ભૂકો, 1/2 નાની ચમચી હળદર, 1 નાની ચમચી ધાણાજીરું પાઉડર, 1 ચપટી હીંગ, મીઠું સ્વાદ અનુસાર, તેલ. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/stuffed-bitter-gourd-recipe.jpg)
પંજાબી સ્ટાઇલમાં ભરેલા કારેલા બનાવવા માટે સૌ પ્રથમ કારેલાને છરી વડે છોલી લો પાણીમાં ધોઇ લો. ત્યાર પછી કારેલાને વચ્ચેથી ચીરી લો. જો તમને કારેલાના બીજ ખાવા ગમતા હોય તો રહેવા દો નહીંત્તર બીજ બહાર કાઢી લો. જો બીજ પાકી ગયા હોય તો તેને કાઢી નાંખો. તેનાથી કારેલાની અંદર મસાલો ભરવાની જગ્યા થશે. કારેલાની કડવાશ દૂર કરવા માટે મીઠું લગાવીને લગભગ 2 કલાક સુધી રહેવા દો. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/stuffed-bitter-gourd-recipe-1.jpg)
હવે કારેલાની અંદર ભરવા માટે મસાલો તૈયાર કરો. આ માટે સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં ડુંગળી, કારેલાની છાલ ફ્રાય કરો. બંને ચીજ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી ફ્રાય કરો, તેમા હળદર પાઉડર અને શેકેલી સીંગનો ભૂક્કો ઉમેરો. ત્યાર પછી તેમા ધાણા પાવડર, હીંગ, જીરું પાવડર ઉમેરો. ત્યારબાદ તેમાં વરિયાળીનો પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો. ખટાશ માટે આમચુર પાવડર ઉમેરો. હવે ગેસ બંધ કરી દો. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Bharw-karela-recipe.jpg)
આ દરમિયાન મીઠું લગાવેલા કારેલા હાથ વડે દબાણી પાણી પાણી કાઢી લો. કારેલાના વચ્ચેના ભાગમાં મસાલો ભરો. કારેલા માંથી મસાલો બહાર ન નીકળે તેની માટે કારેલા પર પાતળી કોટનની દોરી લપેટી શકાય છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Bharw-karela-recipe-1.jpg)
ગેસ પર એક પેનમાં તેલ ગરમ કરો. ત્યાર પછી મસાલા ભરેલા કારેલા તેલમાં ફ્રાય કરો. કારેલા ઝડપથી ફ્રાય થાય તેની માટે પેનને ઢાંકી દો. કારેલા વચ્ચે-વચ્ચે પલટાવતા રહો અને સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકવવા દો. કારેલા સહેજ નરમ અને ક્રિસ્પી થાય એટલે સમજીવું કે ભરેલા કારેલાનું શાક તૈયાર છે. આ રીતે બનાવેલા ભરેલા કારેલાનું શાક લાંબા સમય સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us