Cashew Nut Benefits In Gujarati : કાજુ (Cashew Nut) માં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં 44 ટકા ફેટ, 30 ટકા કાર્બોહાઇડ્રેટ અને 18 ટકા પ્રોટીન હોય છે જે સ્વાસ્થ્ય (Health) માટે જરૂરી છે. કાજુ (Cashew) ને પોષક તત્વોનું પાવર હાઉસ માનવામાં આવે છે.
શરીરમાં કોલેસ્ટ્રોલ વધુ એક ગંભીર સમસ્યા છે, જેનું કારણ ખરાબ ડાયટ, બગડતી લાઈફ સ્ટાઈલ અને તણાવ છે. હકીકતમાં મોટાભાગના રોગો માટે આ ત્રણ પરિબળો જવાબદાર છે.
કોલેસ્ટ્રોલ એ એક મીણ જેવું ચીકણું પદાર્થ છે જે લીવર દ્વારા ઉત્પન્ન થાય છે અને શરીરના દરેક ભાગમાં હોય છે. કોલેસ્ટ્રોલના બે પ્રકાર છે, એક હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) જે સારા કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે અને બીજું છે લો ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) જે ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે.
અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ મોટાભાગના લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે જે લોકોમાં કોલેસ્ટ્રોલ વધારે છે તેમણે કાજુ જેવા ડ્રાયફ્રુટ્સનું સેવન કરવું જોઇએ કે નહીં.
કાજુમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં 44 ટકા ફેટ, 30 ટકા કાર્બોહાઇડ્રેટ અને 18 ટકા પ્રોટીન હોય છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. કાજુને પોષક તત્વોનું પાવર હાઉસ માનવામાં આવે છે.
કાજુ એક ડ્રાય ફ્રૂટ્સ છે જે પ્લાન્ટ બેઝ્ડ ફૂડ છે જે કોલેસ્ટ્રોલ વધારતું નથી. એનિમલ બેઝ ફૂડ્સનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાનું જોખમ રહેલું છે. કાજુમાં ઝીરો કોલેસ્ટ્રોલ હોય છે.
શું કાજુના સેવનથી કોલેસ્ટ્રોલ વધે છે? કાજુ માત્ર ખરાબ કોલેસ્ટ્રોલ અથવા એલડીએલને ઘટાડી શકતા નથી પરંતુ તેમાં મેગ્નેશિયમના ઉંચા પ્રમાણને કારણે હૃદયના રોગોથી પણ બચી શકે છે. આહારમાંથી કોલેસ્ટ્રોલ તમારા લોહીમાં કુલ કોલેસ્ટ્રોલના ત્રીજા ભાગનું યોગદાન આપે છે. ઘણા અહેવાલોમાં તેવું સાબિત થયું છે કે દિવસ દરમિયાન થોડાક કાજુ ખાવાથી લો ડેન્સિટીવાળું લિપોપ્રોટીન ઘટી શકે છે.
કાજુ હૃદયને સ્વસ્થ રાખે કાજુનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. કાજુ એલડીએલ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને હૃદયની તંદુરસ્તી સુધારે છે. કાજુમાં હાજર મેગ્નેશિયમ હૃદયની બીમારીઓને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. આહારમાં પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમનું સેવન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે.