Valentines Day Special | વેલન્ટાઈન ડે ને ખાસ બનાવો, શાહરૂખ ખાનની આ રોમેન્ટિક ફિલ્મો પાર્ટનર સાથે જુઓ
Valentines Day Special | વેલેન્ટાઈન વીક (Valentine Week) ચાલી રહ્યો છે, તો આપણે બોલીવુડના સૌથી રોમેન્ટિક હીરો વિશે કેવી રીતે વાત ન કરી શકીએ. 2 દિવસ પછી વેલેન્ટાઈન ડે છે એ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે તમે તમારા જીવનસાથી સાથે કેટલીક ખાસ બોલીવુડ ફિલ્મો જોઈ શકો છો
વેલેન્ટાઈન વીક (Valentine Week) ચાલી રહ્યો છે, તો આપણે બોલીવુડના સૌથી રોમેન્ટિક હીરો વિશે કેવી રીતે વાત ન કરી શકીએ. વેલેન્ટાઈન વીકના આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે તમે તમારા જીવનસાથી સાથે કેટલીક ખાસ બોલીવુડ ફિલ્મો જોઈ શકો છો. અહીં તમને બોલીવુડની અદ્ભુત રોમેન્ટિક ફિલ્મો વિશે જણાવીશું
જબ હેરી મેટ સેજલ : હેરી મેટ સેજલ' 2017 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન ઇમ્તિયાઝ અલીએ કર્યું છે. વેલેન્ટાઇન ડેને ખાસ બનાવવા માટે આ ફિલ્મ એક સારો વિકલ્પ બની શકે છે.
કલ હો ના હો : 2003 માં આવેલી ફિલ્મ 'કલ હો ના હો' શાહરૂખ ખાનની રોમેન્ટિક હિટ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં શાહરુખ સાથે પ્રીતિ ઝિન્ટા અને સૈફ અલી ખાન પણ જોવા મળ્યા હતા.
મોહબ્બતેં : કોલેજના પ્રેમીઓની વિવિધ સ્ટોરી ધરાવતી શાહરૂખ ખાનની આ ફિલ્મ બોલિવૂડની સર્વકાલીન હિટ રોમેન્ટિક ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ વર્ષ 2000 માં રિલીઝ થઈ હતી. ચાહકોને હજુ પણ ફિલ્મ ગમે છે.
દેવદાસ : શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી પર આધારિત ફિલ્મ 'દેવદાસ' આજે પણ ચાહકોની પહેલી પસંદ છે. ફિલ્મમાં માધુરી દીક્ષિતના ડાન્સ અને જેકી શ્રોફના પાત્રને પણ ચાહકોએ ખૂબ પસંદ કર્યું.
દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે : 1995 માં આવેલી ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' એક ઓલ ટાઈમ હિટ રોમેન્ટિક ફિલ્મ છે. વેલેન્ટાઇન વીક પર તમે તમારા પાર્ટનર સાથે આ ફિલ્મ જોઈ શકો છો. ફિલ્મમાં કાજોલ અને શાહરુખ ખાન મુખ્ય ભૂમિકામાં છે.
ચેન્નાઈ એક્સપ્રેસ : દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની ફિલ્મ 'ચેન્નાઈ એક્સપ્રેસ' એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. તમે તમારા જીવનસાથી સાથે રોહિત શેટ્ટીની આ સર્વકાલીન હિટ ફિલ્મ જોઈને વેલેન્ટાઇન વીકને વધુ ખાસ બનાવી શકો છો.