Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/car-care-tips.jpg)
કાર હોય કે બાઇક ઉનાળાની ગરમીમાં બહુ જલદી ગરમ થઇ જાય છે. ગરમી વધતા કારનું એન્જિન ગરમ થયા બાદ ઘણી વખત બંધ થઇ જાય છે. કારના એન્જિનને ઓવરહીટથી બચાવવા અને ઠંડુ રાખવાની 5 ટીપ્સ અહીં આપી છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/car-engine-overheating-.jpg)
ઉનાળો શરૂ થતા જ કારનું રેડિએટર અને કુલેંટ લેવર ચેક કરો. રેડિએટર કુલેંટ એન્જિનને ઠંડુ રાખવાનું કામ કરે છે. જો કુલેંટ લેવલ ઘટી જાય તો એન્જિન ઓવરહીટ થવાનું જોખમ રહે છે. આથી ઉનાળામાં નિયમિત કારનું કુલેંટ લેવલ ચેક કરાવવું જોઇએ. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/car-summer-tips.jpg)
એન્જિનમાં વેન્ટિલેશન સારી રીતે જાળવી રાખવા કારમાં હવાની અવરજવર બરાબર રહે તેનું ધ્યાન રાખો. કારના બોનેટ નીચે કોઇ પણ પ્રકારની ગંદકી કે કચરો જમા ન થવા દો, કારણે તેનાથી હવાની અવરજવર અવરોધાય છે અને એન્જિન ઓવરહીટ થવાનું જોખમ રહે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/car-engine-overheating-tips.jpg)
હાલ મોટાભાગની કારમાં એન્જિનનું તાપમાન મોનિટર કરવા ગેજ આપવામાં આવે છે. જો ગેજ પર એન્જિનનું તાપમાન સામાન્ય દેખાય તો તરત જ ગાડી ઉભી રાખી એન્જિનને ઠંડુ થવા દો. એન્જિન ઠંડુ થાય ત્યાર પછી કાર સ્ટાર્ટ કરો. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/car-service-tips-.jpg)
ઉનાળામાં ગરમીથી બચવા મોટાભાગની કારમાં એસીનો ઉપયોગ થાય છે, જો કે ઘણી વખત તેનાથી પણ એન્જિન ઓવરહીટ થાય છે. એસી ચલાવવાથી કારના એન્જિન અને માઇલેજ પર અસર થાય છે. આથી લાંબા મુસાફરી દરમિયાન સમયાંતર કારનું એસી બંધ કરી ફરી ચાલું કરવું જોઇએ. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Car-Care-Summer-Tips.jpg)
ઉનાળો શરૂ થતા જ કાર સર્વિસ કરાવવી જોઇએ. તેમા નિયમિત કારના એન્જિન અને બ્રેકની સર્વિસ બરાબર કરાવી લેવી જોઇએ. તેનાથી એન્જિન ઓવરહીટ થવાનું જોખમ ઘટે છે અને બ્રેક સિસ્ટમ પણ બરાબર કામ કરે છે. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us