Chandrayaan 3 Mission : ચંદ્ર ઉપર પહોંચવાનું આ પહેલું મિશન નથી, અનેક દેશોએ ઘણી વખત ચંદ્ર ઉપર પહોંચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બહુ ઓછાને સફળતા મળી છે.ઇસરોના ચંદ્રયાન 3 મિશનની સફળતા સામેના મુખ્ય પડકારો છે.
ચંદ્ર ઉપર પહોંચવાનું આ પહેલું મિશન નથી, અનેક દેશોએ ઘણી વખત ચંદ્ર ઉપર પહોંચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બહુ ઓછાને સફળતા મળી છે.ઇસરોના ચંદ્રયાન 3 મિશનની સફળતા સામેના મુખ્ય પડકારો છે.
વિજ્ઞાનીઓએ અવકાશ સંશોધનમાં એક અલગ જ ક્રાંતિ કરી છે, પરંતુ તેમ છતાં ચંદ્રનું વાતાવરણ, ત્યાંનું બદલાયેલું હવામાન તમામ ગણતરીઓ ઘણી વખત મિશનને નિષ્ફળ બનાવી દે છે.
ચંદ્ર પૃથ્વી વચ્ચેનું અંતર: હકીકીતમાં પૃથ્વીથી ચંદ્રનું અંતર 3,84,400 કિલોમીટર છે. એટલે કે, વૈજ્ઞાનિકોએ માત્ર ચંદ્ર પર ઉતરાણ માટે તૈયારી કરવાની નથી, પરંતુ રોકેટને એવી રીતે ડિઝાઇન કરવી પડશે કે તે 3,84,400 કિલોમીટરની મુસાફરી કરી શકે.
ચંદ્રની ઉંમર : ચંદ્ર એ પૃથ્વીનો એક ઉપગ્રહ છે. ચંદ્રની ઉંમર વૈજ્ઞાનિકો 4.53 અબજ વર્ષ હોવાનું જણાવે છે. ચંદ્ર 27 દિવસ અને 6 કલાકમાં પૃથ્વની એક પરિક્રમા પુર્ણ કરે છે. પૃથ્વીની તુલનાએ ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ 1/6 છે.
ચંદ્રયાનની સ્પીડ ચંદ્ર પર કેમ ઘટે : ચંદ્ર સુધી પહોંચવા માટે રોકેટને અત્યંત તેજ ગતિએ આગળ વધવું પડે છે, પરંતુ જ્યારે તે નજીક પહોંચે છે, ત્યારે તે સ્પીડને કેવી રીતે કંટ્રોલ કરવી તે એક મોટો પડકાર બની જાય છે.
હકીકતમાં જ્યારે કોઇ રોકેટ ધરતી પર વપરત આવે છે, ત્યારે ગાઢ વાતાવરણ હોય છે, આથી એવા સંકેત મળી જાય છે કે રોકેટની ગતિ ધીમી પડી જશે, પરંતુ ચંદ્ર પર તેનાથી ઉલટું થાય છે.
આવી પરિસ્થિતિમાં રોકેટની સ્પીડ કેવી રીતે ઘટાડવી તે એક મોટો પડકાર છે. ચંદ્ર પર ઘણું ગાઢ વાતાવરણ હોય છે, એવામાં ત્યાં રોકેટની સ્પીડને માત્ર પ્રોપલઝન સિસ્ટમની મદદથી જ ઘટાડી શકાય છે.