Dal Vada Recipe: દાળ વડા બનાવવાની રીત, ટેસ્ટ એવા કે ખાતા રહી જશો! જાણો રેસીપી સ્ટેપ બાય સ્ટેપ
Dal Vada Recipe: ક્રિસ્પી અને ગરમાગરમ દાળ વડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મગની દાળમાંથી બનતા દાળવડા ટેસ્ટી અને હેલ્ધી હોય છે. અહીં દાળ વડા બનાવવાની રીત જણાવી રહ્યા છીએ તો જાણો દાળ વડા રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને ઘરે બનાવો ક્રિસ્પી અને ટેસ્ટી દાળવડા.
ભર ઉનાળામાં વરસાદી માહોલ છે, ઠેર ઠેર ચોમાસા જેવો વરસાદ પડવાને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો તમને પણ ઠંડકની મોસમમાં ભજીયા કે દાળવડા જેવું ચા સાથે કંઈક ખાસ ખાવા માંગતા હો, તો દાળ વડા એક સારો વિકલ્પ બની શકે છે.
ગરમા ગરમ, ક્રિસ્પી દાળ વડા ગમે ત્યારે સ્વાદિષ્ટ લાગી શકે છે. ખાસ કરીને જ્યારે આપણે તેને ચણાની દાળ સાથે બનાવીએ છીએ, ત્યારે તેનો સ્વાદ વધુ અનોખો અને પૌષ્ટિક બની જાય છે. જે આ દાળવડા તમે ચા અથવા જમવામાં પણ ગમે ત્યારે બનાવી શકો છો, અહીં જાણો ક્રિસ્પી દાળવડા બનાવાની સરળ રેસીપી
દાળ વડા રેસીપી (Dal Vada Recipe) : સૌપ્રથમ ચણાની દાળને પાણીથી સારી રીતે ધોઈને 1 કપ પાણીમાં 2 કલાક પલાળી રાખો. પછી દાળને સારી રીતે ગાળી લો, પલાળેલી દાળને મિક્સર અથવા ગ્રાઇન્ડરમાં નાખો અને પાણી ઉમેર્યા વિના તેને બરછટ પીસી લો. જો તેને પીસવું મુશ્કેલ હોય, તો તમે 1-2 ચમચી પાણી ઉમેરી શકો છો, પરંતુ વધુ નહીં.
દાળ વડા રેસીપી (Dal Vada Recipe) : એક બાઉલમાં વાટેલી દાળ લો. જો ઇચ્છા હોય તો બારીક સમારેલી ડુંગળી, લીલા મરચાં, મીઠો લીમડો, કોથમીર અને આદુ ઉમેરો. સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે મિશ્રણમાંથી નાના કે મધ્યમ કદના ગોળા બનાવો. તેને સહેજ ચપટા કરો અને પ્લેટ અથવા ટ્રે પર મૂકો.
દાળ વડા રેસીપી (Dal Vada Recipe) : મધ્યમ તાપ પર એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ચકાશો તેમાં થોડું મિશ્રણ નાખો, જો તેલ થઇ ગયું હોઈ તો હવે ધીમે ધીમે તેલમાં વડા ઉમેરો અને થોડીવાર માટે તળી લો. પછી બીજી બાજુ ફેરવીને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. થઇ જાય એટલે દાળ વડા ગરમ ગરમ સર્વ કરો.