Budget 2023: બજેટ 2023ના ખાસ અવસર પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન લાલ રંગની સાડીમાં, શું કોઇ ખાસ સંકેત?
India Budget 2023 News Live Updates: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું પાંચમું બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે જાણો બજેટ 2023ની કેટલીક ખાસ બાબતો તસવીરોમાં...
Budget 2023-24 Live Updates: આજે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામણ 5મી વખત સંસદમાં 11 કલાકેથી સામાન્ય અંદાજપત્ર રજૂ કરી રહ્યા છે. મહત્વનું છે કે, આવતા વર્ષે સામાન્ય ચૂંટણી પણ હોવાથી આ બજેટ ખુબ જ અગત્યનું છે. આ બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ હશે. સામન્યપણે નિર્મલા સીતારામન બજેટને લઇને તો ચર્ચામાં રહે જ છે પરંતુ તેમનું ભાષણ અને પહેરવેશને કારણે પણ તેમના તરફ ધ્યાન આકર્ષિત થાય છે. નિર્મલા સીતારામન દક્ષિણ ભારતથી આવે છે. એટલે તેમના પહેરવેશમાં પણ દક્ષિણ ભારતીય ફેબ્રિક ટચ જોવા મળે છે.
સામાન્ય બજેટ સમયે નિર્મલા સીતારમનની સાડી ખુબ ચર્ચામાં રહે છે. આ વખતે લગભગ પહેલીવાર તેમણે લાલ રંગની હેન્ડલુમ સાડી પહેરી છે. મહત્વનું છે કે, નિર્મલા સીતારામન તેની સાડીઓથી હેન્ડલુમને પ્રોત્સાહન પૂરું પાડે છે. લાલ રંગ ઉર્જા, હિંમત અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. નાણામંત્રી માટે બજેટના અવસર પર આ રંગની પસંદગી કરવી જરૂરી બની શકે છે. તેણીની સાડી વિશે વાત કરીએ તો, આ સાડીમાં પરંપરાગત ટેમ્પલ બોર્ડર ચિત્રિત છે. આ લાલ રંગની સાડીમાં કાળી બોર્ડર પટ્ટી છે અને તેના પર સોનેરી વર્ક કરવામાં આવ્યું છે.
નિર્મલા સીતારમને બજેટ 2023 રજૂ કરતા સમયે કહ્યું કે, આજની વૈશ્વિક પરિસ્થિતિમાં માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતના બજેટ તરફ છે. વિશ્વની અસ્થિર આર્થિક પરિસ્થિતિમાં ભારતનું બજેટ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યા હતા. જ્યાં રાષ્ટ્રપતિ મુર્મુએ કેન્દ્રીય બજેટ 2023ને ઔપચારિક મંજૂરી આપી.
આપને જણાવી દઇએ કે, દેશમાં લેબ ગ્રોન ડાયમંડના પ્રોડક્શને પ્રોત્સાહન આપવા માટે આઇઆઇટીને પાંચ વર્ષ માટે R&D ગ્રાન્ટ આપવામાં આવશે. આ સાથે બજેટ 2023માં મોટી અને મહત્વની બાબત રજૂ થઇ.