Coconut Water Benefits : નાળિયેર પાણી પીવાના અઢળક ફાયદા, જાણું વર્ક આઉટ પછી કેમ પીવું?
Coconut Water Benefits In gujarati : નાળિયેર પાણી (Coconut Water) એક આદર્શ પીણું છે જેનું સેવન દરેક ઋતુમાં કરી શકાય છે. નાળિયેર પાણી કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સના પાવરહાઉસ તરીકે ઓળખાય છે.
વર્કઆઉટ પછી નારિયેળ પાણી (coconut Water) પીવું શરીર માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા લોકો વર્ક આઉટ પછી મોંઘા સ્પોર્ટ્સ ડ્રિન્કને બદલે નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે.
નારિયેળ પાણીમાં એન્ટીઓક્સીડેન્ટની સાથે કુદરતી ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે, જે લાંબા સમય સુધી શરીરમાં એનર્જી જાળવી રાખે છે. આ ઉપરાંત, નારિયેળ પાણી પીવાથી માંસપેશીઓ મજબૂત થાય છે.
‘આ’ લોકોએ નારિયેળ પાણી પીતી વખતે ધ્યાન રાખવું નાળિયેર પાણીમાં કુદરતી શર્કરા અને ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, તેથી ડાયાબિટીસ ધરાવતા લોકો બ્લડ સુગર લેવલને ધ્યાનમાં રાખી નાળિયેર પાણી પીતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.