Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/car-care-tips-in-monsoon.jpg)
ગુજરાતમાં ચોમાસા વરસાદની શરૂઆત થઇ ગઇ છે. ચોમાસાના વરસાદમાં મોટા ભાગના કારમાલિકો પોતાના મનગમતા ગીતો સાથે રાતના સમયે લોંગ ડ્રાઈવ પર જવાનું પસંદ કરે છે અને વરસાદની મજા માણે છે. (Image: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/car-care-tips-in-rain.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/car-maintenance-tips.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/car-maintenance-service-tips.jpg)
વરસાદમાં જ્યારે રસ્તાઓ ભીના થઈ જાય છે ત્યારે તમારી કારની બ્રેકની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે. કોઈ પણ પ્રકારનો અકસ્માત ન થાય તે માટે જરૂરી છે કે તમારી કારની બ્રેક પરફેક્ટ કન્ડિશનમાં હોય. ભલે તમારી કારની સર્વિસ કરવાનો સમય ન આવ્યો હોય, પરંતુ તેમ છતાં નજીકના મિકેનિક કે સર્વિસ સેન્ટર પર જઈ બ્રેક ચેક કરાવી લેવી જોઇએ. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારી કારનું બ્રેક કેલિપર વધારે ઢીલું કે ટાઇટ ન હોય. (Image: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Car-Tyre.jpg)
ચોમાસામાં મોટાભાગના અકસ્માતો કાર લપસી જવાથી અથવા એક્વાપ્લેનિંગને કારણે થાય છે. તેથી, ખાતરી કરો કે ટાયર ટ્રેડ ડેપ્થ 2 મીમીથી વધુ હોય, નહીં તો તમને તેમાં સમસ્યા થઈ શકે છે અને તે તમારા બ્રેકિંગને પણ અસર કરી શકે છે. તમારી કારના ટાયરને તપાસવાની સૌથી સારી રીત એ છે કે સિક્કો નાખો અને તપાસો કે અડધો સિક્કો કારના ટાયરની અંદર છે કે નહીં. ઉપરાંત, ટાયરનું પ્રેશર યોગ્ય છે કે તપાસો (Image: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/car-service-tips.jpg)
કારની લાઇટ્સ ચાલુ છે કે નહીં તે ચેક કરો. કાર ચલાવતી વખતે બીજાની સાથે સાથે તમારી સલામતી માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આખા વર્ષ દરમિયાન યોગ્ય હેડલાઇટ, ટેલ-લાઇટ્સ, ફોગ લાઇટ્સ અને ટર્ન સિગ્નલ મહત્ત્વના છે, પરંતુ ચોમાામાં તેના પર થોડું વધારે ધ્યાન આપવું જોઇએ. વાદળછાયું આકાશ અને ભારે વરસાદ કારમાં જોવાનું મુશ્કેલ બનાવી શકે છે. આથી કારની તમામ લાઇટ્સ બરાબર કામ કરે છે કે તેની ખાતરી કરો (Image: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/car-wiper.jpg)
આ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ તેમ છતાં તેને ઘણીવાર અવગણવામાં આવે છે. વરસાદમાં કોઈ પણ પ્રકારની સમસ્યાથી બચવા માટે યોગ્ય અને સારી ક્વોલિટીના વાઈપર બ્લેડ જરૂરી છે. ભારતના રોડ રસ્તા અનુસાર તેના પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે (Image: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/car-battery-.jpg)
શોર્ટ સર્કિટ અથવા બેટરીની સમસ્યાથી બચવા માટે, ચોમાસામાં બહાર નીકળતા પહેલા તમારી કારની બેટરી બરાબર ચેક કરી લો. ઉપરાંત, તમામ વાયર અને ફ્યુઝ પાર્ટ્સ યોગ્ય રીતે ઇન્સ્યુલેટેડ છે કે નહીં તે પણ ચકાસો (Image: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/car-care-tips-.jpg)
જો તમે તમારી કારને ખુલ્લા આકાશની નીચે રાખો છો, તો કારને વોટરપ્રૂફ કાર કવરથી ઢાંકી દેવી જરૂરી છે. વરસાદી પાણી તમારી કારની મોંઘી પેઇન્ટ જોબને નુકસાન પહોંચાડે છે અને સનરૂફ જેવી પેનલ્સની આસપાસના રબર સીલને પણ નુકસાન પહોંચાડે છે. ભારતમાં ચોમાસાની સચોટ આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ છે. માટે આવનારી કોઈ પણ સમસ્યા માટે અગાઉથી તૈયાર રહેવું જરૂરી છે. ફ્યૂઝ, બેઝિક ટૂલ્સ અને મેડિકલ કિટ જેવી વસ્તુઓ કારની અંદર રાખવાની સલાહ આપવામાં આવે છે. (Image: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us