/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2019-t0-2026-nirmala-sitharaman-saree-2026-02-01-11-37-34.jpg)
બજેટ 2019 થી 2026 નિર્મલા સીતારમણ સાડી લુક ફોટોઝ। Budget 2019 to 2026 Nirmala Sitharaman Saree photos Photograph: (Indian Express)
/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2019-t0-2026-nirmala-sitharaman-saree-2026-02-01-11-37-34.jpg)
નિર્મલા સિતારમણ બજેટ સાડી
આજે 1 ફેબ્રુઆરી 2026 ના રોજ ફરી એકવાર નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. આ તેમનું સતત 9મું બજેટ હશે. આ સાથે સતત 9 વખત બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી બની ગયા છે. નાણામંત્રીએ દર વર્ષની જેમ આ વખતે પણ તેમના બજેટ ડે માટે ખાસ સાડી પસંદ કરી છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2026-nirmala-sitharaman-saree-2026-02-01-11-37-34.jpg)
બજેટ 2026 નિર્મલા સીતારામણ સાડી
આ વર્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણે હાથથી વણેલી કાંચીવરમ સિલ્ક સાડી પહેરી હતી, જે પ્રાચીન તમિલનાડુ વણાટની પરંપરા હતી. આ સાડીમાં હળવા ગોલ્ડન બ્રાઉન ચેક્સ અથવા કટ્ટમ અને દોરાકામ સાથે કોફી બ્રાઉન બોર્ડર છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2025-nirmala-sitharaman-saree-2026-02-01-11-37-34.jpg)
બજેટ 2025 નિર્મલા સીતારામણ
સાડી મધુબની પેઇન્ટિંગ એ મિથિલા પ્રદેનું ટ્રેડિશનલ છે, જેમાં જટિલ ભૌમિતિક પેટર્ન, ફ્લોરલ ડિઝાઇન અને પૌરાણિક કથાઓની ઝલક જોવા મળે છે. નાણામંત્રીની આ પસંદગી ભારતીય સાંસ્કૃતિક વારસો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવાનું ઉત્તમ ઉદાહરણ છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2024-nirmala-sitharaman-saree-2026-02-01-11-37-34.jpg)
બજેટ 2024 નિર્મલા સીતારામણ સાડી લુક (સંપૂર્ણ બજેટ)
નિર્મલા સીતારમણે 23 જુલાઈ 2024 ના રોજ તેમનું 7મું બજેટ રજૂ કર્યું. તેણે ઓફ-વ્હાઈટ મંગલગીરી સાડી પહેરી હતી, જેમાં કિરમજી અને ગોલ્ડન બોર્ડર હતી. તે આંધ્રપ્રદેશની ટ્રેડિશનલ સાડી હતી અને ખાસ વાત એ હતી કે તેણે બજેટમાં આંધ્રપ્રદેશ માટે વિશેષ આર્થિક સહાયની પણ જાહેરાત કરી હતી.
/indian-express-gujarati/media/media_files/2026/02/01/interim-budget-2024-nirmala-sitharaman-saree-2026-02-01-11-37-35.jpg)
બજેટ 2024 નિર્મલા સીતારામણ સાડી લુક (વચગાળાનું બજેટ)
આ વર્ષે, જ્યારે તેણીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું, ત્યારે તેમણે બ્લ્યુ કલરની ટસર સિલ્ક હેન્ડલૂમ સાડી પહેરી હતી. તે બંગાળના કાંથા સિલ્ક ફેબ્રિકમાં હતી, અને આ લુક બ્લ્યુ ઈકોનોમીને લગતી ઘોષણાઓ સાથે ખૂબ જ લોકપ્રિય બન્યો હતો.
/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2023-nirmala-sitharaman-saree-2026-02-01-11-37-34.jpg)
બજેટ 2023 નિર્મલા સીતારામણ સાડી
ગયા વર્ષે 2023 માં નાણામંત્રીએ મંદિરની બોર્ડર સાથે લાલ ઇલ્કલ સિલ્કની સાડી પહેરી હતી. આ કર્ણાટકની ટ્રેડિશનલ સાડી હતી અને તેણે આ બજેટમાં કર્ણાટક માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી. રેડ કલર નિશ્ચય, શક્તિ અને હિંમતનું પ્રતીક માનવામાં આવે છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2022-nirmala-sitharaman-saree-2026-02-01-11-37-34.jpg)
બજેટ 2022 નિર્મલા સીતારામણ સાડી
નાણા પ્રધાને 2022 માં ઓડિશાની પરંપરાગત બોમકાઈ સાડી પહેરી હતી. આ કોફી અને બ્રાઉન કલરની સાડીને સ્થિરતા અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. આ સાડી ઓડિશાના ગંજમ જિલ્લાની હેન્ડલૂમ કળાનું અનોખું ઉદાહરણ હતું.
/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2021-nirmala-sitharaman-saree-2026-02-01-11-37-34.jpg)
2021 બજેટ નિર્મલા સીતારામણ સાડી
આ વર્ષે તેણે લાલ બૉર્ડરવાળી ઑફ-વ્હાઇટ પોચમપલ્લી સાડી પહેરી હતી. આ સાડી હૈદરાબાદના પોચમપલ્લી ગામની હેન્ડલૂમ કારીગરીનો ભાગ હતી અને તેની અનોખી પેટર્ન માટે જાણીતી છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2020-nirmala-sitharaman-saree-2026-02-01-11-37-34.jpg)
બજેટ 2020 નિર્મલા સીતારામણ સાડી
નિર્મલા સીતારમણે બજેટ 2020 દરમિયાન પીળી સિલ્કની સાડી પહેરી હતી . પીળો રંગ આનંદ અને એનર્જીનું પ્રતીક માનવામાં આવે છે અને તે ભારતીય સમૃદ્ધિ અને સંસ્કૃતિને દર્શાવે છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2019-nirmala-sitharaman-saree-2026-02-01-11-37-34.jpg)
બજેટ 2019 નિર્મલા સીતારામણ સાડી
નિર્મલા સીતારમણે 2019 માં તેમનું પહેલું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. તેમણે સોનેરી બોર્ડર અને સોનાની જરી વર્કવાળી ગુલાબી મંગલગીરી સાડી પહેરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us