બજેટ 2025 સમજો ટોપ 10 મુદ્દામાં, નવા ટેક્સ માળખા સહિતની સરળ માહિતી
Budget 2025 Explained in 10 Points Key Highlights: કેન્દ્રીય બજેટ 2025 સમજો સરળ 10 મુદ્દાની હાઇલાઇટ્સ સાથે. નવા આવક વેરા માળખા મુજબ ટેક્સ ગણતરી તેમજ વિવિધ મહત્વની યોજનાઓ અંગે કરાયેલી જોગવાઇ સહિતની તમામ વિગત જાણો.
બજેટ 2025 10 પોઈન્ટ્સ : નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરીએ બજેટ ભાષણ રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં ખેડૂતો અને કરદાતાઓ માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નિર્મલા સીતારમણે બજેટ 2025-26માં કરદાતાઓને મોટી રાહત આપી છે. (Express photo)
બજેટ 2025 10 મુદ્દામાં સમજો । બજેટ રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમને જાહેરાત કરી છે કે 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારા પર કોઈ ટેક્સ નહીં લાગે. તે જ સમયે, ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ચાલો જાણીએ નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણ વિશેની 10 મોટી વાતો. (Express photo)
કરદાતાઓ માટે બજેટ 2025માં રાહત | નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025-26માં કરદાતાઓને મોટી રાહત આપી છે. નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારા પર કોઈ ટેક્સ નહીં લાગે.(Express photo)
ખેડૂતો માટે બજેટ 2025માં ધનધન્ય કૃષિ યોજનાની જાહેરાત | નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 'પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના'ની જાહેરાત કરી. આ હેઠળ ઓછી ઉપજ, આધુનિક પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછા ધિરાણના ધોરણો ધરાવતા 100 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ યોજનાનો લાભ 1.7 કરોડ ખેડૂતોને મળશે.(Express photo)
બજેટ 2025માં આવકવેરા બિલ રજૂ કરવાની જાહેરાત | નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે જણાવ્યું હતું કે સરકાર આવતા અઠવાડિયે એક નવું આવકવેરા બિલ રજૂ કરશે, જે "પહેલા વિશ્વાસ કરો, પછી તપાસ કરો" ના ખ્યાલને આગળ ધપાવશે. (Express photo)
નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે વીમા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણ (FDI)ને 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કરતાં સીતારમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સરકારે કરદાતાઓની સુવિધા માટે 'ફેસલેસ' આકારણી સહિત અનેક સુધારા અમલમાં મૂક્યા છે.(Express photo)
ગીગ વર્કર્સ માટે બજેટ 2025 | કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે જાહેરાત કરી હતી કે સરકાર આગામી ત્રણ વર્ષમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં 'ડે કેર' કેન્સર કેન્દ્રો સ્થાપવાની સુવિધા આપશે અને તેમાંથી 200 આ નાણાકીય વર્ષ 2025-26માં સ્થાપિત કરવામાં આવશે. 2025-26 માટેનું સામાન્ય બજેટ રજૂ કરતાં સીતારમણે કહ્યું કે પીએમ જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ 'ગીગ વર્કર્સ'ને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.(Express photo)
વિદ્યાર્થીઓ માટે બજેટ 2025માં ખુશખબરી | સીતારમણે તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં 75,000 બેઠકો ઉમેરવાના લક્ષ્ય તરફ આવતા વર્ષે મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં 10,000 વધારાની બેઠકો ઉમેરવામાં આવશે. (photo - X DDnews)