આવક વેરો રિફંડ પ્રક્રિયા માટે લાગતો સમય 93 દિવસથી ઘટાડીને 10 દિવસ કરવામાં આવ્યો છે. આમાંથી રિફંડ ઇશ્યુમાં વેગ આપ્યો છે.આવકવેરા ફાઇલ કરનારાઓની સંખ્યામાં 2.4 ગણો વધારો થયો છે. એક વર્ષમાં ₹ 26.02 લાખ કરોડનું ટેક્સ કલેક્શન થયું છે. જીએસટી કલેક્શન વધીને ₹ 1.66 લાખ કરોડ થયું છે,10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 3 ગણો વધારો થયો છે
જુલાઈના સંપૂર્ણ બજેટમાં વિકસિત ભારત માટે રોડમેપ આપશે . 2024-25માં રાજકોષીય ખાધને 4.5 ટકાથી નીચે લાવવા પર કામ ચાલુ છે, 2024-25માં રાજકોષીય ખાધ જીડીપીના 5.8 ટકા રહેવાનો અંદાજ છે.