Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Car-Mileage-Tips.jpg)
મોટાભાગના લોકો કારનું માઇલેજ વધારે હોય તેવી કાર પંસદ કરે છે. ભારતીય બજારમાં દમદાર માઇલેજ વાળી ઘણી કાર ઉપલબ્ધ છે. જો કે ઘણી વખત અમુક ચોક્કસ કારણોસર કારનું માઇલેજ ઘટી જાય છે. જો તમે પણ કારના ઓછા માઇલેજથી પરેશાન છો તો આ આર્ટીકલ તમારી મુશ્કેલી દૂર કરવામાં મદદરૂપ થશે. હકીકતમાં કાર વધુ માઇલેજ આપે તેની માટે ઘણી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. અહીં કાર માઈલેજ વધારવા માટે 5 બાબત ટીપ્સ આપવામાં આવી છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Car-Mileage-Tips-1.jpg)
કાર ડ્રાઇવિંગ વ્યસ્થિત હશે તો તમારી કાર સારું માઇલેજ આપશે. હાલ મોટાભાગના લોકો મનફાવે તે રીતે કાર ડ્રાઇવ કરે છે. ઘણી વખત ખરાબ કાર ડાઇવિંગથી ભંયકર વાહન અકસ્માત થાય છે. ખરાબ રીતે ગાડી ચલાવવાથી માઇલેજ પર ખરાબ અસર થાય છે. માઇલેજ માટે ફાસ્ટ કાર ડ્રાઇવિંગ કરવાનું ટાળવું જોઇએ. વધુ માઇલેજ માટે કાર 60 થી 80 કિમી પ્રતિ કલાકની સ્પીડ યોગ્ય હોય છે. ઉપરાંત કાર ડ્રાઇ કરવાના સમયે બ્રેક, ક્લચ કે સ્ટીયરિંગને વારંવાર બિનજરૂરી ફરાવવા જોઇએ નથી. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/car-fuel-tips.jpg)
કાર માટે પેટ્રોલ અને ડીઝલ ફ્યુઅલ સારી ક્વોલિટીની હોવું જરૂરી છે. મોટાભાગના લોકો ગમે તે પેટ્રોલપંપ પરથી ગાડીમાં ફ્યુઅલ પુરાવતા હોય છે. જો કે ફ્યૂઅલની ક્વોલિટી નબળી હશે તો તેની સીધી અસર માઇલેજ પર થાય છે. આથી હંમેશા સારી ક્વોલિટીનું ફ્યુઅલ મળતું ત્યાંથી જ કારમાં પેટ્રોલ ડીઝલ પુરાવો. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/car-tyre-pressure-1.jpg)
કારના ટાયરમાં પ્રેશર યોગ્ય હશે તો ગાડી સારું માઇલેજ આપશે. આથી નિયમિત ટાયર પ્રેશર ચેક કરાવો. હાલ મોટાભાગની ગાડીઓ ટાયર પ્રેશર મોનેટરિંગ સિસ્ટમથી સજ્જ હોય છે. ઉપરાંત કાર સર્વિસ નિયમિત કરાવો. કાર સર્વિસમાં બેદરકારી રાખવી નહીં. નિયમિત કાર સર્વિસ કરાવવાથી એન્જિન સહિત તમામ પાર્ટ્સ યોગ્ય રીતે કામ કરે છે. આથી કાર વધારે માઇલેજ આપે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/car-ac.jpg)
કાર ચલાવતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તમે ટ્રાફિકમાં ફસાયેલા હોય કે કોઇની રાહ જોઇ રહ્યા હોવ ત્યારે એન્જિન બંધ કરી દો. તેનાથી ફ્યૂઅલ ઓછું વપરાશે. પેટ્રોલ ડીઝલ ઓછું વપરાતા કાર વધુ માઇલેજ આપશે. એર કન્ડિશન વધારે ચાલુ રાખવાથી પણ ઇંધણ વધારે વપરાય છે. શિયાળાની ઠંડી અને ચોમાસાના વરસાદમાં કાર એસીનો ઉપયોગ ઓછો કરવો જોઇએ. એસીના બદલે તમે કાર વિન્ડો ખુલી રાખી શકો છો. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/car-boot-space.jpg)
કાર ઓવરલોડિંગ હશે તો માઇલેજ પર ખરાબ અસર થાય છે. આથી કારમાં બિનજરૂરી માલસામાન રાખવો નહીં. કારમાં જેટલી જગ્યા હોય તેટલા જ લોકો બેસાડવા જોઇએ. કારની અંદર લિમિટ કરતા વધારે પેસેન્જર બેસાડવાથી એન્જિન પર દબાણ આવે છે અને માઇલેજ ઘટી જાય છે. કારના બૂટ સ્પેસમાંથી બિનજરૂરી સામાન રાખવો નહીં. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us