-
દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ ગુરુ, રોકાણકાર અને પરોપકારી બિલ ગેટ્સે નવી દિલ્હી ખાતે પાંચમાં રામનાથ ગોએન્કા મેમોરિયલ લેક્ચરમાં સંબોધન કર્યું હતું. (એક્સપ્રેસ ફોટો – રેણુકા પુરી)
-
આ વખતના રામનાથ ગોએન્કા વ્યાખ્યાનનો વિષય હતો “સમાન વિશ્વનું નિર્માણ: ઇનોવેશનની શક્તિ” (Creating an Equal World: The Power of Innovation). (એક્સપ્રેસ ફોટો – રેણુકા પુરી)
-
માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે આ વ્યાખ્યાન દરમિયાન જણાવ્યું હતું કે, “અમારા સંગઠનનું ફોકસ વૈશ્વિક સ્વાસ્થ્ય અને અસમાનતા ઘટાડવા પર છે.” (એક્સપ્રેસ ફોટો – રેણુકા પુરી)
-
બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ અને ટ્રસ્ટી બિલ ગેટ્સે તેમની લેટેસ્ટ બુક: ‘હાઉ ટુ પ્રિવેન્ટ ધ નેક્સ્ટ પેન્ડેમિક’ (How to Prevent the Next Pandemic) રિલિઝ થયાના સપ્તાહ બાદ જ આ સ્ટેજ પર સંબોધન કર્યું. (એક્સપ્રેસ ફોટો – રેણુકા પુરી)
-
‘હાઉ ટુ પ્રિવેન્ટ ધ નેક્સ્ટ પેન્ડેમિક’ એ એક વાસ્તવિક એક્શન પ્લાન છે – જે આગામી સ્વાસ્થ્યલક્ષી પડકારનો અનુમાન લાગવવા અને તેનું સમાધાન કરવા માટેની ટેક્નોલોજી અને લેટેસ્ટ વેક્સીન રિસર્ચની માહિતીથી પૂર્ણ છે. (એક્સપ્રેસ ફોટો – રેણુકા પુરી)
-
કોરોના મહામારી બાદ આ પ્રથમ રામનાથ ગોએન્કા વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. (એક્સપ્રેસ ફોટો – રેણુકા પુરી)
-
આ વ્યાખ્યાનનું નામ ધ ઈન્ડિયન એક્સપ્રેસના સ્થાપકના નામ પરથી રાખવામાં આવ્યું છે. (એક્સપ્રેસ ફોટો – રેણુકા પુરી)
-
આ વ્યાખ્યાનમાં બિલ ગેટ્સે કહ્યું કે, “ધ ઈન્ડિયન એક્સપ્રેસના સ્થાપક તરીકે, રામનાથ ગોએન્કાએ ભારતમાં પત્રકારત્વના કેટલાક ઉચ્ચતમ માપદંડો-ધોરણો સ્થાપિત કર્યા છે.” (એક્સપ્રેસ ફોટો – રેણુકા પુરી)
-
અગાઉ આ કાર્યક્રમમાં રઘુરામ રાજન, પ્રણવ મુખર્જી, રંજન ગોગોઈ અને એસ જયશંકરે વ્યાખ્યાન આપ્યું હતું. (એક્સપ્રેસ ફોટો – તાશી તોબગ્યાલ)
