Chandrayaan-3 Landing : ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગથી ભારતમાં ખુશીનો માહોલ, તસવીરોમાં જુઓ આ ઐતિહાસિક ક્ષણ
Chandrayaan-3 Vikram Lander Soft Landing Live Update : ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગથી સમગ્ર ભારત ખુશીથી ઝુમી ઉઠ્યુ છે. ચંદ્રયાન-3ના લેન્ડિંગ પહેલા ડર, ચિંતા અને આખરે અવિસ્મણીય ખુશીની ક્ષણો તસવીરોમાં કેદ થઇ છે
ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગથી દેશભરમાં જશ્નનો માહોલ છે, તમામ ભારતીયો ખુશીથી ઝુમી ઉઠ્યા છે. ઇસરોને ત્રીજા પ્રત્યનમાં ચંદ્ર પર ઉતરણ કરવામાં સફળતા મળી હોવાથી 23 ઓગસ્ટ, 2023નો દિવસ ઈસરો અને ભારત માટે એક ઐતિહાસિક દિવસ બની રહ્યો છે.
અગાઉના ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2માં નિષ્ફળતા તેમજ તાજેતરમાં રશિયાના લુના-25 અવકાશનયાનની નિષ્ફળતાની ઘટના બાદ ચંદ્રયાન-3 ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરી શકશે કે કેમ તેને લઇને ડર અને ચિંતાનો માહોલ હતો. ચંદ્રયાન-3ની સફળતા માટે અમદાવાદના બહેરામપુરા વિસ્તારની કમલા નેહરુ મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બુધવારે વિશેષ પ્રાર્થના કરી હતી. (Express photo by Nirmal Harindran)
સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે હાથમાં ચંદ્રયાન-3ના ફોટા, પોસ્ટકાર્ડ અને શુભકામના લખાણવાળા પોસ્ટર સાથે પ્રાર્થના કરી હતી. (Express photo by Nirmal Harindran)
અમદાવાદની સાયન્સ સિટી ખાતે ચંદ્રયાન-3ના લાઇવ લોન્ચિંગને નિહાળવા માટે વ્યવસ્થા કરાઇ હતી. ચંદ્રયાન-3ના લેન્ડિંગ પહેલા બાળકો એ સાયન્સ સિટીમાં વોટર રોકેટનો પ્રયોગ કર્યો હતો. (Express photo by Nirmal Harindran)
અમદાવાદના સાયન્સ સિટી ખાતે ચંદ્ર પર ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઇવ સ્ટ્રિમિંગ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હદા. લોકોએ બહુ ધ્યાનપૂર્વક ચંદ્રયાન-3ના લેન્ડિંગની ઘટના નિહાળી હતી. (Express photo by Nirmal Harindran)
ચંદ્રયાન-3 એ ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરતા દેશભરમાં ખુશીની લહેર ઉઠી છે. અમદાવાદના સાયન્સસિટી ખાતે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગને નિહાળી આનંદમાં આવી એક મહિલાએ વ્હિસલ વગાડી ખુશી વ્યક્ત કરી હતી. તો બાજુમાં એક યુવતી આ મહત્વપૂર્ણક્ષણને પોતાના મોબાઇલમાં કેદ કરી રહી છે. (Express photo by Nirmal Harindran)
અમદાવાદના સાયન્સ સિટી ખાતે વિદ્યાર્થીઓ અને અન્ય વિજ્ઞાન પ્રેમીઓ ચંદ્રયાન-3ના લાઈવ સ્ટ્રીમિંગને જોવા ઉમટી પડ્યા હતા. (Express photo by Nirmal Harindran)
ઇસરોના ચંદ્રયાન-3 એ ચંદ્ર પર સફળ લેન્ડિંગ અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક ક્ષણ નિહાળી સમગ્ર ભારત ખુશીથી ઝુમી ઉઠ્યુ છે. અમદાવાદના સાયન્સ સિટીમા ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ જોઇ દર્શકોના ચહેરા આનંદ-ખુશીથી ખુલી ઉઠવ્યા હતા. ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવ્યો હતો. (Express photo by Nirmal Harindran)
અમદાવાદ સાયન્સ સિટી ખાતે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગને નિહાળી દર્શકો ખુશખુશાલ અને આનંદિત થયા. આ દરમિયાન એક બાળક ઉત્સુક્તા સાથે હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગા રાખી ચંદ્રયાન-3ના લેન્ડિંગને નિહાળી રહ્યુ છે. (Express photo by Nirmal Harindran)
ચંદ્રયાન-3ના લેન્ડિંગની ઘટનાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દક્ષિણ આફ્રિકાથી લાઇવ નિહાળી હતી. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ પીએમ મોદીએ પ્રવચન આપ્યુ અને ઇસરો અને ભારતવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.