Top 5 Budget Bike : ભારતના સૌથી સસ્તા 5 બાઈક, દમદાર માઇલેજ, કિંમત 55,000થી શરૂ
Top 5 Budget Bikes In India : બાઈક પ્રેમીઓ માટે નવી મોટરસાઇકલ ખરીદવાનો આ ઉત્તમ સમય છે. જીએસટી ઘટાડા બાદ ટુ વ્હીલર કંપનીઓએ તેમના બાઈક મોટરસાઇકલની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. અહીં ભારતના ટોપ 5 બજેટ ફ્રેન્ડલી બાઈક વિશે જાણકારી આપી છે.
Top 5 Budget Bikes In India : ભારતમા ટોચની 5 બજેટ ફ્રેન્ડલી બાઇક જીએસટી ઘટતા કાર, બાઇક, સ્કૂટર સહિત વિવિધ વાહનોની કિંમત ઘટી છે. જો તમે એવી નવી બાઇક ખરીદવાનું વિચારો છો, જે પાવરફુલ પર્ફોર્મન્સ આપે અને કિંમત પણ ઓછી હોય તો આ આર્ટીકલ તમને મદદ કરશે. અહીં સૌથી સસ્તી 5 મોટરસાઇકલ વિશે જાણકારી આપી છે. આ બાઇકની કિંમત 55,000 રૂપિયા એક્સ શોરૂમ આસપાસ શરૂ થાય છે. (Photo: Freepik)
TVS Sport : ટીવીએસ સ્પોર્ટ ટીવીએસ સ્પોર્ટ્સ એક બજેટફ્રેન્ડલી બાઇક છે, જેની પ્રારંભિક એક્સ શોરૂમ અમદાવાદ કિંમત 60,100 રૂપિયા છે. આ બાઇકમાં 109.7cc એન્જિન આવે છે, જે 8.08 BHP પાવર અને 8.7 Nm ટોર્ક સાથે 75 KMPL સુધી માઇલેજ આપે છે. તેમાં રિયલ ટાઇમ માઇલેજ ડિસ્પ્લે, લો ફ્યુઅલ ઇન્ડિકેશન અને Dura-Life એન્જિન જેવા ફીચર્સ આવે છે. યુવા અને ડેલી રાઇડરસ માટે આ એક ઉત્તમ બાઇક માનવામાં આવે છે. (Photo: TVS)
Bajaj Platina 100 : બજાજ પ્લેટિના 100 બજાજ પ્લેટિના 100 બાઇકની કિંમત 65,655 રૂપિયા એક્સ શોરૂમ અમદાવાદ છે. આ બજાજ બાઇકમાં 102cc એન્જિન છે, જે 7.9 BHP અને 8.3 Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક 75-80 KMPL સુધી માઇલેજ આપે છે. Platina બાઇકનું ઓછું વજન અને આરામદાયક સીટ તેને લાંબી મુસાફરી માટે ખાસ બનાવે છે. તેમા ટ્યુબલેસ ટાયર અે ગેસ ચાર્જ્ડ શોક એબ્જોર્બર જેવા ફીચર્સ મળે છે. (Photo: Bajaj)
Honda Shine 100 : હોન્ડા સાઇન 100 હોન્ડા શાઇન 100 બાઇકની આરંભિક કિંમત 63,217 રૂપિયા એક્સ શોરૂમ અમદાવાદ છે. આ બાઇકમાં 98.98 cc એન્જિન છે, જે 7.38 BHP પાવર અને 8.05 Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકની માઇલેજ લગભગ 67.5 KMPL છે. આ બાઇકનું વજન માત્ર 99 કિલો છે, જેન ડ્રાઇવિંગ કરવામાં સરળ છે. OBD2B અપડેટ બાદ તે વધુ ઇકો ફ્રેન્ડલી બાઇક બની ગઇ છે. (Photo: Honda)
Hero HF 100 : હીરો એચએફ 100 Hero HF 100 હવે જીએસટી બાદ વધુ સસ્તી થઇ ગઇ છે. Hero HF 100 બાઇકની અમદાવાદ એક્સ શોરૂમ કિંમત 56,785 રૂપિયા છે. આમ હીરો એચએફ 100 બાઇક એક બજેટ ફ્રેન્ડલી બાઇક બની ગઇ છે. આ બાઇકમાં 97.2cc એન્જિન છે, જે 7.91 BHP પાવર અને 8.05 Nm ટોર્ક જનરે કરે છે. 4 સ્પીડ ગિયરબોક્સ સાથે આ બાઇક 70 KMPL સુધી માઇલેજ આપે છે. તેમા 9.1 લીટર ફ્યૂઅલ ટેન્ક અને 805mm સીટ હાઇટ લાંબી મુસાફરીને આરામદાયક બનાવે છે. બ્લેક રેડ અને બ્લેક પર્પલ કલર ઓપ્શન સાથે આ Hero HF 100 ઓછી કિંમતની બાઇકમાં એક ઉત્તમ વિકલ્પ છે. (Photo: Hero)
Hero HF Deluxe : હીરો એચએફ ડિલક્સ હીરો એચએફ ડિલક્સ બાઇકની અમદાવાદ એક્સ શોરૂમ કિંમત 59,164 રૂપિયા છે. આ બાઇકમાં 97.2 સીસી એન્જિન, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર ઓએચસી એન્જિન આવે છે, જે 8.02 PS મહત્તમ પાવર અને 8.05 NM ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક 65 થી 70 KMPL માઇલેજ આપવાનો દાવો કરે છે. આ બાઇકમાં એનાલોગ સ્પીડોમીટર, ઓડોમીટર અને ટ્રિપમીટર જેવા ફીચર્સ સાથે આવે છે. ઉપરાંત ટેલિસ્કોપિક હાઇડ્રોલિક શોક એબ્જોર્બર અને એડજસ્ટેબલ રિયર સસ્પેન્શન આરામદાયક ડ્રાઇવિંગ પ્રદાન કરે છે. (Photo: Hero