Budget 2025: નિર્મલા સીતારમણની ટીમના 5 રત્ન, જેમણે તૈયાર કર્યું યુનિયન બજેટ 2025
Union Budget 2025: બજેટ 2025 નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ કરવાના છે. જો કે બજેટ તૈયાર કરવાની કામગીરી બહુ જટીલ અને મુશ્કેલ હોય છે. અહીં બજેટ તૈયાર કરવામાં મોટું યોગદાન આપનાર અધિકારીઓ વિશે જાણકારી આપી છે.
Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ યુનિયન બજેટ 2025 રજૂ કરી નાણા મંત્રી નિર્મલા સીતારમણ સતત આઠમી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવશે. સંસદમાં 1 ફેબ્રુઆરી, 2025ના રોજ નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવશે. સામાન્ય વ્યક્તિથી લઇ ઉદ્યોગો, વેપારીઓ અને અર્થશાસ્ત્રીઓની બજેટ પર બાજ નજર હોય છે. એવું મનાય છે કે, દેશની ધીમી પડેલી આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે બજેટમાં ઘણા પ્રકારની ઘોષણા કરવામાં આવી શકે છે. બજેટ તૈયાર કરવું એક જટીલ અને લાંબી પ્રક્રિયા છે. અહીં નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે બજેટ બનાવવામાં યોગદાન આપનાર અધિકારીઓ વિશે જાણકારી આપી છે. (Express Photo)
Tuhin Kanta Pandey : તુહિન કાંત પાડે, ફાઇનાન્સ અને રેવેન્યૂ સેક્રેટરી 1987 બેંચના ઓડિસા કેડરના આઈએએસ અધિકારી તુહિન કાંત પાડે પાસે ફાઈનાન્સ એન્ડ રેવન્યૂ સેક્રેટરી તરીકે એક મુશ્કેલ કામ છે. તેમણે કરવેરામાં છુટછાટની અપેક્ષાને સંતુલિત કરી એ સુનિશ્ચિત કરવું પડશે કે આવક કેવી રીતે ઉભી કરવી. બજેટના થોડાકં દિવસપહેલા વિભાગનો કાર્યભાર સંભાળનાર તુહિન કાંત પાડે ઈન્કમ ટેક્સ એક્ટમાં ફેરફારની પ્રક્રિયા પર દેખરેખ રાખે છે. તે સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. (Epress File Photo)
V Anantha Nageswaran : વી અનંત નાગેશ્વરન, વરિષ્ઠ આર્થિક સલાહકાર આઈઆઈએમ અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી અને મૈસાચુસેટ્સ યુનિવર્સિટીના ડોક્ટરેટ પદવીધારક વી નાગેશ્વરને વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય તરીકે કામગીરી કરી છે. તેમના દ્વારા તૈયાર કરાયેલા આર્થિક સર્વેક્ષણ પર તૈની નજર હોય છે. તેનાથી માલુમ પડે છે કે, વિકાસને વેગ આપવા અને અનિશ્ચિતતા ભરી દુનિયામાં પોતાનો માર્ગ બનાવવા માટે ભારત કઇ રણનીતિ અપનાવશે. (Epress File Photo)
Ajay Seth IAS : અજય શેઠ, આર્થિક બાબતોના મંત્રાલયના સચિવ અજય શેઠ નાણા મંત્રાલયના એ વિભાગની જવાબદારી સંભાળે છે, જે અંતિમ બજેટ દસ્તાવેજ તૈયાર કરે છે તથા વ્યાપક આર્થિક સ્થિરતાની દેખરેખ કરે છે. 1987 બેંચના કર્ણાટક કેડરના આઈએએસ અધિકારી અજય શેઠ પાસે વપરાશ વધારવાના ઉપાય સાથે વધતી માંગ વચ્ચે આર્થિક વૃદ્ધિ અને ફિસ્કલ કોન્સોલિડેશન જરૂરિયાતને સંતુલિત કરવાનું મુશ્કેલ કામ છે. ભારત પોતાની ફિસ્કલ કોન્સોલિડેશન ફ્રેમવર્કમાં ડેટ ટાર્ગેટમાં ટ્રાન્ઝેક્શનની યોજના બનાવી રહ્યું છે. આથી તેમના પર સૌની નજર રહેશે. (Image: PIB)
Manoj Govil : મનોજ ગોવિલ, એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટના સેક્રેટરી 1991 બેંચના મધ્ય પ્રદેશ કેડરના આઈએએસ અધિકારી મનોજ ગોવિલ એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટમાં જોડવાની પહેલા કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં સચિવ હતા. સબસિડી અને કેન્દ્ર દ્વારા આયોજીત યોજનાઓને તર્કસંગત બનાવવા તથા ખર્ચની ગુણવત્તામાં સુધારો કરવો તેમની મુખ્ય કામગીરી છે. (Photo: @FinMinIndia)
M Nagaraju IAS : એમ નાગરાજૂ, ફાઈનાન્સિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી ફાઈનાન્સિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં જોડાવાની પહેલા એમ નાગરાજૂ કોલસા મંત્રાલયના અધિક સચિવ હતા. તેમણે 115 થી વધુ કોલસા ખાણની હરાજી સાથે કોમર્શિયલ માઇનિંગ સેક્ટરના દ્વારા ખાનગી કંપનીઓ માટે ખોલ્યા છે. પુરતો મૂડી પ્રવાહ અને રોકડ મૂડી ઉભી કરવી, ફિનટેકને રેગ્યુલેટ કરવું, વીમા કવરેજનો વિસ્તાર કરવો અને ડિજિટલ ઇન્ટરફેસ વધારવાની કામગીરી તેઓ સંભાળે છે. એમ નાગરાજૂ 1993 બેંચના ત્રિપુરા કેડરના આઈએએસ અધિકારી છે. (Photo: Social Media)