Chandrayaan 3 isro ritu karidhal srivastava : ચંદ્રયાન 3 ઇસરો દ્વારા 14 જુલાઇ, 2023ના રોજ લોન્ચ કરવામાં આવશે. ઇસરોના લોન્ચિંગની જવાબદારી એક યુવા મહિલા વૈજ્ઞાનિક રિતુ કરિધાલ શ્રીવાસ્તવને સોંપવામાં આવી છે, જે ભારતના રોકેટ વુમન તરીકે ઓળખાય છે.
ચંદ્રયાન 3 14 જુલાઈ, 2023ના રોજ બપોરે 2.35 કલાકે લોન્ચ કરવામાં આવશે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન 3 ને 23 અથવા 24 ઓગસ્ટના રોજ ચંદ્ર પર સોફ્ટ-લેન્ડ થવાની અપેક્ષા છે. (Source: @isro.in/instagram)
તમને જણાવી દઈએ કે, આ અગાઉ પણ 22 જુલાઈ 2019ના રોજ ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે તે ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટર દૂર હતું ત્યારે તેનો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો અને સફળતા મળી ન હતી. ત્યારબાદથી ભારત ફરી ચંદ્રયાન 3 મિશનની તૈયારી કરી રહ્યું છે. (Image credit: ISRO / Twitter)
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, આ વખતે આ મિશન દિગ્ગજ વૈજ્ઞાનિક ડૉ. રિતુ કરિધાલ શ્રીવાસ્તવના હાથમાં છે. આ વખતે ઈસરોએ તેમને ચંદ્રયાન 3 મિશનના ડાયરેક્ટર બનાવ્યા છે. (Source: @HardeepSPuri/twitter)
રિતુ કરિધાલ આ અગાઉ તેઓ મંગલયાન મિશનમાં ડેપ્યુટી ઓપરેશનલ ડિરેક્ટરની જવાબદારી સંભાળી ચુક્યા છે. તેઓ ચંદ્રયાન-2 સહિત ઘણા મોટા અંતરિક્ષ મિશનનો પણ હિસ્સો રહી ચુકી છે. (Source: Ritu Karidhal/Facebook)
રિતુ કરિધાલને 'રોકેટ વુમન ઓફ ઈન્ડિયા' એટલે કે ભારતની રોકેટ મહિલા કહેવામાં આવે છે. રિતુ કરિધાલ એવા વૈજ્ઞાનિકો પૈકીના એક છે જેમણે ઇસરોનો યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ જીત્યો હતો. (Source: Ritu Karidhal/Facebook)
રિતુ કરિધાલ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉના રહેવાસી છે. તેમણે TED ઇવેન્ટમાં શાહરૂખ ખાનને જણાવ્યું કે, કેવી રીતે બાળપણમાંજ તેમના મનમાંચંદ્રના આકારને અંગે પ્રશ્નો ઉઠતા હતા. (Source: Ritu Karidhal/Facebook)
રિતુએ જણાવ્યું કે ચંદ્રનું કદ મોટું અને નાનું થતા જોઇને તેઓ આશ્ચર્યચકિત થતા હતા. તેઓ બાળપણમાં નાસા અને ઈસરોના પ્રોજેક્ટ્સ વિશે વાંચતી હતી. તેની પાસે હજુ પણ અવકાશ વિજ્ઞાન પર પ્રકાશિત થયેલા સમાચારોના કટિંગ્સ છે. (Source: Ritu Karidhal/Facebook)
અવકાશના રહસ્યો જાણવાની ઈચ્છા તેમને ઈસરો તરફ ખેંચી ગઈ અને આ રીતે તેઓ એક વૈજ્ઞાનિક બન્યા. તમને જણાવી દઈએ કે, રિતુ કરિધાલએ શાળાનું શિક્ષણ લખનઉની સેન્ટ એગનિસ સ્કૂલ અને નવયુગ કન્યા વિદ્યાલયમાંથી પૂર્ણ કર્યું છે. (Source: Ritu Karidhal/Facebook)
ત્યાર પછી તેમણે લખનઉ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. આ પછી તેમણ GATEની એક્ઝામ પાસ કરી અને બેંગ્લોરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં એડમિશન મેળવ્યું, જ્યાં તેમણે એરોસ્પેસ એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી હતી. (Photo Source: DD News)
તેઓ વર્ષ 1997માં ISROમાં જોડાયા. તેમને વર્ષ 2007માં તત્કાલિન રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન ડૉ. એપીજે અબ્દુલ કલામના હાથે ' યંગ સાયન્ટિસ્ટ'નો એવોર્ડ મળ્યો છે. (Source: Ritu Karidhal/Facebook)
રિતુ કરિધાલના પર્સનલ લાઇઝની વાત કરીએ તો તે ઈસરોની વૈજ્ઞાનિક હોવાની સાથે બે બાળકોના માતા પણ છે. તેમના બાળકોના નામ આદિત્ય અને અનીશા છે. તેમના પતિનું નામ અવિનાશ શ્રીવાસ્તવ છે. (Source: Ritu