Chandrayaan-3 Landing: ચંદ્રયાન-3 જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ થયુ ત્યારે છેલ્લી 22 સેકન્ડમાં શું થયું? જાણો ઈસરોના મૂન મિશનનો સમગ્ર ઘટનાક્રમ
Chandrayaan-3 Landing On Moon Live Update : છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતના ચંદ્રયાન 3 મિશન પર હતું. આખરે દુનિયાએ એ ઐતિહાસિક ક્ષણ જોઈ. આ અભિયાનમાં છેલ્લી 22 સેકન્ડ નિર્ણાયક હતી.
ચંદ્રયાન 2 ની નિષ્ફળતા પછી, ISROના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 3 મિશનને સફળ બનાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા અને ભારતીયો તે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા.
ભારતના ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર 23 ઓગસ્ટ, 2023 બુધવારના રોજ સાંજે 6:04 વાગ્યે સફળ લેન્ડિંગ કર્યું હતુ. આ સાથે ભારતે ચંદ્ર પર પહોંચવાનો ઇતિહાસ રચ્યો.
મિશનની સફળતા બાદ ઈસરોના વડા એસ. સોમનાથે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને એક જણાવ્યું - "આપણે હવે ચંદ્ર પર છીએ." (India Now On The Moon)
ચંદ્રયાનના સફળ લેન્ડિંગ બાદ રાષ્ટ્રને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત માટે આ એક અવિસ્મરણીય ક્ષણ છે. નવા ભારત માટે જીતના શંખનાદની ક્ષણ છે.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, આજે દરેક દેશવાસીની જેમ મારું મન પણ આ ચંદ્રયાન મિશન સાથે જોડાયેલું છે. ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ એ ભારતની જીતનો શંખનાદ છે.