Cold Cough Home Remedies | શરદી ખાંસી દૂર કરવામાં અસરકારક છે આ સરળ ઘરેલું ઉપચાર
શરદી ખાંસી દૂર કરવાના ઘરેલું ઉપચાર | ખાંસી અને શરદી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામાન્ય છે જે ખાસ કરીને હવામાન બદલાય ત્યારે અથવા રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે જોવા મળે છે. પરંતુ શરદી અને ખાંસી દૂર કરવાના અકસીર ઉપાય આપણા ઘરમાંજ છે જે ખાંસી અને શરદીમાંથી રાહત આપી શકે છે, અહીં જાણો
ચોમાસું શરૂ છે પરંતુ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે, એકબાજુ ગરમી પણ લાગે છે અને ઠંડી પણ લાગે છે વરસાદ પણ પડે છે, આવી ડબલ સીઝનમાં બીમારીઓ વધુ થાય છે ખાસ કરીને વાયરલ ઇન્ફેકશન શરદી અને ખાંસી વગેરે.
ખાંસી અને શરદી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામાન્ય છે જે ખાસ કરીને હવામાન બદલાય ત્યારે અથવા રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે જોવા મળે છે. પરંતુ શરદી અને ખાંસી દૂર કરવાના અકસીર ઉપાય આપણા ઘરમાંજ છે જે ખાંસી અને શરદીમાંથી રાહત આપી શકે છે. અહીં જાણો ઘરેલું ઉપચારો વિશે જે તમને તરત ખાંસી અને શરદીની સમસ્યામાં રાહત આપશે,જાણો હેલ્થ ટિપ્સ
આદુ અને મધ : આદુ ગળાની ખરાશ અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે ત્યારે મધ કુદરતી કફ સિરપ તરીકે કામ કરે છે, એક ચમચી આદુનો રસ, તેમાં એક ચમચી મધ મિક્સ કરીને દિવસમાં 2-3 પીવાથી ખાંસીમાં રાહત મળે છે.
કાળા મરી અને મધ : પાયપરિનએ કાળા મરીમાં રહેલા છે જે ગળાની બળતરા ઘટાડે છે અને કફમાં રાહત આપે છે. થોડા કાળા મરીનો પાવડર થોડા મધમાં મિક્સ કરો, દિવસમાં દરમિયાન એક કે બે વાર લેવાથી ખાંસીમાં રાહત મળી શકે છે.
હળદરવાળું દૂધ : હળદર ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છે. તેમાં રહેલું કરક્યૂમિન નામનું એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો છે, હળદરવાળું દૂધ બનાવવા માટે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર પાવડર નાખીને સૂતા પહેલા આ દૂધ પીવાથી ગળાને આરામ મળે છે અને શરદી-ખાંસીમાં રાહત થાય છે.
ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા : ગળામાં કફ અને બળતરાને દૂર કરવા માટે આ અસરકારક ઉપાય છે. એક ગ્લાસ ગરમ પાણીમાં થોડી મીઠું ઉમેરો, આ પાણીથી દિવસમાં 2-3 વાર કોગળા કરવાથી ગળામાં અગવડતા અને સોજામાં રાહત થશે.